Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાવનગરમાં લોકમેળાની ધૂમ:​'સુનામી' અને 'મિક્સચર' રાઈડ પહેલીવાર આવતા લોકોને જલસા, સાંસ્કૃતિક કાર્યક્રમોના પણ આયોજન

    22 hours ago

    છેલ્લા 44 વર્ષથી મેળાના ધંધા સાથે સંકળાયેલા અરવિંદભાઈ સોની દ્વારા આ વર્ષે પણ ભાવનગરમાં ભવ્ય લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ વખતે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પણ સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે મેળો યોજાતા બાળકો અને પરિવારજનોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ફ્રી એન્ટ્રી સાથે આકર્ષક રાઇડ્સ અરવિંદ સોનીએ જણાવ્યું હતું કે, આ વર્ષે મુલાકાતીઓ માટે ચાઇનાથી ખાસ મંગાવવામાં આવેલી 'સુનામી' અને 'મિક્સચર' રાઇડ મેળામાં છે. આ ઉપરાંત ભાવનગરમાં પ્રથમ વખત ત્રણ મોટી સાઇઝની 'કોલંબસ', 'બ્રેકડાન્સ', 'જાયન્ટ વ્હીલ', 'સુપર સુપર' અને 'ડ્રેગન ટ્રેન' લાવવામાં આવી છે. નાના બાળકો માટે બોટ, નાની કોલંબસ, મિની ટ્રેન અને જમ્પિંગ રાઇડ્સ ગોઠવવામાં આવી છે. આ લોકમેળો સરકારની તમામ પરમિશન સાથે ભાદરવી અમાસ પછી પણ બે દિવસ સુધી ચાલુ રહેશે. સુરક્ષા માટે કમાન્ડોની ખાસ ટીમ તહેવારો દરમિયાન મુલાકાતીઓની સુરક્ષા અને શાંતિપૂર્ણ માહોલ માટે 40 પર્સનલ સિક્યુરિટી ગાર્ડ, 10 કમાન્ડો અને ખાસ લેડીઝ કમાન્ડોની ટીમ તૈનાત કરવામાં આવી છે. લોકો અહીંથી ખુશ થઈને જાય તેવા તમામ પ્રયાસો કરવામાં આવ્યા છે અને ભવિષ્યમાં પણ આ પરંપરા વધુ ઉત્સાહપૂર્વક આગળ ધપાવવાનું આયોજન છે.
    Click here to Read More
    Previous Article
    ભારતને બદલે ચીન પાસેથી મોંઘી વીજળી ખરીદી રહ્યું છે બાંગ્લાદેશ:બમણી કિંમત ચૂકવી રહ્યા છે, નિર્ણયને લઈને દેશમાં વિરોધ
    Next Article
    કરોડની 'મસ્ટાંગ' કારમાં ફરતા બુટલેગરના પૌત્રએ અકસ્માત સર્જી મારામારી કરી:અમદાવાદ પોલીસે ઝડપી સાન ઠેકાણે લાવી દીધી, 19 વર્ષની ઉંમરમાં આદિત્ય સામે 6 ગુના

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment