Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પોક્સો કેસમાં 4 આરોપીઓને 20 વર્ષની કેદ:એક આરોપીએ 14 વર્ષની સગીરા સાથે દુષ્કર્મ આચર્યું, ત્રણ આરોપીઓએ ગુન્હામાં સાથ આપ્યો

    1 day ago

    અમદાવાદના રામોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં વર્ષ 2022માં સગીરા પર આચરાયેલા દુષ્કર્મ અને અપહરણના ચકચારી કેસમાં સિટી સેશન્સ કોર્ટ સ્થિત વિશેષ પોક્સો અદાલતે ઐતિહાસિક અને દાખલારૂપ ચુકાદો આપ્યો છે. પોક્સો કોર્ટના વિશેષ જજ એચ.એન. દેસાઈએ સરકારી વકીલ દિલીપસિંહ એમ. ઠાકોરની ધારદાર દલીલો, 12 સાક્ષીઓની જુબાની તેમજ 36 દસ્તાવેજી પુરાવાઓને ધ્યાને રાખીને મુખ્ય આરોપી દર્શન ઉર્ફે બબલુ સહિત ગુનામાં સહભાગી બનેલા તેના પરિવારના કુલ 4 આરોપીઓને 20 વર્ષની સખત કેદની સજા ફટકારી છે. સગીરાને લલચાવી કલોલ લઈ ગયો અને મરજી વિરુદ્ધ સંબંધો બાંધ્યા સમગ્ર કેસની વિગત અનુસાર, ભોગ બનનાર માત્ર 14 વર્ષ અને 6 માસની સગીર વયની દીકરી અચાનક ઘરેથી લાપતા થઈ ગઈ હતી. જે અંગે સગીરાની માતાએ રામોલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. તપાસ દરમિયાન સામે આવ્યું હતું કે મુખ્ય આરોપી દર્શન ઉર્ફે બબલુ પંચાલ સગીરાને લગ્નની ખોટી લાલચ આપી અને ફોસલાવીને પોતાના વતન કલોલ ખાતે લઈ ગયો હતો. ત્યાં આરોપીએ સગીરાની મરજી વિરુદ્ધ તેની સાથે વારંવાર શારીરિક સંબંધો બાંધી દુષ્કર્મ આચર્યું હતું. પિતા, ભાઈ અને કાકાએ આશરો આપી ધમકીઓ આપી ગુનામાં સાથ આપ્યો આ કેસમાં માત્ર મુખ્ય આરોપી જ નહીં પરંતુ તેના પરિવારજનો પણ ગુનાહિત ષડયંત્રમાં સામેલ હોવાનું બહાર આવ્યું હતું. મુખ્ય આરોપી દર્શનના પિતા, ભાઈ અને કાકાએ સગીરાને 4 દિવસ સુધી પોતાના ઘરે આશરો આપ્યો હતો તેમજ તેને ડરાવી-ધમકાવીને વિડિયો અને ઓડિયો રેકોર્ડિંગ કરાવી ગુનામાં સીધી મદદગારી કરી હતી. કાયદાકીય જોગવાઈ મુજબ પોક્સો અને IPCની કલમ 376 હેઠળ સગીરાની સંમતિ કાયદેસર માન્ય ગણાતી નથી, જેથી આ કૃત્ય ગંભીર ગુનાની શ્રેણીમાં મુકાયું હતું. ડિજિટલ ફોરેન્સિક પુરાવા અને તબીબી તપાસના આધારે કડક સજા કોર્ટ સમક્ષ સરકારી વકીલ દ્વારા ઓડિયો રેકોર્ડિંગ, ડિજિટલ ફોરેન્સિક પુરાવા તેમજ સગીરાના મેડિકલ રિપોર્ટ્સ રજૂ કરવામાં આવ્યા હતા. આ તમામ વૈજ્ઞાનિક અને મજબૂત પુરાવાઓના આધારે સ્પષ્ટ સાબિત થયું હતું કે સહ-આરોપીઓએ મુખ્ય આરોપી દર્શનને ગુનો આચરવામાં અને સગીરાને ગોંધી રાખવામાં પ્રત્યક્ષ સાથ આપ્યો હતો. ગુનાની ગંભીરતાને જોતાં કોર્ટે સમાજમાં દાખલો બેસે તે હેતુથી તમામ 4 આરોપીઓને 20 વર્ષની કેદની આકરી સજા ફટકારી જેલભેગા કરવાનો હુકમ કર્યો છે.
    Click here to Read More
    Previous Article
    ખેડાની કુખ્યાત પોંગો ગેંગનો સાગરીત ઓઢવમાંથી ઝડપાયો:મુંબઈના બાર, ગર્લફ્રેન્ડ અને નશા પાછળ ચોરીના રૂપિયા ઉડાવતો
    Next Article
    સુરત-ઉદયપુર વચ્ચે દોડશે વંદેભારત એક્સપ્રેસ ટ્રેન:મધ્ય અને દક્ષિણ ગુજરાતથી રાજસ્થાન ફરવા જતા લોકોને ફાયદો, ગુજરાતને મળી છઠ્ઠી પ્રિમિયમ ટ્રેન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment