Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણના શ્રી સરસ્વતી શિશુ મંદિરમાં કૃષ્ણ ઉત્સવ ઉજવાયો:બાળકોએ મટકી ફોડ અને રાસ-ગરબા સાથે જન્માષ્ટમી પર્વની ઉજવણી કરી

    13 hours ago

    પાટણના શ્રી સરસ્વતી શિશુ મંદિરમાં પ્રાથમિક વિભાગના બાળકો દ્વારા જન્માષ્ટમી પર્વની ઉજવણી કરવામાં આવી હતી. શાળાના મેદાનમાં આ ઉત્સવની શરૂઆત ભારતીય સંસ્કૃતિ અને તહેવારોના મહત્વ વિશે સમજ આપીને કરાઈ હતી. કાર્યક્રમમાં શિક્ષકોએ ભગવાન શ્રીકૃષ્ણની બાળલીલાઓની રસપ્રદ વાર્તાઓ કહી હતી. ત્યારબાદ પૂજા-આરતી કરવામાં આવી હતી. ઉપસ્થિત સૌએ ભક્તિભાવથી શ્રીજીની આરતી ઉતારી હતી અને પ્રસાદનું વિતરણ કરાયું હતું. આ ઉજવણીમાં ધોરણ ૬ ની બાળાઓએ નૃત્ય રજૂ કર્યું હતું. ધોરણ ૮ ના વિદ્યાર્થીઓએ મટકી ફોડ કાર્યક્રમ યોજ્યો હતો. આ દરમિયાન સમગ્ર પરિસરમાં 'હાથી ઘોડા પાલખી, જય કનૈયા લાલ કી' ના નારા ગુંજી ઉઠ્યા હતા. કાર્યક્રમના અંતમાં વિદ્યાર્થીઓ, શાળાના આચાર્ય અને શિક્ષકોએ સાથે મળીને પરંપરાગત રાસ-ગરબા કર્યા હતા. સૌ કૃષ્ણ ભક્તિમાં લીન થઈ આ પર્વની ઉજવણી કરી હતી.
    Click here to Read More
    Previous Article
    વરાછાનો વેબ ડેવલપર સાયબર માફિયાઓની જાળમાં ફસાયો:બોગસ વેબસાઈટ પર રજિસ્ટ્રેશન કરાવી 22 ટ્રાન્ઝેક્શનથી 26 લાખ ગુમાવ્યા, ઊંચા વળતરની લાલચ આપી હતી
    Next Article
    રાજ્ય સરકારે તેના પર મારી મંજૂરીની મહોર:મનપા 14 હજાર કરોડની જમીનનો અમુક હિસ્સો બિલ્ડરને વેચી ગરીબ પરિવાર માટે 15 હજારથી વધુ આવાસ બનાવશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment