Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વલ્લભીપુરના મેવાસા ગામમાં દારૂ-જુગાર સહિતની પ્રવૃતિઓ પર પ્રતિબંધ:ગામને ભયમુક્ત અને સ્વચ્છ બનાવવા પંચાયત-ગ્રામજનોનો નિર્ણય, રખડતા ઢોરને પણ જાહેર રસ્તાઓ પર છૂટા નહીં છોડી શકે

    11 hours ago

    ભાવનગર જિલ્લાના વલ્લભીપુર તાલુકાના મેવાસા ગામમાં શાંતિ, સુરક્ષા અને સ્વચ્છતા જાળવવા માટે ગ્રામજનો અને પંચાયત દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. પાટીદાર સેવા સંઘ અને સુરત સ્થિત ખેડૂત પુત્રોના સહયોગથી શરૂ કરાયેલા આ અભિયાનનો મુખ્ય હેતુ ખેડૂતોને હુંફ આપવાનો અને ગામને સંપૂર્ણપણે ભયમુક્ત બનાવવાનો છે. આ અંગે ગામમાં જાહેર બોર્ડ લગાવવામાં આવ્યા છે અને ઢોલ વગાડીને પ્રચાર પણ કરવામાં આવ્યો છે. પંચાયત દ્વારા કડક સૂચનાઓ મેવાસા ગ્રામ પંચાયત દ્વારા જાહેર કરાયેલા નવા નિયમો મુજબ જાહેર રસ્તાઓ કે સ્થળો પર માલિકીના ઢોર છૂટા મૂકવા કે બાંધવા પર તેમજ વાહન પાર્કિંગથી રસ્તા રોકવા પર મનાઈ ફરમાવવામાં આવી છે. આ ઉપરાંત ગામમાં દારૂ પીવા, જુગાર રમવા કે અન્ય કોઈ પણ પ્રકારની અસામાજિક પ્રવૃત્તિઓ પર સખત પ્રતિબંધ છે. જો કોઈ વ્યક્તિ આ નિયમોનો ભંગ કરતા ઝડપાશે અથવા તેના ફોટો-વિડિયો પુરાવા તરીકે મળશે, તો પંચાયત દ્વારા સીધી પોલીસ કાર્યવાહી કરવામાં આવશે, જેમાં પંચાયતની કોઈ જવાબદારી રહેશે નહીં. ગ્રામજનો દ્વારા વ્યાપક સમર્થન મેવાસા ગામના તમામ સમાજના લોકોએ એક થઈને આ નિર્ણયને આવકાર્યો છે. સૌરાષ્ટ્રના ગામડાઓને જીવંત, સુરક્ષિત અને સમરસ બનાવવાની આ પહેલને સરપંચ અને સ્થાનિકોનો પૂર્ણ સાથ-સહકાર મળી રહ્યો છે. ગ્રામજનોનું માનવું છે કે પંચાયતના આ કડક વલણથી ગામમાં સ્વચ્છતા, એકતા અને ભયમુક્ત વાતાવરણ ઊભું થશે.
    Click here to Read More
    Previous Article
    પાનસુરિયા બંધુ સામે વધુ એક ફરિયાદ:વાઘોડિયા રોડ પર ‘સિદ્ધિશ્વર પેરાડાઇઝ’માં દુકાન આપવાના નામે મેટ્રોકર્મી સાથે ₹10 લાખની ઠગાઈ
    Next Article
    Rs 2,077 Crore Infra Push Near Chicken's Neck, Alternate Route Along Border

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment