Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પ્રેમજાળમાં ફસાવી મહિલા પર દુષ્કર્મ:વડોદરામાં લગ્નની લાલચ આપી પરિણિત યુવકે મહિલા સાથે આચર્યું દુષ્કર્મ આચર્યું, આરોપીની કરી ધરપકડ

    14 hours ago

    વડોદરા શહેરના તાંદલજા વિસ્તારમાં રહેતી એક મહિલાને લગ્નની લાલચ આપીને પરણિત યુવકે દુષ્કર્મ આચર્યું હતું. આ મામલે જે પી રોડ પોલીસે દુષ્કર્મનો ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે અને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. વડોદરાની પીડિત મહિલા અને આરોપી નૂર હસન પઠાણ (ઉંમર 37 વર્ષ, રહે. ગોરવા, વડોદરા) આશરે 10 વર્ષ પહેલાં એકબીજાના સંપર્કમાં આવ્યા હતા. ત્યારબાદ બંનેના અન્ય જગ્યાએ લગ્ન થતાં સંપર્ક તૂટી ગયો હતો. ત્યારબાદ મહિલાના છૂટાછેડા થઈ ગયા હતા. વર્ષ 2024માં આરોપીએ પાર્લરના કામ અર્થે ફરીથી મહિલાનો સંપર્ક સાધ્યો હતો. અગાઉથી પરણિત અને 3 સંતાનોના પિતા એવા આરોપી નૂર હસને મહિલાને પોતાની પત્ની તરીકે સ્વીકારવાની અને સમાજમાં નામ આપવાની લાલચ આપી હતી. તેણે મહિલા સાથે સમજૂતી કરાર પણ કર્યા હતા અને પ્રેમજાળમાં ફસાવી છેલ્લા ત્રણ વર્ષથી શારીરિક સંબંધો બાંધ્યા હતા. ત્યારબાદ આધાર કાર્ડમાં નામ બદલવાની અને પત્ની તરીકેના હક્ક માંગવાની વાત આવતાં જ આરોપીએ મહિલાને ઓળખવાનો ઇનકાર કરી દીધો હતો. આ બાબતે બંને વચ્ચે સમાધાનના પ્રયાસો નિષ્ફળ જતાં આખરે પીડિત મહિલાએ જે પી રોડ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.પોલીસે ગુનો નોંધી આરોપી નૂર હસન પઠાણની ધરપકડ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    આધેડ ટ્રેનની સાથે ઢસડાયા, માંડ-માંડ જીવ બચ્યો, VIDEO:અમદાવાદમાં ચાલુ ટ્રેનમાં ચઢવા જતાં પગ લપસ્યો; દરવાજે લટકતા જોઈ લોકોએ દોટ મૂકી
    Next Article
    દાહોદ કલેક્ટર સુરભી ગૌતમનો કાળીગામમાં સરપ્રાઈઝ ચેકિંગ:સરકારી દફતરો ચકાસી ગ્રામજનોના પ્રશ્નો ઉકેલવા આદેશ આપ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment