Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભુજ કોર્ટ પરિસરમાં યુવક પર જીવલેણ હુમલો:જૂની અદાવતમાં આરોપીએ યુવક પર છરીથી હુમલો કર્યો, પોલીસની હાજરી વચ્ચે ઘટના બનતા ચકચાર

    6 hours ago

    કચ્છના ભુજ શહેરની સેશન્સ કોર્ટના પરિસરમાં છરી વડે હુમલાની ઘટના બની છે. જૂની અદાવતને કારણે એક યુવક પર હુમલો કરવામાં આવ્યો હતો. હુમલાખોરે યુવકના પેટના ભાગે છરીનો ઘા મારતા તે ગંભીર રીતે ઘાયલ થયો હતો. મળતી માહિતી મુજબ, આજે ભુજ સેશન્સ કોર્ટ પરિસરમાં યુવક અને હુમલાખોર વચ્ચે જૂની અદાવતને લઈને બોલાચાલી થઈ હતી. મામલો ગંભીર બનતા હુમલાખોરે અચાનક છરી કાઢી યુવક પર હુમલો કર્યો. યુવકના પેટમાં છરી વાગતા તે લોહીલુહાણ હાલતમાં જમીન પર ઢળી પડ્યો હતો. આ ઘટનાથી કોર્ટ પરિસરમાં હાજર લોકોમાં નાસભાગ મચી ગઈ હતી. આ હુમલો DySP અને PI સહિતના પોલીસ અધિકારીઓ તથા કર્મચારીઓની હાજરીમાં થયો હતો. પોલીસની નજર સામે બનેલી આ ઘટનાથી સુરક્ષા વ્યવસ્થા પર સવાલો ઊભા થયા છે. જોકે, ઘટનાની જાણ થતાં જ હાજર પોલીસ અધિકારીઓએ સમયસૂચકતા વાપરી ઘાયલ યુવકને તરત સારવાર માટે હોસ્પિટલ પહોંચાડ્યો હતો. બીજી તરફ, પોલીસે હુમલાખોર સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. હુમલા પાછળનું ચોક્કસ કારણ, બંને પક્ષો વચ્ચે અગાઉનો કોઈ વિવાદ અને હુમલામાં અન્ય કોઈની સંડોવણી છે કે કેમ તે સહિતના મુદ્દાઓ પર તપાસ ચાલી રહી છે. કોર્ટ પરિસર જેવા સુરક્ષિત સ્થળે પોલીસ અધિકારીઓની હાજરી વચ્ચે થયેલા આ હુમલાની ઘટનાએ ભુજમાં ચર્ચા જગાવી છે. સમગ્ર મામલે પોલીસની તપાસ પછી વધુ વિગતો બહાર આવે તેવી શક્યતા છે.
    Click here to Read More
    Previous Article
    સગીરાના અપહરણ-દુષ્કર્મના ગુનામાં આરોપીને 20 વર્ષની કેદ:પીડિતાને 4 લાખનું વળતર ચૂકવવા સ્પે.પોક્સો કોર્ટનો આદેશ, ગાંધીનગરના એપોલો સર્કલથી સગીરાનું અપહરણ કર્યું હતું
    Next Article
    8 લાખના પારણામાં ઝૂલશે 'નંદલાલા':આ જન્માષ્ટમીએ ચાંદીના પારણાની ખરીદીનો ક્રેઝ, 11 ગ્રામથી લઈ 2 કિલો સુધીના અવનવા પારણા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment