Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    એક માસ આંદોલનથી દૂર‎:પેઢીનામાના પ્રશ્ને સાત દિવસમાં ઉકેલની ખાતરી મળતા મહેસૂલી કર્મચારીઓનું આંદોલન સ્થગિત

    1 day ago

    ગુજરાત રાજ્ય મહેસૂલી કર્મચારી મહામંડળ દ્વારા વર્ગ-3ના કર્મચારીઓના પડતર પ્રશ્નો અને વિવિધ માંગણીઓના કાયમી નિરાકરણ માટે રાજ્યના મહેસૂલ મંત્રી સંજયસિંહ મહિડા તેમજ અધિક મુખ્ય સચિવ સાથે ઉચ્ચ સ્તરીય અને પરિણામલક્ષી બેઠક યોજાઈ હતી. ​આશરે 4 કલાક સુધી ચાલેલી આ બેઠકમાં બે જિલ્લાના કલેક્ટર, ઉચ્ચ અધિકારીઓ અને મહેસૂલ વિભાગના તમામ સંબંધિત અધિકારીઓ હાજર રહ્યા હતા. બેઠકમાં કર્મચારીઓની તમામ રજૂઆતો અંગે મુદ્દાસર, વર્તમાન સ્થિતિ અને તથ્ય આધારિત વિસ્તૃત ચર્ચા હાથ ધરવામાં આવી હતી. વિભાગ દ્વારા સત્તાવાર ખાતરી આપવામાં આવી છે કે કર્મચારીઓના તમામ પ્રશ્નોનું મહત્તમ એક મહિનાની સમયમર્યાદામાં નિરાકરણ લાવવામાં આવશે. ​એક મહત્વના નિર્ણય મુજબ, પેઢીનામાના પ્રશ્ન અંગે આગામી 7 દિવસમાં નિરાકરણ લાવવાની વિભાગે ખાતરી આપી છે. આ સમયગાળા દરમિયાન મામલતદાર કક્ષાએથી પેઢીનામાની અરજીઓની પ્રાથમિકતા નક્કી કરવામાં આવશે અને તે મુજબ રેવન્યુ તલાટીઓએ 7 દિવસ સુધી પેઢીનામાની કામગીરી કરવાની રહેશે. સકારાત્મક પ્રતિસાદ અને સમયમર્યાદાની ખાતરીને ધ્યાને રાખીને, મહામંડળના પ્રમુખ જામસંગ પરમાર, મહામંત્રી કૌશિક સોલંકી, ખજાનચી અનિરૂધ્ધસિંહ ચૌહાણ તેમજ હડતાળ કમિટી દ્વારા સર્વસંમતિથી હાલના આંદોલનાત્મક કાર્યક્રમોને એક મહિના પૂરતા મોકૂફ રાખવાનો નિર્ણય લેવાયો છે. ​ એક માસ આંદોલનથી દૂર‎ સાબરકાંઠા મહેસુલી કર્મચારી મંડળના પ્રમુખ યુનિક પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, સાબરકાંઠાના તમામ કર્મચારીઓ મહામંડળના દરેક નિર્ણય સાથે મજબૂતાઈથી જોડાયેલા છે. જિલ્લાના 350 કર્મચારીઓ મહામંડળના નિર્ણય પ્રમાણે આગામી એક માસ માટે આંદોલનથી દૂર રહેશે..
    Click here to Read More
    Previous Article
    ગડકરી બોલ્યા- તમામ રાજ્યો બાઇક ટેક્સીને મંજૂરી આપે:8 કરોડ રોજગાર મળશે; ટ્રાફિક નિયમો તોડવા પર ડ્રાઇવિંગ લાઇસન્સ સસ્પેન્ડ-રદ થશે
    Next Article
    "Maybe England Do The Same": Jos Buttler's Blockbuster Reaction On PCB's 'Fielding Coach' LinkedIn Post

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment