Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જૂનાગઢ-ધોરાજી રોડ પર ઓવરટેકની નજીવી તકરારમાં યુવકની હત્યા:સામસામે જોવાની બાબતે બોલાચાલી જીવલેણ બની, પોલીસે ગણતરીના કલાકોમાં બે આરોપીઓને દબોચ્યા

    20 hours ago

    રાજકોટ અને જૂનાગઢ જિલ્લાની સરહદ પર વાહન ઓવરટેક કરવા તેમજ સામસામે તીરછી નજરે જોવા જેવી અત્યંત સામાન્ય બાબતમાં થયેલી ઉગ્ર તકરારે એક નિર્દોષ યુવકનો જીવ લીધો છે. ધોરાજીથી જૂનાગઢ તરફ મોટરસાઇકલ પર જઈ રહેલા અનુસૂચિત જાતિ સમાજના બે યુવાનો સાથે રસ્તામાં અન્ય બાઇક સવારોની બોલાચાલી થઈ હતી. આ બોલાચાલી જોતજોતામાં હિંસક મારામારીમાં પરિણમી હતી, જેમાં માથાના ભાગે જીવલેણ ફટકા વાગતાં 40 વર્ષીય જયેશભાઈ વિંઝુડાનું કરૂણ મોત નીપજ્યું હતું. હત્યાની આ ગંભીર ઘટના બાદ પોલીસે સીસીટીવી અને બાતમીદારોના નેટવર્કથી ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલી નાખી બંને મુખ્ય આરોપીઓને ઝડપી પાડ્યા છે. હોસ્પિટલના કામે જતાં રસ્તામાં સામસામે જોવાની બાબતે બબાલ થઈ બનાવની વિગતો અનુસાર ધોરાજીના બહારપરા વિસ્તારમાં રહેતા જયેશભાઈ ડાયાભાઈ વિંઝુડા પોતાના ભાઈ રાજભાઈ સાથે હોસ્પિટલના જરૂરી કામ અર્થે મોટરસાઇકલ પર જૂનાગઢ જવા રવાના થયા હતા. બપોરના સમયે ઝાલણસર-ધોરાજી રોડ પર આવેલા તોરણીયા પાટિયા પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે અન્ય એક મોટરસાઇકલ પર સવાર બે યુવાનો સાથે ગાડી ઓવરટેક કરવા તેમજ સામસામે જોવાની નજીવી ક્ષુલ્લક બાબતે તણાવ પેદા થયો હતો. બંને પક્ષો વચ્ચે બોલાચાલી એટલી હદે વણસી ગઈ હતી કે સામા પક્ષના યુવાનોએ ઉશ્કેરાઈને મારામારી શરૂ કરી દીધી હતી. માથામાં ગંભીર ઈજાઓ થતાં સારવાર મળે તે પહેલાં જ દમ તોડ્યો આ હિંસક ઝપાઝપી દરમિયાન આરોપીઓએ જયેશભાઈના માથાના નાજુક ભાગે જોરદાર ઢીકા અને મુક્કાના ઘા ઝીંકી દીધા હતા. માથામાં ગંભીર ઈજા પહોંચતાં જયેશભાઈ લોહીલુહાણ હાલતમાં માર્ગ પર ઢળી પડ્યા હતા. ઘટના બાદ હુમલાખોરો પોતાની બાઇક લઈને ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા હતા. ગંભીર રીતે ઘવાયેલા જયેશભાઈને તેમના ભાઈ રાજભાઈ તાત્કાલિક ધોરાજી સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ ગયા હતા. જોકે, હોસ્પિટલના ફરજ પરના મેડિકલ ઓફિસરે તપાસ બાદ તેમને મૃત જાહેર કરતાં પરિવારમાં ભારે આક્રંદ છવાઈ ગયો હતો. પોલીસે CCTV અને હ્યુમન સોર્સના આધારે પગેરું શોધ્યું અજાણ્યા શખ્સો સામે નોંધાયેલા આ વણશોધાયેલા હત્યાના ગુનાની ગંભીરતા જોતાં ઉચ્ચ પોલીસ અધિકારીઓએ તાત્કાલિક અલગ-અલગ સ્પેશિયલ ટીમો બનાવી તપાસ તેજ કરી હતી. પોલીસ ટીમોએ ઘટનાસ્થળનું નિરીક્ષણ કરી માર્ગ પર લાગેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ તપાસ્યા હતા. આ સાથે ટેકનિકલ સર્વેલન્સ અને ગુપ્ત બાતમીદારોની મદદથી તપાસ હાથ ધરાતાં સચોટ માહિતી મળી હતી કે ગુનાને અંજામ આપનારા બંને શખ્સો ધોરાજી ટાઉનમાં આવેલા મહાત્મા ગાંધીવાસ સ્થિત પોતપોતાના ઘરમાં છુપાયેલા છે. આ બાતમી મળતાં જ પોલીસે ત્વરિત દરોડો પાડી બંને શખ્સોને રાઉન્ડઅપ કરી લીધા હતા. કડક પૂછપરછમાં ગુનો કબૂલ્યો, કાયદેસરની ધરપકડ ક્રાઈમ બ્રાન્ચ ખાતે હાથ ધરાયેલી કડક પૂછપરછમાં ઝડપાયેલા બંને શખ્સો ભાંગી પડ્યા હતા અને સમગ્ર ઘટનાની કબૂલાત કરી લીધી હતી. આરોપીઓએ જણાવ્યું હતું કે તેઓ પણ ધોરાજીથી જૂનાગઢ ખરીદી કરવા જઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં બાઇક ઓવરટેક કરવા બાબતે માથાકૂટ થઈ હતી. મારામારી દરમિયાન જયેશભાઈને માથામાં વધુ વાગી જતાં અને તેઓ બેભાન થતાં ગભરાઈને તેઓ નાસી છૂટ્યા હતા. પોલીસે આ મામલે 21 વર્ષીય પાર્થ હિતેશભાઈ જેઠવા તેમજ 21 વર્ષીય ભુમીક મનીષભાઈ રાઠોડ (બંને રહે. મહાત્મા ગાંધી વાસ, ધોરાજી) ની ધરપકડ કરી આગળની કાનૂની કાર્યવાહી માટે જૂનાગઢ તાલુકા પોલીસ મથકને સોંપવાની પ્રક્રિયા હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    દુનિયાનો નકશો બદલવાની તૈયારી, UNમાં આજે મતદાન:યુરોપ-રશિયા-કેનેડાનું કદ નાનું થશે, આફ્રિકા-દક્ષિણ અમેરિકાને ફાયદો થશે
    Next Article
    US Safety Regulator Targets Elon Musk's Tesla, Launches Probe On Cybertruck

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment