Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    શ્રાવણમાસમાં સંતવાણી:શોર્ટકટથી મળેલી સફળતા ટૂંકા સમયમાં પૂરી થાય છે: સાધુ પ્રેમવત્સલદાસજી

    6 hours ago

    શ્રી સ્વામિનારાયણ મંદિર, કુમકુમ, મણિનગરના મોટીવેશનલ સ્પીકર સાધુ પ્રેમવત્સલદાસજીએ પવિત્ર શ્રાવણમાસમાં સંતવાણી દરમિયાન જણાવ્યું હતું કે, શોર્ટકટથી મેળવેલી સફળતા ટૂંકા સમયમાં જ પૂરી થઈ જાય છે. તેમણે કહ્યું કે આજના સમયમાં લોકોને બધું 'ઇન્સ્ટન્ટ' જોઈએ છે. એક મિનિટમાં દુનિયાના સમાચાર, દસ મિનિટમાં કરિયાણાની ડિલિવરી અને રાતોરાત અમીર કે સફળ બની જવું છે. પરંતુ એક કવિએ સાચું કહ્યું છે કે, "જે રાતોરાત મશહૂર થાય છે, તે જલ્દી જ દુનિયાથી દૂર પણ થાય છે." સાધુ પ્રેમવત્સલદાસજીએ યુવાનોને ચેતવ્યા કે તેઓ ઓનલાઈન ગેમિંગ, સટ્ટો કે શોર્ટકટ પાછળ દોડીને પોતાની જિંદગી બગાડી રહ્યા છે. તેમને લાગે છે કે મહેનત વગર બધું મળી જાય. તેમણે ઉદાહરણ આપ્યું કે, જે પાક ત્રણ મહિનામાં તૈયાર થાય છે તેની આયુષ્ય ઓછી હોય છે, જ્યારે આંબો મોટો થતાં વર્ષો લે છે પણ તે પેઢીઓ સુધી કેરીઓ આપે છે. શોર્ટકટથી મળેલી સફળતા જેટલી ઝડપથી આવે છે, તેટલી જ ઝડપથી જતી પણ રહે છે. તેમણે ભારપૂર્વક કહ્યું કે આપણા શાસ્ત્રો આપણને ધીરજ અને તપ શીખવે છે. શ્રી સ્વામિનારાયણ ભગવાનને દાદાખાચરે પોતાના ઘરે 28 વર્ષ રાખ્યા, ત્યારે તેમનું નામ અમર થયું. વચનામૃત ગ્રંથ આપણને નિયમ અને નિશ્ચયમાં ધીમે ધીમે દ્રઢ થવાનું શીખવે છે. પ્રગતિનો કોઈ શોર્ટકટ નથી હોતો, પ્રક્રિયાનો આનંદ લેવો જોઈએ. સાધુ પ્રેમવત્સલદાસજીએ યાદ અપાવ્યું કે, "ધીરજના ફળ હંમેશા મીઠા હોય છે." રાતોરાત સફળ થવાના સપના છોડીને રોજ નાની નાની મહેનત કરવાથી સાચી અને ટકવાવાળી સફળતા મળે છે, પરંતુ તેમાં સમય લાગે છે. ભગવાનને રાજી કરવા માટે પણ રોજ ભક્તિ કરવી પડે છે, તો જ તેઓ પ્રસન્ન થાય છે અને અંતે શ્રી સ્વામિનારાયણ ભગવાનના દિવ્ય અક્ષરધામની પ્રાપ્તિ થાય છે.
    Click here to Read More
    Previous Article
    હોટફિક્સના કચરામાં આગ લાગવાના ફાયર વિભાગને 60 કલાકમાં 13 કોલ:હીરાબાગ ફ્લાયઓવરના બેરિંગ બળતા 10 લાખનું નુકસાન, બીજી ઘટનામાં બે કાર ખાખ
    Next Article
    અમિત શાહનો ગુજરાત પ્રવાસ મુલતવી:3 થી 5 સપ્ટેમ્બર દરમિયાન અલગ અલગ કાર્યક્રમો આયોજીત હતા, નવી તારીખ આગામી દિવસોમાં જાહેર કરાશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment