Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દૂર થી આવતા દર્દીઓને કલાકો રાહ જોવી પડતી હોવાની ફરિયાદ‎:છોટાઉદેપુરની સિવિલ હોસ્પિટલમાં તબીબો સમયસર નહીં આવતાં રોષ

    12 hours ago

    છોટાઉદેપુર જિલ્લાની સૌથી મોટી જનરલ સિવિલ હોસ્પિટલમાં ડોક્ટરો સમયસર હાજર ન રહેતા હોવાના આક્ષેપો સામે આવ્યા છે. અંતરિયાળ અને આદિવાસી વિસ્તારોમાંથી સારવાર માટે આવતા દર્દીઓને કલાકો સુધી રાહ જોવી પડતી હોવાની ફરિયાદથી આરોગ્ય તંત્ર સામે સવાલો ઊભા થયા છે. છોટાઉદેપુર જિલ્લાની સૌથી મોટી જનરલ સિવિલ હોસ્પિટલમાં ડોક્ટરોની અનિયમિતતાને લઈને દર્દીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિક દર્દીઓ અને તેમના સગા-સંબંધીઓના જણાવ્યા મુજબ, હોસ્પિટલમાં કેટલાક ડોક્ટરો નિયત સમયે કેબિનમાં હાજર ન રહેતા હોવાથી સારવાર માટે આવેલા દર્દીઓને કલાકો સુધી રાહ જોવી પડે છે. અંતરિયાળ અને આદિવાસી વિસ્તાર ધરાવતા જિલ્લાના દૂરના ગામડાઓમાંથી ગરીબ દર્દીઓ વહેલી સવારથી હોસ્પિટલમાં પહોંચે છે. જોકે, ઈલાજ મેળવવા માટે તેમને લાંબી લાઈનોમાં ઊભા રહી ડોક્ટરની રાહ જોવી પડતી હોવાની ફરિયાદ છે. દર્દીઓનો આક્ષેપ છે કે તબીબો સમયસર હાજર ન રહેતા તપાસ અને સારવારમાં વિલંબ થાય છે. સિવિલ હોસ્પિટલમાં દરરોજ મોટી સંખ્યામાં દર્દીઓ સારવાર માટે આવે છે. ત્યારે ડોક્ટરોની હાજરી અંગે ઉઠી રહેલી ફરિયાદોની યોગ્ય તપાસ કરી દર્દીઓને સમયસર અને સુલભ સારવાર મળે તે માટે આરોગ્ય તંત્ર દ્વારા જરૂરી કાર્યવાહી કરાય તેવી માંગ ઉઠી છે. દર્દીઓને ઈલાજ પહેલાં રાહ જોવાનો વારો છોટાઉદેપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે આવતા દર્દીઓને ઈલાજ પહેલાં કલાકો સુધી ડોક્ટરની રાહ જોવી પડતી હોવાનો આક્ષેપ છે. દૂરના ગામડાંમાંથી આવતા દર્દીઓ અને તેમના સગા વહેલી સવારથી હોસ્પિટલ પહોંચી જાય છે. પરંતુ ડોક્ટરો સમયસર કેબિનમાં ન આવતા લાંબી રાહ જોવી પડે છે. જેના કારણે દર્દીઓમાં નારાજગી જોવા મળી રહી છે. સમયસર આરોગ્ય સેવા ઉપલબ્ધ કરાવવાની માંગ ઉઠી છે.
    Click here to Read More
    Previous Article
    આયુષ્માન કાર્ડ અંતર્ગત મફત સારવાર:આયુષ્માન કાર્ડ અને RBSK યોજના બન્યા સંજીવની: ઈડરનો દિવ્યમ કેન્સર મુક્ત થયો
    Next Article
    નેપાળ પૂરમાં તબાહ એક ઘરમાંથી 24 મૃતદેહ મળ્યા:અત્યાર સુધી 955ના મોત, 4400થી વધુ લાપતા; 158 ભારતીયોનું રેસ્ક્યૂ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment