Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કુખ્યાત બુટલેગર કિશોર લંગડાના પૌત્ર આદિત્યસિંહ રાઠોડે ફરી વિવાદમાં:ગિરીશ કોલ્ડ્રીંક્સ પાસે રોંગ સાઇડમાં મોંઘીદાટ કાર હંકારીને કારચાલક સાથે માર મારીને ધમકી આપી, પોલીસે અટકાયત કરી

    8 hours ago

    અમદાવાદ શહેરના પોશ વિસ્તાર ગણાતા નવરંગપુરામાં જાણીતા કુખ્યાત બુટલેગર કિશોર લંગડાના પૌત્ર આદિત્યસિંહ રાઠોડે ફરી એક વખત કાયદો હાથમાં લઈને આતંક મચાવ્યો છે. પોતાના દાદાના ગુનાહિત રસ્તે ચાલી રહેલા આદિત્યસિંહે રોંગ સાઇડમાં પૂરપાટ ઝડપે પોતાની મોંઘીદાટ કાર હંકારી અન્ય એક કાર સાથે ધડાકાભેર અથડાવી હતી. અકસ્માત સર્જ્યા બાદ ભૂલ સ્વીકારવાને બદલે તેણે નિર્દોષ કારચાલક યુવક સાથે ઉગ્ર બોલાચાલી કરી લાફા-ફેંટનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ ચકચારી બનાવ સંદર્ભે ભોગ બનનાર યુવકની ફરિયાદના આધારે નવરંગપુરા પોલીસે ગુનો દાખલ કરી લક્ઝુરિયસ કાર કબ્જે લઈને આરોપી આદિત્ય રાઠોડની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સીજી રોડ પર રોંગ સાઇડમાં કાર લાવી સામેથી ટક્કર મારી ઘટનાની વિગતો અનુસાર, નારણપુરા સ્થિત ગણેશ એપાર્ટમેન્ટમાં રહેતા 22 વર્ષીય જય દિનેશભાઈ દેસાઈ પોતાની કાર લઈને નવરંગપુરા સીજી રોડ પર આવેલા ગિરીશ કોલ્ડ ડ્રિંક્સ ચાર રસ્તા પાસેથી પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન સામેથી અત્યંત પૂરઝડપે અને ટ્રાફિક નિયમોના ધજાગરા ઉડાવી રોંગ સાઇડમાં આવી રહેલી એક મોંઘીદાટ કારના ચાલકે જયભાઈની ગાડી સાથે જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત થતાં જ જયભાઈ કંઈ સમજે તે પહેલાં સામેની કારમાંથી કુખ્યાત બુટલેગર કિશોર લંગડાનો પૌત્ર આદિત્યસિંહ રાઠોડ નીચે ઉતર્યો હતો અને દાદાગીરી શરૂ કરી હતી. જાહેરમાં ગાળાગાળી કરી માર માર્યો અને ધમકી આપી ગાડી અથડાયા બાદ પોતાની ભૂલ કબૂલ કરવાને બદલે આદિત્યસિંહે જયભાઈ સાથે ઉગ્ર ઝઘડો કરી બિભત્સ ગાળાગાળી શરૂ કરી દીધી હતી. વાત આટલેથી ન અટકતાં તેણે જાહેરમાં ઝપાઝપી કરીને જયભાઈને મોઢા પર ઉપરાઉપરી લાફા તેમજ ફેંટ મારી ગંભીર ઇજા પહોંચાડી હતી. આ સાથે જ તેણે જો પોલીસ ફરિયાદ કરીશ તો જાનથી મારી નાખીશ તેવી ખુલ્લેઆમ ધમકી પણ આપી હતી. ઘટનાને પગલે આસપાસના લોકો એકઠા થઈ જતાં પોલીસને જાણ કરવામાં આવી હતી. નવરંગપુરા પોલીસ કાફલાએ તાત્કાલિક સ્થળ પર પહોંચી આરોપી આદિત્ય રાઠોડની ગાડી જપ્ત કરી તેની ધરપકડ કરી લીધી હતી. જીએલએસ તોડફોડથી લઈ હત્યા સમાન અકસ્માતોનો જૂનો ગુનાહિત ઇતિહાસ આદિત્યસિંહ રાઠોડ સામે અગાઉ પણ ગંભીર ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે. તેણે અગાઉ લૉ ગાર્ડન પાસે આવેલી જાણીતી GLS કોલેજ બહાર વિદ્યાર્થીઓને ભયભીત કરી ઘાતક હથિયાર સાથે થાર ગાડીમાં વ્યાપક તોડફોડ કરી આતંક મચાવ્યો હતો. આ ઉપરાંત રાજકોટમાં જાહેર માર્ગો પર કારમાં જોખમી સ્ટંટબાજી કરી હથિયારો સાથે વીડિયો વાયરલ કરવા બદલ પણ તેની સામે ગુનો નોંધાયો હતો. એટલું જ નહીં, સગીર વયનો હતો ત્યારે તેણે શાહીબાગ વિસ્તારમાં બેફામ ગતિએ કાર હંકારીને નિર્દોષ રાહદારીને અડફેટે લઈ જીવ લીધો હતો. ગંભીર ગુનાઓ છતાં કડક સજાના અભાવે પોલીસ કામગીરી પર ઉઠ્યા સવાલો સગીર વયથી લઈને અત્યાર સુધી સતત અકસ્માતો, જાહેરમાં મારામારી, જીવલેણ હુમલા અને તોડફોડ જેવા ગંભીર ગુનાઓ આચરવા છતાં આદિત્ય રાઠોડ સામે પોલીસ દ્વારા દાખલારૂપ અને કડક કાનૂની કાર્યવાહી કરવામાં ન આવતી હોવાના ગંભીર આક્ષેપો થઈ રહ્યા છે. શહેરના કુખ્યાત બુટલેગર પરિવાર સાથે સંકળાયેલો હોવાથી પોલીસ તંત્ર તેની સામે ઢીલું વલણ દાખવી રહ્યું હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. વારંવાર કાયદાની ઐસીતૈસી કરનારા આ ગુનેગાર સામે હવે નવરંગપુરા પોલીસ પાસા સહિતની કડક કાર્યવાહી કરે છે કે કેમ તે જોવું રહ્યું.
    Click here to Read More
    Previous Article
    ગુરુવારનું રાશિફળ:તુલા અને મીન રાશિ માટે ગ્રહ સ્થિતિ ફળદાયી રહેશે, સફળતા મળી શકે છે, ધન જાતકોએ ઈગો ન રાખવો
    Next Article
    ‘મિસ્ટર નટવરલાલ’ સ્ટાઇલમાં ઠગાઈ કરતો શાતિર ઝડપાયો:બેંક કર્મચારીનો સ્વાંગ રચી રિક્ષા-ટેમ્પો ચાલકોને બનાવતો નિશાન, 31 શહેરોમાં 82 છેતરપિંડીની કબૂલાત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment