Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પીવાનું શુદ્ધપાણી રોડ પર નદીની જેમ વહ્યું:વડોદરાના ભાયલી કેનાલ રોડ પર પાણીની લાઈનમાં ભંગાણ, હજારો લીટર પાણીનો વેડફાટ

    14 hours ago

    વડોદરા શહેરના ભાયલી કેનાલ રોડ ઉપર પીવાના પાણીની મુખ્ય લાઇનમાં અચાનક મોટું ભંગાણ સર્જાતાં હજારો લીટર પીવાનું ચોખ્ખું પાણી રસ્તા પર વહી જઈને વેડફાયું હતું. ભાયલી વિસ્તારમાં બનેલી આ ઘટનાને કારણે આસપાસના રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા. જેના કારણે વાહનચાલકો તેમજ રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. પાણીના વેડફાટની સમસ્યા રોજિંદી બની સ્થાનિક રહીશો દ્વારા તંત્રને તાત્કાલિક જાણ કરવામાં આવી હોવા છતાં, સમારકામની કામગીરી સમયસર શરૂ ન થતાં પાણીનો વેડફાટ સતત ચાલુ રહ્યો હતો. શહેરમાં પીવાના પાણીની લાઈનોમાં ભંગાણ સર્જાવવાની અને લાઈક-લીકેજની ઘટનાઓ હવે રોજિંદી બની ગઈ છે. વડોદરા મહાનગરપાલિકા દ્વારા સ્માર્ટ સિટીના નામે મોટી મોટી વાતો કરવામાં આવે છે, પરંતુ વાસ્તવિકતા એ છે કે પાઈપલાઈન નેટવર્કની નબળી જાળવણી અને હલકી ગુણવત્તાના કામના કારણે અવારનવાર લાઈનો તૂટી જાય છે. પરિણામે દરરોજ હજારો લીટર શુદ્ધ પાણી ગટરોમાં અથવા રસ્તાઓ પર વહી જાય છે. એક તરફ પાણી નથી મળતું, બીજી તરફ વેડફાટ એક તરફ વડોદરાના કેટલાક વિસ્તારોમાં ખાસ કરીને ઉનાળાની ઋતુમાં તેમજ સામાન્ય દિવસોમાં પણ પૂરતા પ્રેશરથી પાણી નથી મળતું અથવા ઓછું પાણી મળવાની વ્યાપક ફરિયાદો ઉઠતી હોય છે, ત્યારે બીજી તરફ પાઈપલાઈનના ભંગાણને કારણે આ રીતે પાણીનો બેફામ વેડફાટ થઈ રહ્યો છે. તંત્રની આ ઘોર બેદરકારી અને આયોજનના અભાવને કારણે શહેરના જાગૃત નાગરિકો અને સ્થાનિક રહીશોમાં ભારે રોષ અને અસંતોષની લાગણી વ્યાપી ગઈ છે. કાયમી ઉકેલ લવાય તેવી માંગ સ્થાનિક લોકોનું કહેવું છે કે મહાનગરપાલિકા દ્વારા યોગ્ય પ્રિ-મોન્સૂન અથવા નિયમિત જાળવણી (મેન્ટેનન્સ) કરવામાં આવતી નથી. વારંવાર રજૂઆતો કરવા છતાં માત્ર થીંગડા મારવાની કામગીરી કરવામાં આવે છે, જેના કારણે થોડા જ દિવસોમાં ફરી એ જ જગ્યાએ અથવા નજીકના વિસ્તારમાં પાઈપલાઈન ફાટી જવાની સમસ્યા સર્જાય છે. લોકો માંગ કરી રહ્યા છે કે તંત્ર દ્વારા પીવાના પાણીનો વેડફાટ અટકાવવા માટે મજબૂત અને કાયમી ઉકેલ લાવવામાં આવે અને જે તે બેદરકાર અધિકારીઓ સામે કડક પગલાં ભરવામાં આવે.
    Click here to Read More
    Previous Article
    મોરબીમાં જન્માષ્ટમી શોભાયાત્રાના રૂટ પર મહાનગરપાલિકાએ RCC પેચવર્ક શરૂ કર્યું:જડેશ્વર મંદિરથી નગર દરવાજા સુધી રસ્તો મરામત થતાં આયોજકોને રાહત
    Next Article
    અંબાજી મેળાને પ્લાસ્ટિક મુક્ત બનાવવા HNGUના NSS વિભાગનો પ્રયાસ:350 થી વધુ કેમ્પો અને પદયાત્રીઓ માટે સેલિબ્રિટીના વીડિયો સંદેશ તૈયાર કરાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment