Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મંદિરમાં ડિરેક્ટરે ક્રિતિ સેનનને કિસ કરતાં વિવાદ:સુશાંતથી લઈ પ્રભાસ સાથે ચક્કર હતું, હવે ધોની ને હાર્દિક પંડ્યાના મિત્ર સાથે લગ્ન કરશે?

    7 hours ago

    ડીપ નેકલાઇનના આઉટફિટ પહેરીને ભાઈને રાખડી બાંધતી ક્રિતિ સેનનને જોઈને દેશભરના લોકોએ વિરોધનું વાવાઝોડું લાવી દીધું હતું. અંતે, આ જાહેરાત પાછી ખેંચી લેવામાં આવી. ક્રિતિ સેનન માત્ર પોતાના બોલ્ડ આઉટફિટને કારણે જ ચર્ચામાં નથી રહેતી, પરંતુ તેની એક્ટિંગ કરિયર પણ એટલી જ ઇન્ટરેસ્ટિંગ છે. બી.ટેકની ડિગ્રી ધરાવતી ક્રિતિ સેનને સપનેય વિચાર્યું નહોતું કે તે ગોડફાધર વગર બોલિવૂડમાં પોતાનું આગવું સ્થાન બનાવશે. 'ફિલ્મી ફેમિલી'માં આજે વાત કરીશું સેનન પરિવારની....ક્રિતિ સેનનને કેમ બહેન પાસે ફોટોગ્રાફ ક્લિક કરાવ્યા? ક્રિતિ સેનનને કેમ પિતાએ ક્યારેય પોતાની કાર આપી નહોતી? ક્રિતિ સેનનને કેમ રડતાં રડતાં ઓટોમાં બેસીને ઘરે આવી? ક્રિતિ સેનનનું નામ કોની સાથે જોડાયું? ક્રિતિ સેનનને પહેલી કઈ જાહેરાતમાં કામ કર્યું? નવી દિલ્હીમાં જન્મ 27 જુલાઈ, 1990માં નવી દિલ્હીમાં પંજાબી હિંદુ પરિવારમાં જન્મેલી ક્રિતિ સેનનના પિતા રાહુલ સેનન ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ તો માતા ગીતા સેનન દિલ્હી યુનિવર્સિટીમાં ફિઝિક્સના પ્રોફેસર છે. ક્રિતિને નાની બહેન નૂપુર છે. પરિવારમાં પહેલેથી જ એજ્યુકેશન પર વધારે ભાર મૂકવામાં આવતો. ક્યારેય બોલિવૂડમાં જવાનું વિચાર્યું નહોતું ક્રિતિએ દિલ્હી પબ્લિક સ્કૂલ તથા આર. કે. પૂરમ સ્કૂલમાંથી અભ્યાસ કર્યો. ત્યારબાદ તેણે નોઇડાની જેપી ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ફર્મેશન ટેક્નોલોજીમાંથી ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ટેલિકમ્યુનિકેશન એન્જિનિયરિંગમાં બી.ટેકની ડિગ્રી લીધી. નાનપણથી જ ક્રિતિનું ધ્યાન માત્ર ને માત્ર ભણવામાં રહેતું. ભણવામાં પાછી હોશિયાર ને સ્વભાવ શરમાળ. આ જ કારણે તેને સ્ટેજ પર જવામાં પણ ડર લાગતો. તેણે ક્યારેય એક્ટિંગ, થિયેટર કે ડ્રામામાં ભાગ લેવાનો વિચાર સુદ્ધા કર્યો નહોતો. તેને ડાન્સ ગમતો પણ તે તો ઘરમાં પરિવાર આગળ કરી લેતી. તેને સપનેય ક્યારેય બોલિવૂડ એક્ટ્રેસ બનવાનો વિચાર કર્યો નહોતો. તેનું તો નક્કી હતું કે એન્જિનિયરિંગ કર્યા બાદ માસ્ટર કરશે અને ત્યારબાદ તે જૉબ કરશે. તેના જીવનમાં ક્યાંય પણ બોલિવૂડનું નામોનિશાન નહોતું. પિતાએ પછી ક્યારેય કાર ના આપી ક્રિતિ કોલેજના પહેલા વર્ષમાં હતી અને ડ્રાઇવિંગ સ્કૂલમાંથી તેણે કાર શીખીને લર્નિંગ લાઇસન્સ લીધું હતું. લર્નિંગ લાઇસન્સ મળ્યાના પહેલા જ દિવસે ક્રિતિ પિતાને લઈને કારમાં ફરવા નીકળી. રોડ પર એક જગ્યાએ ક્રિતિએ યુ ટર્ન લેવાનો હતો. ક્રિતિથી સ્ટીરયરિંગ યોગ્ય રીતે વળ્યું નહીં અને આ જોઈને બાજુમાં બેઠેલા પિતાએ જોર જોરથી બૂમો પાડવાની શરૂઆત કરી. પિતાને ગભરાયેલા જોઈને ક્રિતિ પણ ડરી ગઈ અને તે સ્ટીયરિંગ પરનો કંટ્રોલ ગુમાવી બેઠી અને કાર સીધી જ ડિવાઇડર સાથે અથડાઇ. અલબત્ત, અકસ્માત એટલો મોટો નહોતો એટલે વાંધો આવ્યો નહીં પણ આ ઘટના બાદ પિતાએ ક્યારેય ક્રિતિને કાર આપી નહોતી. નસીબનું ચક્કર ચાલ્યું ને ક્રિતિ મોડલિંગ કરવા લાગી એન્જિનિયરિંગના સેકન્ડ યરમાં હતી ત્યારે કોલેજ કોરિડોરમાં એક દિવસ ફ્રેન્ડે ક્રિતિને વાતવાતમાં કહ્યું કે તું તો ખાસ્સી એવી ઊંચી છે તો મોડલિંગમાં કેમ નથી જતી? ક્રિતિએ તરત જ જવાબ આપ્યો કે ના ના.. એ બધું તો ના થાય. ક્રિતિ કોલેજના લેક્ચર પૂરા કરીને ઘરે આવી ગઈ. પૈસા નહોતા તો બેન પાસે ફોટો ક્લિક કરાવ્યા અલબત્ત, ક્રિતિના મનમાં મોડલિંગની વાત સતત ચાલતી હતી. તેણે વાતને એવી રીતે લીધી કે મોડલિંગમાં ટ્રાય પણ કરે તો તેના હિસ્સે કંઈ ગુમાવવા જેવું તો છે નહીં. આમ પણ તેનામાં સ્ટેજ ફિયર છે તો કદાચ દૂરૂ થઈ જાય. કંઈ વાત નહીં બને તો તેને ક્યાં સુપરમોડલ બનવું છે. એ સમયે ક્રિતિ કમાતી નહોતી. પેરેન્ટ્સ જ દર મહિને પોકેટ મની આપતા. એટલે ક્રિતિ પાસે પૈસા હતા નહીં તો સ્વાભાવિક છે કે તેની પાસે પ્રોફેશનલ પોર્ટફોલિયો પણ નહોતો. તેણે પોતાની નાની બહેન નૂપુર પાસે જ ફોનથી ફોટોગ્રાફર્સ ક્લિક કરવાનું નક્કી કર્યું. આ જ સમયે ફ્રેશ ફેસ કોન્ટેસ્ટ પર ક્રિતિનું ધ્યાન ગયું. આ કોન્ટેસ્ટના વિનરને જાણીતા બોલિવૂડ ફોટોગ્રાફર ડબ્બૂ રતનાની ફ્રીમાં પોર્ટફોલિયો શૂટ કરી આપવાના હતા. ક્રિતિએ મસ્તીમાં જ બહેને ક્લિક કરેલા ફોટો આ સ્પર્ધામાં મોકલી દીધા. ક્રિતિને ગ્લેમર વર્લ્ડ, ફેશન ને મોડલિંગ અંગે કંઈ જ ખ્યાલ નહોતો. નસીબે સાથ આપ્યો ને ક્રિતિ તે સ્પર્ધા જીતી ગઈ. આ સ્પર્ધા જીત્યા બાદ ડબ્બૂ રતનાનીએ પહેલું ફોટોશૂટ કર્યું. ત્યારબાદ આ ફોટોશૂટની મદદથી તેને પહેલો મોડલિંગ પ્રોજેક્ટ ને પછી ટીવી જાહેરાત પણ મળી. અલબત્ત, ક્રિતિના મનમાં પહેલું ફોટોશૂટ ને પહેલા મોડલિંગ પ્રોજેક્ટની યાદો ઘણી જ કડવી છે. ફોટોગ્રાફરની વાત સાંભળીને ક્રિતિની આંખમાં આંસુ ધસી આવ્યા ક્રિતિ એન્જિનિયરિંગની સ્ટૂડન્ટ હતી અને તેના માટે કેમેરાની સામે ઊભા રહીને પોઝ કેવી રીતે આપવા તે અંગે કંઈ જ ખ્યાલ નહોતો. તેને કેમેરા એન્ગલ, કેમેરા સામે કેમ જોવું, હાથ ક્યાં મૂકવા, એક્સપ્રેશન કેવી રીતે આપવા એવી કંઈજ ગતાગમ પડતી નહોતી. ફોટોશૂટ દરમિયાન ક્રિતિએ જે રીતે કેમેરા પોઝ આપ્યા તે જોઈને ફોટોગ્રાફર પણ હસી પડ્યો. તેણે હસતા હસતા ક્રિતિને પૂછ્યું હતું કે આ તેનું પહેલું ફોટોશૂટ છે ને? આ વાત ઘણી જ સહજતાથી કહેવામાં આવી હતી, પરંતુ ક્રિતિને આ વાતનું ઘણું જ માઠું લાગી ગયું. ઘરે ગયા બાદ ક્રિતિ ધ્રુસકે ધ્રુસકે રડી પડી હતી. ઓટોમાં બેસીને રડી ક્રિતિ માટે જે રીતે ફર્સ્ટ ફોટોશૂટ મુશ્કેલ રહ્યું તે જ રીતે ફર્સ્ટ રેમ્પ શો પણ અઘરો જ રહ્યો. પહેલી જ વાર રેમ્પ પર ચાલવાનું હોવાથી ક્રિતિ ઘણી જ ડરેલી હતી. આ જ કારણે રેમ્પ પર ચાલવામાં ભૂલ થઈ ગઈ. શો પૂરો થયા બાદ કોરિયોગ્રાફરે 50 મોડલ્સની સામે ક્રિતિને ધમકાવી કાઢી. તે સમયે તો ક્રિતિ કંઈ જ બોલ્યા વગર ઓટોમાં બેસીને ઘરે જવા રવાના થઈ. ઓટોમાં બેસ્યાં બાદ ક્રિતિ સેનનની આંખના આંસુ સહેજ પણ સૂકાતા નહોતા. ઘરે ગયા બાદ પણ ક્રિતિ સતત રડતી હતી. ઘરે મમ્મી ગીતાએ તેને સમજાવતા કહ્યું હતું કે આ દુનિયા તારા માટે છે જ નહીં. જો તું આ રીતે રડતી રહીશ તો આ જગ્યાએ ક્યારેય ટકી શકશે નહીં. લોકોની વાત સાંભળીને આંસુડા પડતા હોય તો તારે આનાથી દૂર જ રહેવું. મમ્મીની વાતો સાંભળીને ક્રિતિએ તે જ સમયે નક્કી કર્યું કે હવે તે ક્યારેય રડશે નહીં અને નાનામાં નાની વાત શીખીને જ રહેશે. કોલેજમાં હતી ને જાહેરાત મળી ડબ્બૂ રતનાનીએ પોર્ટફોલિયો બનાવી આપ્યા બાદ ક્રિતિને સૌ પહેલા વિવેલ સાબુની જાહેરાતમાં કામ મળ્યું. ત્યારબાદ તેણે અમૂલ આઇસક્રીમની જાહેરાત કરી. જાહેરાતમાં ખાસ એક્ટિંગ કરવાની આવતી નહોતી. આ જ કારણે ક્રિતિ જાહેરાતમાં ઘણી જ કમ્ફર્ટેબલ હતી. મુંબઈમાં એકલું રહેવું પડ્યું ક્રિતિ સેનન દિલ્હીમાં પરિવાર સાથે જ રહેતી. એટલે તેના માટે એકલું રહેવું અઘરું હતું. દિલ્હીમાં તે ક્યારેય એકલી રહી જ નહોતી. કોલેજ પૂરી કર્યા બાદ ક્રિતિએ મુંબઈ જઈને નસીબ અજમાવવાનું નક્કી કર્યું. આ સમયે તેના પપ્પાની જૉબ પણ મુંબઈ ટ્રાન્સફર થઈ ગઈ હતી. એટલે ક્રિતિ પિતા સાથે જ આવી ગઈ. ક્રિતિએ મુંબઈ આવ્યા બાદ એક્ટિંગ ક્લાસ જોઇન કર્યા. ત્યારબાદ તે બોલિવૂડના અલગ અલગ કાસ્ટિંગ ડિરેક્ટર્સને પ્રોફાઇલ મોકલતી રહેતી. જોકે, પિતા પાંચેક મહિના જ સાથે રહ્યા અને પછી તેમનું પોસ્ટિંગ પાછું દિલ્હી થઈ ગયું. હવે આટલા મોટા મુંબઈમાં ક્રિતિ એકલી હતી. ક્રિતિ મુંબઈમાં કોઈને ઓળખતી નહોતી. ક્રિતિનું આખું જીવન ધરમૂળથી બદલાઈ ગયું હતું. ક્રિતિના નાજુક ખભા પર જવાબદારી આવી ગઈ હતી. તેણે એકલા રહીને બધા કામો મેનેજ કરવાના હતા અને સાથે સાથે ઑડિશન પણ આપવાનું હતું. આ ઉપરાંત ક્રિતિ GMAT (ગ્રેજ્યુએટ મેનેજમેન્ટ એક્ઝામિનેશન ટેસ્ટ)ની પણ તૈયારી કરતી હતી. પરિવાર ને ક્રિતિએ નક્કી કરીને રાખ્યું હતું કે જો એક્ટિંગમાં કરિયર આગળ ના વધી તો તે GMATની એક્ઝામ પાસ કરીને દેશ કે વિદેશમાં મેનેજમેન્ટનો કોર્સ કરશે અને પછી જૉબ કરશે. મોડલિંગ એજન્સી મદદે આવી ક્રિતિ સેનન મુંબઈમાં કોઈને ઓળખતી નહોતી અને તેને ખ્યાલ નહોતો કે કેવી રીતે કામ થાય. આ જ કારણે તેણે મોડલિંગ એજન્સી હાયર કરી હતી. મોડલિંગ એજન્સીને કારણે જ ક્રિતિને ઓડિશન કયા ચાલી રહ્યા છે અને કેવી રીતે આગળ વધવું તેની સાચી સલાહ મળી. પિતાના વિશ્વાસે બોલિવૂડમાં ટકાવી રાખી ક્રિતિ સ્પષ્ટપણે માને છે કે પિતાને વિશ્વાસને કારણે જ તે બોલિવૂડમાં કામ કરી શકી. પરિવાર ના હોત તો તે ક્યારેય બોલિવૂડમાં આટલી સફળતા મેળવી શકત નહીં. સ્ટાર કિડ્સને કારણે રિજેક્શન થયું ક્રિતિએ જ્યાં સુધી હિંદી સિનેમામાં ઓડિશન આપવાની શરૂઆત નહોતી કરી ત્યાં સુધી તે એમ જ સમજતી હતી કે મહેનત કરશે તો તેને રોલ મળશે, પરંતુ તે અહીંયા ખોટી હતી. તેનો દરેક દિવસ એક આશા સાથે ઊગતો, પરંતુ નિરાશા સાથે પૂરો થતો. અનેક ફિલ્મ માટે તેણે ઓડિશન આપ્યા હતા. જોકે, છેલ્લી ઘડીએ પછી તે ફિલ્મમાં સ્ટાર કિડને લઈ લેવામાં આવતાં. ક્રિતિને આ વાતથી ઘણી જ રીસ ચઢતી. તેને એમ લાગતું કે જ્યારે ફિલ્મમાં કોને લેવા તે પહેલેથી નક્કી જ છે તો કેમ તેને આ રીતે ઓડિશનમાં બોલાવીને સમય બગાડવામાં આવે છે. કરિયરની શરૂઆતમાં ક્રિતિ પર મહિનાઓના મહિના સુધી કોઈ ઓડિશન માટે એકેય ફોન ના આવ્યો હોય તેવું બન્યું છે. ક્રિતિ માટે આ સમય ઘણો જ મુશ્કેલ હતો. રિજેક્શનને કારણે ફોન પર રડતી મુંબઈમાં એકલી હોવાને કારણે અને પછી સતત કામ ના મળવાને કારણે તેને ભવિષ્યની ચિંતા રહેતી. તે દિવસમાં અનેકવાર માતાને ફોન કરતી. ઘણીવાર તે ફોન પર કોઈ જાતની વાત કર્યા વગર માત્ર રડતી જ રહેતી. આ સમયે તેની મમ્મી હિંમત આપતી કે ધીરજ રાખ, મહેનત કરવાનું રાખ, યોગ્ય સમય જરૂર આવશે. માતાના આ શબ્દોએ જ તેની હિંમત ટકાવી હતી. ક્રિતિને એ વાતનો પણ ગુસ્સો આવતો કે જ્યારે તેને એમ કહેવામાં આવતું હતું કે મોડલ ક્યારેય એક્ટર બની શકે નહીં. તેને એક્ટિંગ આવડે નહીં. મહેશબાબુ કોણ ખબર નહોતી, ગૂગલ કર્યું કાસ્ટિંગ ડિરેક્ટરને સતત ફોટોગ્રાફર્સ મોકલાવ્યા બાદ તેને એક તેલુગુ ફિલ્મ ‘1: નેનોક્કાડાઇન’ ઑફર થઈ. તેલુગુ ફિલ્મમાં ક્રિતિ સાથે મહેશબાબુ હતા. ક્રિતિ દિલ્હીમાં રહેતી એટલે તેને એ વાતનો ખ્યાલ જ નહોતો કે મહેશબાબુ કોણ છે? તેણે સૌ પહેલા ગૂગલ કર્યું એટલે તેને જાણ થઈ કે મહેશબાબુ તો સાઉથના સુપરસ્ટાર છે. ક્રિતિને તેલુગુ ભાષા આવડતી નહોતી. આથી જ ફિલ્મના ડિરેક્ટર સુકુમારે ક્રિતિને સેટ પર આસિસ્ટન્ટ આપ્યો હતો. ક્રિતિ પોતાના ડાયલોગ્સ અંગ્રેજીમાં લખાવતી. ફિલ્મમાં ક્રિતિએ સમીરાનો રોલ પ્લે કર્યો હતો. ફિલ્મમાં એક એક્શન સીન દરિયાની અંદર શૂટ કરવાનો હતો. ક્રિતિને સ્વિમિંગ આવડતું નહોતું. આથી જ તેણે ક્રૂની મદદથી સ્વિમિંગ શીખ્યું અને પછી તે શોટ લાઇફજેકેટ વગર શૂટ કર્યો હતો. ક્રિતિ તેલુગુ ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત હતી. આ દરમિયાન જ સાજીદ નડિયાદવાલા તથા ડિરેક્ટર શબ્બીર ખાન એક્ટર જેકી શ્રોફના દીકરા ટાઇગર શ્રોફને લૉન્ચ કરવાની તૈયારીમાં હતા. તેઓ ટાઇગર માટે એક્ટ્રેસમાં એક ફ્રેશ ફેસ શોધતા હતા. સાજીદ નડિયાદવાલાએ ઑડિશન લેવાનું શરૂ કર્યું. ક્રિતિને આ વાતની જાણ થઈ અને તેણે પણ સ્ક્રીન ટેસ્ટ આપ્યો. ક્રિતિ સ્ક્રીનટેસ્ટમાં સિલેક્ટ થઈ. ત્યારબાદ સાજીદ નડિયાદવાલાએ ઑડિશન ઉપરાંત ક્રિતિની સાઉથની ફિલ્મની ક્લિપ્સ પણ જોઈ. ક્રિતિને એક્ટિંગ કરતી જોઈને તેઓ ખાસ્સા ઇમ્પ્રેસ થયા. તેમને ક્રિતિનો પહેલી જ ફિલ્મમાં રહેલો આત્મવિશ્વાસ ઘણો જ ગમ્યો. તેમણે પછી ક્રિતિને ફિલ્મ 'હીરોપંતી'માં સાઇન કરી. બોક્સઑફિસ પર આ ફિલ્મ સફળ રહી હતી. રિજેક્શનને બ્લેસિંગ ગણાવ્યા, દરેક પ્રકારના રોલ પ્લે કર્યા ક્રિતિ આજે પણ સંઘર્ષના દિવસો ભૂલી નથી. ભલે સ્ટારકિડ્સને કારણે તેને ફિલ્મમાં કામ ના મળ્યું હોય, પરંતુ તેને બોલિવૂડ કે પછી બોલિવૂડની કોઈ પણ વ્યક્તિ સામે કોઈ જ ફરિયાદ નથી. તે સ્વીકારે છે કે જો તેને રિજેક્શન ના મળ્યું હોત તો તે ક્યારેય આટલી સફળ થઈ ના હોત. રિજેક્શનને કારણે જ તે શીખી શકી અને આર્ટને શાર્પ બનાવવા મહેનત કરી. ક્રિતિ સેનન દિલ્હીની હોવાથી તે ગામડાની કે પછી સ્મોલ ટાઉન ગર્લ રોલ પ્લે નહીં કરે તેમ માનવામાં આવતું હતું. અલબત્ત, ક્રિતિએ બોલિવૂડની આ માન્યતા તોડી અને કોઈ પણ રોલ માટે તે તૈયાર હોવાની સાબિતી આપી.ક્રિતિએ એક જેવા પાત્ર ભજવવાને બદલે અલગ અલગ પાત્રો ભજવ્યા છે. 'મિમિ' કરવાની લોકોએ ના પાડી ક્રિતિ સેનન પાસે જ્યારે 'મિમિ'ની સ્ક્રિપ્ટ આવી ત્યારે તેને અનેક લોકોએ સલાહ આપી હતી કે તે નાની ઉંમરમાં માતાના રોલ પ્લે ના કરે. માતાના રોલ પ્લે કરવાથી તેની ગ્લેમરસ ઇમેજ પર અસર પડશે. અલબત્ત, ક્રિતિ ધાર્યું જ કરવા ટેવાયેલી હોવાથી તેણે ક્યારેય કોઈની વાત સાંભળી નહીં અને એ ફિલ્મ સ્વીકારી. આ ફિલ્મ માટે જ ક્રિતિને પહેલો નેશનલ અવૉર્ડ મળ્યો. ક્રિતિએ એગ્સ ફ્રીઝ કરાવ્યા ક્રિતિ જ્યારે 'મિમિ'ના શૂટિંગમાં વ્યસ્ત હતી ત્યારે તેણે એગ ફ્રીઝિંગ કરવાનું નક્કી કર્યું. એગ ફ્રીઝિંગમાં આમ પણ શરીર ભારે થઈ જતું હોય છે. ક્રિતિએ ત્યારે કહ્યું હતું કે બાયોલોજિકલ ક્લોક કે કોઈ સામાજિક દબાણમાં આવીને તે બાળક કે લગ્નનો નિર્ણય કરવા માગતી નથી. આ ફિલ્મ માટે તેણે ઘણું જ વજન વધાર્યું હતું અને પછી તેણે એગ ફ્રીઝિંગ કરાવ્યું. ક્રિતિના મતે, તે ભવિષ્યમાં માતા બનવા અંગે કોઈ જાતનું દબાણ અનુભવવા માગતી નથી. તે ઉંમર થઈ ગઈ એટલે લગ્ન કરી લેવાના અથવા બાળકો પેદા કરી લો તેવી વાત કોઈ કાળે માનવા તૈયાર નથી. બાળક કે લગ્નનો નિર્ણય વ્યક્તિએ ત્યારે જ લેવો જોઈએ ત્યારે તેને લાગે કે તે આના માટે તૈયાર છે. ઘડિયાળના કાંટે કે દબાણને કારણે આવા નિર્ણય લેવા જોઈએ નહીં. ડિરેક્ટરે મંદિરમાં કિસ કરતાં વિવાદ થયો જૂન, 2023માં ફિલ્મ 'આદિપુરુષ'ના ટ્રેલર લૉન્ચ દરમિયાન ડિરેક્ટર ઓમ રાઉત તથા ફિલ્મના લીડ એક્ટર્સ પ્રભાસ ને ક્રિતિ સેનન આંધ્ર પ્રદેશ સ્થિત તિરુપતિ બાલાજી મંદિરમાં દર્શને ગયા હતા. ત્યાં દર્શન બાદ બહાર નીકળતી વખતે ઓમ રાઉતે ક્રિતિ સેનનને ગળે લગાવી અને પછી ગાલ પર કિસ કરી હતી. કિસની વાતનો ઘણાએ વિરોધ કર્યો હતો. મંદિરના મુખ્ય પૂજારીએ નિંદા કરીને મંદિરનું અપમાન કર્યું હોવાની વાત કરી હતી. અંગત જીવન પણ ચર્ચામાં રહ્યું ફિલ્મમાં એન્ટ્રી થતાં પ્રેમીને છોડી દીધો ક્રિતિની કોલેજના એક વિદ્યાર્થીએ સો.મીડિયામાં દાવો કર્યો હતો કે કોલેજમાં ક્રિતિનું એક પૈસાદાર છોકરા સાથે અફેર હતું. આ છોકરાએ ક્રિતિને મુંબઈ જવામાં ઘણો જ આર્થિક સપોર્ટ કર્યો હતો. જોકે, ક્રિતિને પહેલી ફિલ્મ મળતાં જ તે પોતાના પ્રેમીને ભૂલી ગઈ અને તેણે સંબંધો ત્યાં જ તોડી નાખ્યા. ક્રિતિએ આ અંગે ક્યારે કોઈ વાત કરી નથી. સુશાંત સિંહ રાજપૂત ક્રિતિ સેનનું નામ ફિલ્મ 'રાબ્તા'ના શૂટિંગ દરમિયાન સુશાંત સિંહ રાજપૂત સાથે જોડાયું હતું. બંને વચ્ચે અફેર હોવાની વાતો તે સમયે જોરશોરથી થતી હતી. જૂન 2020માં સુશાંત સિંહ પોતાના ઘરમાં મૃત મળી આવ્યો હતો અને ત્યારબાદ તેના અંતિમ સંસ્કારમાં ક્રિતિ સેનન પણ ગઈ હતી. ક્રિતિએ સો.મીડિયામાં સુશાંત સાથે વીતાવેલી ક્ષણોને યાદ કરીને પોસ્ટ શૅર કરી હતી. કાર્તિક આર્યન ક્રિતિ તથા કાર્તિકે ફિલ્મ 'લુકા છુપી', 'શેહઝાદા'માં સાથે કામ કર્યું હતું. 2019માં રિલીઝ થયેલી 'લુકાછુપી'ના શૂટિંગ દરમિયાન બંને વચ્ચે અફેર હોવાની વાત ચર્ચાતી હતી. જોકે, ફિલ્મ રિલીઝ થયા બાદ બંને વચ્ચે બ્રેકઅપ થયું હોવાનું કહેવામાં આવ્યું. આદિત્ય રૉય કપૂર ક્રિતિ સેનન તથા ટાઇગર શ્રોફ ડિરેક્ટર-પ્રોડ્યુસર કરન જોહરના ચેટ શો 'કૉફી વિથ કરન'માં ગયા હતા. શો દરમિયાન કરને ક્રિતિ સાથે આદિત્ય અંગે વાત કરી હતી. કરને શોમાં કહ્યું હતું કે તેની બર્થડે પાર્ટીમાં ક્રિતિ તથા આદિત્ય ખૂણામાં જઈને ઘણી જ વાતો કરતા હતા. આખરે તે બંને એ રીતે એકલા કેમ હતા? કરનની આ વાતો પછી બંને વચ્ચે અફેર હોવાની ચર્ચા થવા લાગી હતી. બંને થોડો સાથે સાથે પણ જોવા મળ્યાં હતાં. અલબત્ત, બંનેએ ક્યારેય પોતાના સંબંધો અંગે કોઈ વાત કરી નહોતી. પ્રભાસ ક્રિતિ સેનન તથા પ્રભાસ ફિલ્મ 'આદિપુરુષ'માં સાથે હતાં. આ સમયે શૂટિંગના બ્રેકમાં બંને સાથે સમય પસાર કરતાં હતાં. આટલું જ નહીં, વરુણ ધવને એક શોમાં એમ કહ્યું હતું કે ક્રિતિના સંબંધો મુંબઈની બહાર રહેતા એક વ્યક્તિ સાથે છે. હાલમાં તે દીપિકા પાદુકોણ સાથે શૂટિંગ કરી રહ્યો છે. આ સમયે પ્રભાસ ને દીપિકા 'કલ્કી 2898 AD'ના શૂટિંગમાં વ્યસ્ત હતા. વરુણ ધવનની વાત પરથી બંને વચ્ચે અફેર હોવાની વાતો થવા લાગી હતી. અલબત્ત, થોડા સમય બાદ ક્રિતિએ આ વાતને અફવા ગણાવી હતી. કબીર બહિયા સાથે લગ્નની ચર્ચા હાલમાં ક્રિતિનું નામ કબીર બહિયા સાથે ચર્ચાય છે. બંને એકબીજાને લાંબા સમયથી ડેટ કરી રહ્યા છે. બંને ન્યૂ યરથી માંડીને વેકેશન ને બર્થ ડે સેલિબ્રેશન સાથે જ કરે છે. આટલું જ નહીં, ક્રિતિની નાની બહેન નૂપુરના લગ્નમાં પણ કબીર હતો. માનવામાં આવે છે કે બંનેના પરિવાર આ સંબંધથી ખુશ છે. ક્રિતિ પ્રેમી કબીર કરતાં નવ વર્ષ મોટી છે. નવેમ્બર, 1999માં ઇંગ્લેન્ડમાં જન્મેલો કબીર બહિયાએ ઇંગ્લેન્ડની સમરસેટમાં આવેલી મિલફિલ્ડમાંથી એજ્યુકેશન લીધું. કબીર બહિયા બ્રિટનમાં બિઝનેસમેન છે. તે વર્લ્ડવાઇડ એવિએશન એન્ડ ટૂરિઝમ લિમિટેડનો ફાઉન્ડર છે. બ્રિટનની જાણીતી ટ્રાવેલ એજન્સી સાઉથૉલ ટ્રાવેલના ઑનર કુલઝિંદર બહિયાનો દીકરો કબીર છે. સૂત્રોના મતે, કબીર, સાક્ષી ધોનીના દૂરનો સંબંધી છે. આ જ કારણે ધોની સાથે તેના ગાઢ સંબંધો છે. સાક્ષી અવારનવાર કબીર સાથેની તસવીરો શૅર કરતી હોય છે. કબીરના સંબંધો હાર્દિક પંડ્યા સાથે પણ છે. હાર્દિકે જ્યારે નતાશા સાથે લગ્ન કર્યા ત્યારે કબીર ખાસ હાજર રહ્યો હતો. 2019માં પરિવારની સંપત્તિ ચાર હજાર કરોડ કરતાં પણ વધારે હતી. ક્રિતિ માત્ર એક્ટ્રેસ નથી ક્રિતિએ પોતાનું પ્રોડક્શન હાઉસ બ્લૂ બટરફ્લાય ફિલ્મ્સ શરૂ કર્યું. આ બેનર હેઠળ 2024માં ફિલ્મ 'દો પત્તી' પ્રોડ્યુસ કરી. આ ફિલ્મમાં ક્રિતિ ડબલ રોલમાં તથા કાજોલ પોલીસ બની હતી. ફિલ્મ નેટફ્લિક્સ પર રિલીઝ થઈ હતી. આ ઉપરાંત તેણે ક્લોધિંગ લાઇન મિસ ટેકન લૉન્ચ કરી હતી. ફિટનેસ કંપની ધ ટ્રાઇબ પણ શરૂ કરી છે. આ ફિટનેસ કંપની ડિજિટલી પર્સનલાઇઝ્ડ વર્ક આઉટ પ્લાન્સ, ડાયટ પ્લાન તથા ફિટનેસ ટ્રેનિંગ પૂરી પાડે છે. આ સાથે ક્રિતિએ સ્કીન કેર બ્રાન્ડ હાયફેન લૉન્ચ કરી હતી. 2023માં લૉન્ચ કર્યાના બે વર્ષમાં કંપનીએ 400 કરોડની કમાણી કરી હતી. વાત હવે ક્રિતિની બહેન નૂપુરની... 15 ડિસેમ્બર, 1995માં જન્મેલી નૂપુરે દિલ્હી યુનિવર્સિટીની કરોડીમલ કોલેજમાંથી બી.કોમ કર્યું છે. નૂપુર પણ બહેનની જેમ જ મુંબઈ એક્ટ્રેસ બનવા આવી. નૂપુરે 2019માં અક્ષય કુમાર સાથે મ્યૂઝિક વીડિયો 'ફિલહાલ'થી કરિયરની શરૂઆત કરી. તેણે 2023માં ટીવી સિરિઝ 'પોપ કૌન'થી એક્ટિંગ કરિયર શરૂ કરી. આ જ વર્ષે તેણે તેલુગુ ફિલ્મ 'ટાઇગર નાગેશ્વર રાવ'માં કામ કર્યું હતું. આ ફિલ્મમાં તે રવિ તેજા સાથે હતી. નૂપુર તથા સ્ટેબિને 10 જાન્યુઆરી, 2026એ ઉદયપુરમાં ક્રિશ્ચિયન ને હિંદુ સેરેમનીથી લગ્ન કર્યાં હતાં. સ્ટેબિન બેનની વાત કરીએ તો, તે મલયાલી ક્રિશ્ચિયન છે. માર્ચ, 1993માં ભોપાલમાં જન્મેલો સ્ટેબિન મધ્યમ વર્ગીય પરિવારમાંથી આવે છે. તેણે કેમલ કોન્વર્ટ સ્કૂલમાંથી એજ્યુકેશન લીધું અને પછી 2017માં સિગિંગ કરિયર માટે મુંબઈ આવી ગયો. 2021માં આવેલું સ્ટેબિનનું ગીત 'થોડા થોડા પ્યાર' ખાસ્સું વાઇરલ થયું હતું. આ ગીતમાં સિદ્ધાર્થ મલ્હોત્રા હતો. સ્ટેબિને વિજય દેવરાકોંડા, અક્ષય કુમાર, ઇમરાન હાશ્મી, શાહિદ કપૂર સહિતના અનેક સ્ટાર્સ સાથે કામ કર્યું છે. તેનું લોકપ્રિય ગીત 'સાહિબા...' છે. તેણે શ્રેયા ઘોષાલ, સચિન જિગર, હિમેશ રેશમિયા, મિત બ્રધર્સ સાથે પણ કામ કર્યું છે. અનંત અંબાણીની સંગીત સેરેમનીમાં પર્ફોર્મન્સ આપ્યું સ્ટેબિન વેડિંગ, કોર્પોરેટ શો, કોલેજ ફેસ્ટિવલમાં પર્ફોર્મ કરે છે. દેશ-વિદેશમાં તેણે હજારથી વધુ શો કર્યા છે. અનંત અંબાણીના પ્રી વેડિંગ સેલિબ્રેશન તથા સંગીત સેરેમનીમાં સ્ટેબિને પર્ફોર્મ કર્યું હતું.
    Click here to Read More
    Previous Article
    હોસ્પિટલોમાં માટીથી લથપથ દર્દીઓ, 6 દિવસ પછી રેસ્ક્યુ:ચીન બોર્ડરનો રસ્તો નદીમાં સમાઈ ગયો, મદદ વિના 10 હજાર લોકો ફસાયા
    Next Article
    Yuzvendra Chahal's Magic Ball To Ben Stokes Goes Viral After County Championship Heroics

    Related Video Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment