Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરત મહાનગરપાલિકાની ઘોર બેદરકારી:સ્મીમેર હોસ્પિટલ બહાર વગર વરસાદે ડ્રેનેજના ગંદા પાણી ફરી વળ્યા, દર્દીઓ સારવાર પહેલાં જ બીમાર પડે એવી સ્થિતિ

    1 day ago

    સ્માર્ટ સિટી સુરતમાં પાલિકા તંત્રની વધુ એક ગંભીર બેદરકારી સામે આવી છે. સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલ બહાર છેલ્લા ચાર દિવસથી કોઈપણ જાતના વરસાદ વિના જ ડ્રેનેજના ગંદા પાણી રસ્તા પર વહી રહ્યા છે. હોસ્પિટલના મુખ્ય પ્રવેશદ્વાર અને આસપાસના રસ્તાઓ પર ગટરનું પાણી ફરી વળતાં સમગ્ર વિસ્તારમાં અસહ્ય દુર્ગંધ ફેલાઈ ગઈ છે. દૂર-દૂરથી સારવાર અર્થે આવતા દર્દીઓ અને તેમના સ્વજનોને હોસ્પિટલ પહોંચતા પહેલાં જ ગંભીર ચેપી રોગનો ભોગ બનવું પડે તેવી સ્થિતિ સર્જાઈ છે. ગરનાળામાં ગોઠણસમા પાણી ભરાતા વાહનચાલકો અટવાયા ડ્રેનેજ લાઈન ઓવરફ્લો થવાના કારણે સ્મીમેર નજીક આવેલા રેલવે ગરનાળામાં ગોઠણસમા ગંદા પાણી જમા થઈ ગયા છે. જેના પગલે રાહદારીઓ તેમજ વાહનચાલકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. દિવસ દરમિયાન પીક અવર્સમાં લાંબો ટ્રાફિક જામ સર્જાઈ રહ્યો છે. લોકો નાછૂટકે આ ગંદા અને દુર્ગંધ મારતા પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા છે. રોગચાળો ફેલાવાની ભીતિ, સ્થાનિકોમાં તંત્ર સામે ભારે આક્રોશ હોસ્પિટલ જેવી અતિ સંવેદનશીલ જગ્યાએ જ ડ્રેનેજના ગંદા પાણી ભરાઈ રહેતાં મચ્છરોનો ઉપદ્રવ અને ભયાનક રોગચાળો ફેલાવાની દહેશત વધી ગઈ છે. છેલ્લા ચાર દિવસથી આ પરિસ્થિતિ છે, છતાં સુરત મનપાના ડ્રેનેજ વિભાગના અધિકારીઓ કે કર્મચારીઓ દ્વારા હજુ સુધી કોઈ નક્કર કામગીરી કરવામાં આવી નથી.
    Click here to Read More
    Previous Article
    દીપકે કહ્યું- CJP કોઈ પાર્ટીની 'B ટીમ' નથી:અમે વિદ્યાર્થીઓની A ટીમ, નેતાઓની ડિગ્રી પર પણ સવાલ ઉઠાવ્યા
    Next Article
    મોડાસા પોલીસ હેડક્વાર્ટરમાં રૂ. 12.5 કરોડના વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ:મંત્રી કમલેશ પટેલના હસ્તે પોલીસ અધિકારીઓના આવાસ, પુસ્તકાલય અને આંગણવાડીનું ઉદ્ઘાટન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment