Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરત સિવિલમાં ડો. હર્ષના આપઘાત બાદ ફરી રેગિંગની ઘટના:સર્જરી વિભાગના જુનિયર રેસિડેન્ટની ફરિયાદ, ઈન્ચાર્જ ડીને કહ્યું- 'એન્ટી રેગિંગ કમિટી સમક્ષ કમ્પલેઈનનું નિરાકરણ થયું'

    17 hours ago

    સુરત સિવિલમાં રેગિંગના કારણે ડો. હર્ષ પંડ્યાના આપઘાતના 25 દિવસમાં જ ફરી રેગિંગની ફરિયાદ ઉઠી છે. સર્જરી વિભાગમાંથી 27 ઓગસ્ટે રેગિંગ બાબતે નનામી અરજી કરવામાં આવી. તપાસ કરતા એક જુનિયર રેસિડેન્ટે અરજી કર્યાનું ખૂલ્યું. એન્ટી રેગિંગ કમિટી સમક્ષ તમામ વિદ્યાર્થીઓના નિવેદન લેવામાં આવ્યા. સરકારી મેડિકલ કોલેજના ડીને કહ્યું- વિદ્યાર્થીને જે તકલીફો હતી તે બાબતે કમિટી સમક્ષ નિરાકરણ થઈ ગયું છે. નનામી પત્રમાં રેગિંગ અને માનસિક ત્રાસના આક્ષેપ મેડિકલ કોલેજના ઈન્ચાર્જ ડીન ડો. નિમેશ વર્માએ કહ્યું કે, 27 ઓગસ્ટે તબીબી અધીક્ષકને એક બંધ કવરમાં નનામી અરજી મળી હતી. જેમાં સર્જરી વિભાગના કોઈ રેસિડેન્ટ ડોક્ટર તરફથી એને વિભાગમાં થતાં રેગિંગ અને અન્ય ત્રાસની ફરિયાદો હતી. જેને ગંભીરતાથી લઈને વિભાગ તરફથી ખુલાસો માંગવામાં આવ્યો હતો. એન્ટી રેગિંગ કમિટી અને સ્ક્વોડને પણ એક્ટિવેટ કરવામાં આવ્યા હતા. જુનિયર ડૉક્ટરને કામના કલાકો, સિનિયરો દ્વારા યોગ્ય માર્ગદર્શન અને શિક્ષણ મળશે કે નહીં તેમજ જરૂરી કામ શીખવા મળશે કે કેમ તે અંગે ભારે ચિંતા અને એંઝાઈટી અનુભવાતી હતી. જોકે, પાછળથી તેમણે સ્પષ્ટતા કરતા જણાવ્યું કે આ બાબત મામૂલી હતી; મુખ્ય મુદ્દો એ હતો કે કેટલીકવાર વીકલી ડે ઓફ મળતી નહોતો અને ઘણીવાર તેનો રજાનો દિવસ જ ઓપરેશન થિયેટર (OT) વાળા દિવસે આવતો હોવાથી તેઓ તે દિવસે રજા લેવા માગતા નહોતા. 'એન્ટી રેગિંગ કમિટી સમક્ષ કમ્પલેઈનનું નિરાકરણ થઈ ગયું' 'વિભાગ તરફથી બધા રેસિડેન્ટની પૂછપરછ કરવામાં આવી હતી. તેમાંથી એક રેસિડેન્ટને થોડી તકલીફ હતી, તેને વિભાગના પીજી ટીચર અને અન્ય ટીચરો સાથે મળીને એની જે મુશ્કેલીઓ હતી એની ચર્ચા કરી હતી, એનું નિરાકરણ થયું હતું. મોડી રાત સુધી બેઠકોનો દોર ચાલ્યો હતો 'જે તે સમયે પ્રશાસનના અધિકારીઓએ આ મામલો ગંભીરતાથી લઈ સાંજે 4 વાગ્યાથી મોડી રાત્રે 1 વાગ્યા સુધી તપાસ કરી હતી, તેમજ પોલીસ અધિકારી અને મામલતદારની હાજરીમાં રચાયેલી એન્ટી-રેગિંગ કમિટી સમક્ષ વિદ્યાર્થીની તમામ સમસ્યાઓનું નિવારણ લાવી તેને પૂર્ણ સંતોષ થાય તે રીતે કામગીરી કરી હતી. જોકે, આવી ફરિયાદો આ સ્તરે પહોંચે તેના કરતાં વિદ્યાર્થીઓ રોજેરોજ પોતાના શિક્ષકો, વિભાગીય વડા કે જરૂર પડે સંસ્થાના વડાને રૂબરૂ મળીને પોતાની રજૂઆત કરે, તો આવી તકલીફોને શરૂઆતમાં જ ડામી શકાય છે.' રેગિંગ નથી થયું તેવું રાગડો તાણીને ભીનું સંકેલવાનો પ્રયાસ હંમેશાની જેમ પોતાની ચામડી બચાવવામાં માહેર તંત્રએ લાંબી બેઠકો બાદ રેગિંગ નથી થયું તેવું રાગડો તાણીને કાગળ પર ભીનું સંકેલવાનો હીન પ્રયાસ શરૂ કરી દીધો છે. તંત્રનો દાવો છે કે આ માત્ર ડ્યૂટી ફાળવણીનો પ્રશ્ન છે! પરંતુ સવાલ એ ઊઠે છે કે, જો બધું બરાબર જ છે તો જુનિયર ડોક્ટરને નનામી ચિઠ્ઠી લખવાની નોબત કેમ આવી? શું ડોક્ટરોને એટલો ડર છે કે તેઓ નામ જાહેર કરશે તો તેમનું કરિયર બરબાદ કરી દેવાશે? સિવિલમાં સિનિયરોનો માનસિક ત્રાસ એટલી હદે વકરી ગયો છે કે જુનિયરો ખુલ્લેઆમ બોલતા પણ ફફડી રહ્યા છે. જો ઉચ્ચ કક્ષાએથી આ મામલે તટસ્થ તપાસ કરવામાં નહીં આવે, તો સિવિલ હોસ્પિટલમાંથી વધુ એક ડૉ. હર્ષ પંડ્યાની લાશ નીકળે તો નવાઈ નહીં! આ પણ વાંચો દરવાજો તોડ્યો ને સુરત સિવિલના રેસિડેન્ટ ડોક્ટર પંખે લટકતા મળ્યા સુરતની નવી સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં 9 ઑગસ્ટે સિવિલ કેમ્પસના બોય્ઝ પીજી હોસ્ટેલમાં રહેતા મૂળ મોડાસાના 30 વર્ષીય રેસિડેન્ટ તબીબ ડૉ. હર્ષ પંડ્યાએ રૂમમાં પંખા સાથે દોરી બાંધી ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. (વાંચો સંપૂર્ણ સમાચાર) આ પણ વાંચો:મહિલા ડૉક્ટરોએ રેગિંગ કરી ગાળો ભાંડી, લાગી આવતાં ડૉ.હર્ષનો આપઘાત કર્યું હતું
    Click here to Read More
    Previous Article
    Indian Woman Shares Her 11 PM Walking Experience In Japan, Calls It A "Very Big Deal"
    Next Article
    ટ્રેનમાં ચડવા જતાં મોત દેખાયું, CCTV:અમદાવાદમાં પાર્કિંગની નવી સુવિધા, બેરિયર ઓટોમેટિક અનલોક થશે, સુરતમાં આઠમા ધોરણના વિદ્યાર્થીએ ફાંસો ખાધો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment