Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરત-ઉદયપુર વચ્ચે દોડશે વંદેભારત એક્સપ્રેસ ટ્રેન:મધ્ય અને દક્ષિણ ગુજરાતથી રાજસ્થાન ફરવા જતા લોકોને ફાયદો, ગુજરાતને મળી છઠ્ઠી પ્રિમિયમ ટ્રેન

    1 day ago

    ડાયમંડ અને ટેક્સટાઇલ સિટી સુરતને આખરે પોતાની પહેલી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન મળી છે. રેલવે મંત્રાલયે સુરતથી લેક સિટી ઉદયપુર વચ્ચે અઠવાડિયામાં છ દિવસ આ ટ્રેન દોડાવવાની સત્તાવાર મંજૂરી આપી છે. જેના કારણે મધ્ય અને દક્ષિણ ગુજરાતથી રાજસ્થાન ફરવા જતા લોકોને સીધો ફાયદો થશે. રેલવેની આ જાહેરાતથી ગુજરાતને છઠ્ઠી પ્રિમિયમ ટ્રેન મળી છે. રેલવે બોર્ડે જાહેર કરેલા આદેશ મુજબ આ ટ્રેન 8 કોચ સાથે ટ્રેક પર દોડશે. આગામી નવરાત્રિના તહેવારો પહેલાં આ ટ્રેન શરૂ કરી દેવાની પૂરી શક્યતા છે, જેનાથી સુરત અને દક્ષિણ ગુજરાતના મુસાફરો તથા પ્રવાસીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ટ્રેન નં. 26903/26904 રાત્રિના 11 વાગ્યે સુરતથી ઉપડશે સુરત-ઉદયપુર વંદે ભારત એક્સપ્રેસનો નંબર 26903/26904 રહેશે. ટ્રેન નંબર 26903 સુરત રેલવે સ્ટેશનથી દરરોજ રાત્રે 11 વાગ્યે ઉપડશે અને બીજા દિવસે બપોરે ઉદયપુર શહેર પહોંચશે. રિટર્નમાં ટ્રેન નંબર 26904 ઉદયપુરથી બપોરે 3:35 વાગ્યે રવાના થઈ બીજા દિવસે સવારે 6:10 વાગ્યે સુરત પરત ફરશે. ગુજરાત અને રાજસ્થાનના 9 મહત્વના સ્ટેશનો પર સ્ટોપેજ આ સેમી હાઈસ્પીડ ટ્રેન બંને દિશામાં કુલ 9 મોટા સ્ટેશનો પર કોમર્શિયલ સ્ટોપેજ ફાળવ્યા છે. ગુજરાતમાં ભરૂચ, વડોદરા, આણંદ, અમદાવાદ (મણિનગર, અસારવા), હિંમતનગર, શામળાજીમાં સ્ટોપેજ આપ્યું છે, જ્યારે રાજસ્થાનમાં ડુંગરપુર અને ઝવેરમાં સ્ટોપેજ આપ્યું છે. અઠવાડિયામાં 6 દિવસ દોડશે, મંગળવારે મેન્ટેનન્સ માટે રજા સુરતથી ઉદયપુર વચ્ચે આ ટ્રેન અઠવાડિયામાં 6 દિવસ દોડશે, જ્યારે દર મંગળવારે ટ્રેનનું સંચાલન બંધ રહેશે. આ ટ્રેનની પ્રાથમિક મેન્ટેનન્સ સુવિધા સુરત ખાતે રાખવામાં આવી છે, જ્યારે ટ્રેનમાં વોટરિંગ સુવિધા વડોદરા અને અમદાવાદના અસારવા સ્ટેશન પર રહેશે. ટ્રેન શરૂ થવાથી વેપારીઓ, પ્રવાસીઓ અને રાજસ્થાન તરફ જતા મુસાફરો માટે મુસાફરી ઝડપી અને આરામદાયક બનશે. અમદાવાદ-ઉદયપુર વંદે ભારત કાયમી બંધ રેલવે મંત્રાલય દ્વારા નવી ટ્રેનની મંજૂરી સાથે એક મહત્વનો ફેરફાર પણ કર્યો છે. નવી વ્યવસ્થાના ભાગરૂપે અગાઉથી દોડતી ટ્રેન નંબર 26963/26964 ઉદયપુર સિટી-અસારવા (અમદાવાદ) વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને કાયમી બંધ કરવાનો નિર્ણય લેવાયો છે. રેલવે બોર્ડ દ્વારા આ રૂટને સુરત સુધી લંબાવીને અપગ્રેડ કરવામાં આવ્યો હોવાથી, હવે અસારવાથી ઉપડતી ટ્રેન હવે સુરત-ઉદયપુર વચ્ચે દોડાવવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    પોક્સો કેસમાં 4 આરોપીઓને 20 વર્ષની કેદ:એક આરોપીએ 14 વર્ષની સગીરા સાથે દુષ્કર્મ આચર્યું, ત્રણ આરોપીઓએ ગુન્હામાં સાથ આપ્યો
    Next Article
    ગાંધીનગર ઇસનપુર પાસે હિટ એન્ડ રન:ફ્રૂટની લારીવાળા વૃદ્ધને કચડી વાહનચાલક ફરાર, સારવાર દરમિયાન મોત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment