Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સીતાવન ખાતે ભગવાનની મૂર્તિઓ ખંડિત, ભારે રોષ:મોટી સંખ્યામાં લોકોએ રેલી કાઢી, કહ્યું-'જ્યાં સુધી મૂર્તિની નહીં સ્થપાય ત્યાં સુધી ઘરમાં દીવો નહીં સળગાવીએ'

    14 hours ago

    ડાંગ જિલ્લાના ગારખડી ગામના સીતાવન ખાતે 29 ઓગષ્ટ્રના રોજ પ્રભુ શ્રીરામ, લક્ષ્મણજી, હનુમાનજી અને માતા સીતાની ધાર્મિક મૂર્તિઓ ખંડિત કરવામાં આવી હતી. જેને પગલે સ્થાનિક હિન્દુ સંગઠનો અને ભક્તોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. આજે મોટી સંખ્યામાં લોકો સીતાવન ખાતે એકત્ર થયા હતા અને વિરોધ નોંધાવ્યો હતો. રોષ સાથે ભક્તોએ જણાવ્યું કે, 'જ્યાં સુધી મૂર્તિ નહીં સ્થપાય ત્યાં સુધી ઘરમાં દીવો નહીં સળગાવીએ'. જય શ્રી રામના નારા સાથે રેલી કાઢી બિરસામુંડા સર્કલથી ડાંગ જિલ્લા કલેક્ટર કચેરી સુધી જય શ્રી રામના નારા સાથે રેલી કાઢી હતી. પોલીસ અધિક્ષક અને કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. આરોપીને તાત્કાલિક ઝડપી પાડવામાં આવે. તેમજ ઘટનાની ગંભીરતાથી તપાસ કરવા અને ભવિષ્યમાં આવા બનાવો અટકાવવા માટે ધાર્મિક સ્થળોની સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરવાની રજૂઆત કરાઈ હતી. ‘દેવી-દેવતાઓનું અપમાન અમે સહન નહીં કરીએ’ વૈદેહી સાંસ્કૃતિક ધામના સાધ્વી યશોદા દીદીએ જણાવ્યું કે, ડાંગ માટે આ ખૂબ દુઃખદ ઘટના છે. રામ એ અમારો સર્વસ્વ છે, સીતા માતા એ જગતજનની છે અને હનુમાનજી એ અમારા ઘર-ઘરના ઇષ્ટદેવ છે. ડાંગનો આદિવાસી સમાજ કે જેણે કોરોના જેવી મહામારીમાં સીતા વનની ઔષધિ લાવી અને જ્યારે તે ખાય તો મેડિકલની દવા લેવાની જરૂર નથી પડતી. આટલું મોટું આસ્થાનુ કેન્દ્ર. એ કેન્દ્રના દેવી-દેવતાઓનું આવું અપમાન અમે સહન કરશું નહીં. ‘સીતા માતાનું અપમાન એ આખા વિશ્વનું અપમાન છે’ પવિત્ર શ્રાવણ માસમાં જ્યારથી આ કૃત્ય થયું છે ત્યારથી અમારા ઘરમાં ચૂલા નથી સળગતા. જ્યાં સુધી મૂર્તિની સ્થાપના નહીં થાય ત્યાં સુધી અમે લોકો કોઈ પણ પોતાના ઘરમાં દીવો નહીં સળગાવીશું કારણ કે અમારા માં-બાપનું અપમાન થયું છે. સીતા માતાનું અપમાન એ અમારા આખા આદિવાસી સમાજનું જ નહીં, આખા વિશ્વનું અપમાન છે. મૂર્તિઓને વધુ તપાસ માટે FSL રિપોર્ટ માટે મોકલાઈ ડાંગના એસપી પૂજા યાદવે જણાવ્યું કે, પોલીસે સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરી છે. આ સંદર્ભમાં આશરે 100 સ્થાનિકોના નિવેદનો નોંધવામાં આવ્યા છે. ખંડિત થયેલી મૂર્તિઓને વધુ તપાસ અને વૈજ્ઞાનિક પુરાવા મેળવવા માટે FSL (ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી) રિપોર્ટ માટે મોકલવામાં આવી છે. આરોપીને શોધવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
    Click here to Read More
    Previous Article
    13 વર્ષની સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને 20 વર્ષની કેદ:ગાંધીનગર સ્પેશિયલ પોક્સો કોર્ટનો હુકમ, પીડિતાને 4 લાખનું વળતર
    Next Article
    'ગૃહ ઉદ્યોગો બંધ કરાવવાની નોટિસો પાછી ખેંચો નહીતર જન-આંદોલન થશે':સુરતમાં હોટફિક્સ કચરા મામલે AAP આક્રમક, ચાઇનાથી પ્લાસ્ટિક આવે ત્યાં સુધી તંત્ર ઊંઘતું હતું?

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment