Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયા સયાજી હોસ્પિટલની ઓચિંતી મુલાકાતે:નવી બિલ્ડિંગનું નિરીક્ષણ કરી સમીક્ષા બેઠક યોજી, કહ્યું- રેગિંગ અટકાવવા તંત્ર સાથે બેસીને સખત આયોજન કરીશું

    7 hours ago

    રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાએ વડોદરાની સયાજી હોસ્પિટલની અચાનક મુલાકાત લઈને આરોગ્યલક્ષી સેવાઓ અને વ્યવસ્થાઓનું પ્રત્યક્ષ નિરીક્ષણ કર્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ છેવાડાના નાગરિકો સુધી ગુણવત્તાયુક્ત આરોગ્ય સેવાઓ પહોંચાડવા અને દર્દીઓને પડતી હાલાકી નિવારવા માટે તેમણે હોસ્પિટલના ઉચ્ચ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. નવી નિર્માણાધીન બિલ્ડિંગનું મંત્રીએ નિરીક્ષણ કર્યું સયાજી હોસ્પિટલ પરિસરમાં આકાર લઈ રહેલી નવી નિર્માણાધીન બિલ્ડિંગનું મંત્રી દ્વારા સ્થળ નિરીક્ષણ કર્યું હતું. આ નવી સુવિધા વડોદરા અને સમગ્ર મધ્ય ગુજરાતના દર્દીઓ માટે આશીર્વાદરૂપ પૂરવાર થશે. આગામી સમયમાં અહીં કિડની, કેન્સર, હૃદયરોગ તેમજ આંખના રોગોની અત્યાધુનિક સારવાર નિષ્ણાત સર્જનો દ્વારા સરકારી દરે એક જ સંકુલમાં ઉપલબ્ધ થશે. સામાન્ય અને ગરીબ વર્ગના દર્દીઓને ખાનગી હોસ્પિટલોના મોંઘા ખર્ચમાંથી રાહત મળે તે માટે સરકાર સંપૂર્ણ કટિબદ્ધ છે. તમામ સ્ટાફ દિવસ-રાત દર્દીઓની સેવામાં કાર્યરત હોસ્પિટલની કામગીરી અંગે વાત કરતા તેઓએ જણાવ્યું હતું કે, આરોગ્ય ક્ષેત્ર માત્ર કાયદા કે નિયમોથી નહીં, પરંતુ માનવીય અભિગમ સાથે જોડાયેલું છે. પટાવાળાથી લઈને સિનિયર સર્જન સુધીનો તમામ સ્ટાફ દિવસ-રાત દર્દીઓની સેવામાં કાર્યરત છે. જો વ્યવસ્થામાં ક્યાંય કોઈ ક્ષતિ જણાય તો તેને તાત્કાલિક સુધારીને દર્દીઓની હાલાકી દૂર કરવામાં આવશે. આ સંદર્ભે આરોગ્ય વિભાગના સચિવ અને નિયામકો સાથે વિસ્તૃત ચર્ચા કરીને જરૂરી પગલાં લેવા આદેશો અપાયા છે. વિદ્યાર્થીઓ અને કોલેજના અધિકારીઓ સાથે વાતચીત કરશે આ સાથે મેડિકલ કોલેજમાં સામે આવતી રેગિંગની ઘટનાઓ અંગે તેઓએ જણાવ્યું કે વડોદરા જેવી સંસ્કારી નગરીમાં આવી કોઈ ઘટના ન બને તે સુનિશ્ચિત કરવા માટે તેઓ વિદ્યાર્થીઓ અને કોલેજના અધિકારીઓ સાથે રૂબરૂ વાર્તાલાપ કરશે. રેગિંગ અટકાવવા માટે તંત્ર સાથે બેસીને સખત આયોજન કરવામાં આવશે, જેથી તમામ વિદ્યાર્થીઓ ભયમુક્ત વાતાવરણમાં અભ્યાસ કરી શકે. સેન્ડફ્લાય માખીનો નાશ કરવા તાકીદે પગલાં લેવાયા રાજ્યમાં ફેલાતા સ્વાઈન ફ્લૂ તેમજ ચાંદીપુરા વાયરસ જેવા રોગો સામે આરોગ્ય વિભાગ સજાગપણે કામગીરી કરી રહ્યો હોવાનું તેમણે ઉમેર્યું હતું. સયાજી હોસ્પિટલમાં ચાંદીપુરા વાયરસનો કેસ નોંધાતા જ અસરગ્રસ્ત બાળકના રહેણાંક વિસ્તારમાં જંતુનાશક દવાઓનો છંટકાવ કરીને સેન્ડફ્લાય માખીનો નાશ કરવા તાકીદે પગલાં લેવાયા હતા. સાથોસાથ લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતા અખાદ્ય પદાર્થો, બનાવટી માવા અને સોસનું વેચાણ કરનારા વેપારીઓ સામે પણ સરકાર લાલ આંખ કરી કડક કાર્યવાહી હાથ ધરશે.
    Click here to Read More
    Previous Article
    ધોરાજી-જૂનાગઢ હાઇ-વે પર ઓવરટેક બાબતે માથાકૂટ:સામસામે જોવાની બાબતે મારામારીમાં બહાદુરપુરાના યુવકનું મોત, અન્ય એક ઇજાગ્રસ્ત
    Next Article
    વાપી GIDC માં બોઈલર પ્રેશર લીકેજ રોકવા જતા કામદારનું મોત:ધરમપુરના તુષાર જોગારીનું મોત, એક ઘાયલ; પરિવારજનોએ કંપની પર બેદરકારીનો આરોપ લગાવ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment