Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગોધરામાં જન્માષ્ટમીના મેળામાં ઉમટ્યું માનવ મહેરામણ:હિન્દુ-મુસ્લિમ પરિવારોએ સાથે મળીને માણી મજા, જોવા મળ્યા કોમી એકતાના દર્શન

    7 hours ago

    ગોધરા શહેરના અંકલેશ્વર મહાદેવ મંદિર રોડ ખાતે જન્માષ્ટમી પર્વ નિમિત્તે પરંપરાગત મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મેળામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. ગોધરા શહેરમાં દર વર્ષે જન્માષ્ટમીના દિવસે જ આ એકમાત્ર મેળો ભરાય છે. આ કારણે સ્થાનિકો અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં લોકો મેળાની મજા માણવા આવ્યા હતા. આ વખતના મેળામાં એક ખાસ વાત જોવા મળી. હિન્દુ પરિવારો ઉપરાંત મુસ્લિમ સમાજના લોકો પણ પોતાના બાળકો સાથે ઉત્સાહથી મેળાનો આનંદ માણતા દેખાયા હતા. તહેવારના માહોલમાં બંને સમાજના લોકો એકસાથે જોવા મળતાં ગોધરામાં કોમી એકતાનું સુંદર દ્રશ્ય સર્જાયું હતું. મેળામાં આવતા મુલાકાતીઓને કોઈ તકલીફ ન પડે તે માટે નગરપાલિકા તંત્ર દ્વારા વિશેષ લાઈટિંગ સહિતની પ્રાથમિક સુવિધાઓની વ્યવસ્થા કરવામાં આવી હતી. આના કારણે લોકોએ મોડી રાત સુધી નિર્ભયતાથી મેળાની મજા માણી હતી.
    Click here to Read More
    Previous Article
    Iceland Cricket Roasts Mohsin Naqvi And PCB With "All-Expenses Paid Trip" Post
    Next Article
    "વિરાસત લોકમેળા-2026"માં કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા હાજર રહ્યા:સુરેન્દ્રનગર મહાનગરપાલિકા આયોજિત મેળામાં 'મોતનો કૂવો' નિહાળી કલાકારોનો ઉત્સાહ વધાર્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment