Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુમુલ ડેરી પ્રમુખ-ઉપપ્રમુખ ચૂંટણી વિવાદ ગરમાયો:'પાર્ટી ફંડની સોદાબાજીમાં ચૂંટણી મોકૂફ રખાઈ', તુષાર ચૌધરીનો ભાજપ પર મોટો આરોપ

    8 hours ago

    સુરત અને તાપી જિલ્લાના લાખો પશુપાલકોની જીવાદોરી સમાન સુમુલ ડેરીના વ્યવસ્થાપક મંડળની સામાન્ય ચૂંટણી સંપન્ન થયા બાદ હવે પ્રમુખ અને ઉપપ્રમુખ પદની વરણીને લઈને મોટો રાજકીય વિવાદ સર્જાયો છે. કૉંગ્રેસના ધારાસભ્ય ડૉ. તુષાર ચૌધરીએ શાસક પક્ષ ભાજપ પર સીધા પ્રહારો કરતાં ગંભીર આક્ષેપ કર્યો છે કે, સુમુલ ડેરીમાંથી કોણ વધુ પાર્ટી ફંડ ભેગું કરીને આપી શકે તે મુદ્દે ચાલી રહેલી નાણાકીય સોદાબાજીના કારણે જ પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી મોકૂફ રાખવામાં આવી છે. વાર્ષિક ₹10,000 કરોડથી વધુનું ટર્નઓવર ધરાવતી આ વિશાળ સહકારી સંસ્થામાં હોદ્દાઓની વહેંચણી માટે આર્થિક તડજોડનું રાજકારણ રમાઈ રહ્યું હોવાના આક્ષેપથી સહકારી ક્ષેત્રમાં ભારે ખળભળાટ મચી ગયો છે. બહુમતી હોવા છતાં જાહેરાત ન થવા પાછળ આર્થિક તડજોડનો આક્ષેપ ભાજપની કાર્યપદ્ધતિ પર આકરા સવાલો ઉઠાવતાં કૉંગ્રેસ ધારાસભ્ય ડૉ. તુષાર ચૌધરીએ જણાવ્યું હતું કે, હાલ સુમુલ ડેરીમાં હોદ્દાઓ મેળવવા માટે ભારે ખેંચતાણ ચાલી રહી છે. સ્પષ્ટ બહુમતી હોવા છતાં પ્રમુખ અને ઉપપ્રમુખના નામોની સત્તાવાર જાહેરાત ન થવા પાછળ પક્ષને કોણ મોટો આર્થિક લાભ કરાવી આપશે તેની ગણતરીઓ ચાલી રહી છે. આંતરિક વિખવાદ અને ફંડિંગના સોદાના ચક્કરમાં સહકારી સંસ્થાની લોકશાહી ઢબે થનારી પ્રક્રિયાને બળજબરીપૂર્વક અટકાવી દેવામાં આવી હોવાનું તેમણે ઉમેર્યું હતું. મેન્ડેટ પ્રથા સામે વિરોધ અને દબાણની રાજનીતિનો આરોપ સહકારી માળખામાં પક્ષીય મેન્ડેટ પદ્ધતિ સામે સખત નારાજગી વ્યક્ત કરતાં ડૉ. તુષાર ચૌધરીએ સ્પષ્ટ કર્યું કે કૉંગ્રેસ પક્ષ પહેલેથી જ સહકારી ચૂંટણીઓમાં મેન્ડેટ પ્રથાનો વિરોધ કરતો આવ્યો છે. રાજકીય મેન્ડેટના જોરે ચૂંટાયેલા ડિરેક્ટરો પર પક્ષ સ્તરેથી અન્યાયી દબાણ લાવી મનમાની ચલાવવાનો પ્રયાસ કરવામાં આવે છે. તેમણે ભૂતકાળમાં બારડોલી સુગર ફેક્ટરીનું ઉદાહરણ આપતાં જણાવ્યું કે ત્યાં પણ સ્થાનિક ડિરેક્ટરોએ આવી અન્યાયી મેન્ડેટ પ્રથાનો વિરોધ કર્યો હતો, જેના પગલે પરિણામોમાં મોટો ઉલટફેર જોવા મળ્યો હતો. પશુપાલકોના હિત અને આદિવાસી નેતૃત્વની પરંપરા જાળવવા માંગ રાજકીય ખેંચતાણના કારણે ₹10,000 કરોડનું વિશાળ સામ્રાજ્ય ધરાવતી સુમુલ ડેરી હાલ વહીવટી રીતે દિશાવિહીન બની ગઈ છે, જેની સીધી અને ગંભીર અસર બંને જિલ્લાના હજારો સામાન્ય પશુપાલકો પર પડી રહી છે. ડેરીનું સંચાલન વિલંબમાં પડતાં પશુપાલકો ભારે દ્વિધા અને આર્થિક નુકસાનીનો સામનો કરી રહ્યા છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, સુમુલ ડેરીની સ્થાપના કાળથી ચાલી આવતી પરંપરા મુજબ સંસ્થાનું સર્વોચ્ચ સુકાન આદિવાસી સમાજના સક્ષમ પ્રતિનિધિને જ સોંપવું જોઈએ, જેથી પશુપાલકોનું હિત જળવાઈ રહે અને આ સમગ્ર વિવાદનો ઝડપથી સુખદ અંત આવે.
    Click here to Read More
    Previous Article
    વાત્સલ્ય ટ્રસ્ટ દ્વારા સરસપુરમાં સાડી-ટિફિન બોક્સ વિતરણ:વત્સલ પરમારના જન્મદિવસ અને રક્ષાબંધન નિમિત્તે જરૂરિયાતમંદોને મદદ
    Next Article
    ઉદય ફાઉન્ડેશન દ્વારા વૃક્ષારોપણ:પર્યાવરણ સંરક્ષણ અભિયાન હેઠળ RFO અને આકાશવાણી અધિકારીઓ પણ જોડાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment