Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વેરાવળની દર્શન શાળામાં જન્માષ્ટમીની ધામધૂમથી ઉજવણી:વિદ્યાર્થીઓ રાધા-કૃષ્ણ બન્યા, મટકી ફોડ અને રાસ-ગરબાનું આયોજન કરાયું

    13 hours ago

    વેરાવળની દર્શન અને ન્યુ દર્શન પ્રાથમિક શાળામાં કૃષ્ણ જન્માષ્ટમીની ઉજવણી ધામધૂમથી કરવામાં આવી હતી. આ પ્રસંગે શાળાનું વાતાવરણ ગોકુળ-વૃંદાવન જેવું બની ગયું હતું. વિદ્યાર્થીઓ રાધા અને કૃષ્ણના વેશમાં સજ્જ થઈને આવ્યા હતા. ન્યુ દર્શન શાળામાં બાલવાટિકાના સિદ્ધપુરા વેદાંશી, ડાલકી કૃતિકા, કુહાડા પવિત્રા, ચૌહાણ દ્રિષ્ટિ અને ભેંસલા શ્રેયાંશ રાધા-કૃષ્ણ બન્યા હતા. L.K.G. માં યશશ્વી પ્રસાદ અને દીપ પદવાણીએ પણ ભાગ લીધો હતો. H.K.G. માં રાવત દ્રિશાની અને પરમાર દ્વિતિએ રાધા અને કૃષ્ણનો વેશ ધારણ કર્યો હતો. દર્શન પ્રાથમિક શાળાના ધોરણ 1 માં ભવ્ય કટારીયા અને રીયા કંડોરીયાએ કૃષ્ણનો વેશ ધારણ કર્યો હતો. ધોરણ 2 માં પરમાર આરાધ્યા અને જેઠવા દિવ્યાંશુ, ધોરણ 3 માં ફોફંડી પરી અને મોજપરા પ્રિયાંક, તથા ધોરણ 4 માં આર્યા ચંદવાણીયા અને જયદેવ છગ પણ કૃષ્ણ બન્યા હતા. શાળામાં મટકી ફોડનો કાર્યક્રમ યોજાયો હતો. વિદ્યાર્થીનીઓએ રાસ-ગરબા રજૂ કર્યા હતા અને વિશેષ આરતીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. તમામ બાળકોએ આ પવિત્ર પર્વની ઉજવણીમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. દર્શન શાળાના આચાર્યએ બાળકોને ભગવાન શ્રીકૃષ્ણ વિશે ધાર્મિક પ્રવચન આપ્યું હતું. શાળાના પ્રમુખ શ્રી વિઠલાણી સાહેબે આ કાર્યક્રમને સફળ બનાવવા બદલ આચાર્ય અને તમામ સ્ટાફનો આભાર માન્યો હતો.
    Click here to Read More
    Previous Article
    અમદાવાદથી 'ઈઝી કનેક્ટ' ફ્લાઈટ શરૂ:ગુજરાતના મુસાફરોને 26 ઈન્ટરનેશનલ સ્થળોની સીધી કનેક્ટિવિટી, દિલ્હીથી બેગેજ ચેક-ઈન કે ટર્મિનલ ચેન્જની ઝંઝટમાંથી મુક્તિ
    Next Article
    રાજકોટ એરપોર્ટ પરથી ઓગસ્ટમાં 87 હજાર મુસાફરોની ઉડાન:એર ઇન્ડિયાની દિલ્હી-મુંબઈની ફ્લાઈટ ફરી શરૂ, જન્માષ્ટમી - દિવાળીમાં મુસાફરોનો ધસારો વધશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment