Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાવનગરમાં લોકમેળાની ધૂમ:​'સુનામી' અને 'મિક્સચર' રાઇડ ભાવનગરમાં પહેલીવાર, બાળકોથી લઈ મોટાઓ માટે વિશેષ આયોજન

    10 hours ago

    ફ્રી એન્ટ્રી સાથે આકર્ષક રાઇડ્સ અને કડક સુરક્ષા વ્યવસ્થા છેલ્લા 44 વર્ષથી મેળાના ધંધા સાથે સંકળાયેલા અને ભાવનગરમાં વિતેલા 12 વર્ષથી લોકમેળાની પરંપરા શરૂ કરનાર અરવિંદભાઈ સોની દ્વારા આ વર્ષે પણ ભવ્ય લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે, આ વખતે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પણ સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે મેળો યોજાયો છે, જેનાથી બાળકો અને પરિવારજનોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ચાઇનાથી લાવેલી નવીન રાઇડ્સ બનશે આકર્ષણનું કેન્દ્ર આ અંગે મેળાના આયોજક અરવિંદ સોનીએ જણાવ્યું હતું કે, મેળામાં આવતા મુલાકાતીઓ માટે આ વર્ષે ખાસ રાઇડ્સ લાવવામાં આવી છે જેમાં ચાઇનાથી ખાસ મંગાવવામાં આવેલી 'સુનામી' અને 'મિક્સચર' રાઇડ, આ ઉપરાંત ભાવનગરમાં પ્રથમ વખત ત્રણ મોટી સાઇઝની 'કોલંબસ', 'બ્રેકડાન્સ', 'જાયન્ટ વ્હીલ', 'સુપર સુપર' અને 'ડ્રેગન ટ્રેન', નાના બાળકો માટે બોટ, નાની કોલંબસ, મિની ટ્રેન અને જમ્પિંગ રાઇડ્સ., આ લોકમેળો સરકારની જરૂરી તમામ પરમિશન સાથે ભાદરવી અમાસ પછી પણ બે દિવસ સુધી ચાલુ રહેશે.. લોકો અહીંથી ખુશ થઈને જાય તેવા તમામ પ્રયાસો સાતમ, આઠમ અને નોમના તહેવારો દરમ્યાન મુલાકાતીઓની સુરક્ષા અને શાંતિપૂર્ણ માહોલ માટે 40 પર્સનલ સિક્યુરિટી ગાર્ડ, 10 કમાન્ડો અને ખાસ લેડીઝ કમાન્ડોની ટીમ તૈનાત કરવામાં આવી છે, આયોજક અરવિંદભાઈ સોનીએ જણાવ્યું હતું કે, લોકો અહીંથી ખુશ થઈને જાય તેવા તમામ પ્રયાસો કરવામાં આવ્યા છે અને ભવિષ્યમાં પણ આ પરંપરા વધુ ઉત્સાહપૂર્વક આગળ ધપાવવાની ઈચ્છા છે..
    Click here to Read More
    Previous Article
    Remixpoint Dumps Altcoins as It Shifts Crypto Strategy Towards Bitcoin
    Next Article
    ‘કલેક્ટર છું’ કહીને હોટલમાં ખાધું ભોજન, બિલ ન આપ્યું:ઇન્દોરમાં પકડાયો ગુજરાતનો નકલી IAS; કાર અને ઘર પર પણ લગાવી હતી નેમપ્લેટ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment