Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વલસાડના આઝાદ ચોકમાં શ્રીજીનું આગમન:ડીજે, નાસિક ઢોલ સાથે ગણપતિ બાપ્પા મોરિયાના નાદ ગુંજ્યા

    11 hours ago

    વલસાડ શહેરમાં ગણેશ મહોત્સવને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ગત સાંજે વલસાડના આઝાદ ચોક ખાતે વિવિધ ગણેશ મંડળો દ્વારા શ્રીજીની પ્રતિમાઓનું આગમન કરાવવામાં આવ્યું હતું. આ પ્રસંગે આઝાદ ચોક ‘ગણપતિ બાપ્પા મોરિયા’ના જયઘોષથી ગુંજી ઉઠ્યો હતો. ડીજેના તાલ, નાસિક ઢોલના ધબકારા અને રંગબેરંગી આતશબાજી વચ્ચે ગણેશ ભક્તોએ નાચતા-ગાતા વિઘ્નહર્તાનું સ્વાગત કર્યું હતું. શ્રીજીની પ્રતિમાને મંડળ સુધી લઈ જવા માટે મંડળના સભ્યો તેમજ ભક્તોમાં અનોખો ઉત્સાહ જોવા મળ્યો હતો. શ્રીજીના આગમનને નિહાળવા મોટી સંખ્યામાં ગણેશ ભક્તો આઝાદ ચોક ખાતે ઉમટી પડ્યા હતા. ભક્તોમાં શ્રીજીની પ્રતિમાની એક ઝલક મોબાઈલ કેમેરામાં કેદ કરવા ભારે ઉત્સુકતા હતી. પ્રતિમા નજીક પહોંચવા માટે લોકોમાં પડાપડી અને ધક્કામુક્કીના દૃશ્યો પણ જોવા મળ્યા હતા. શ્રીજીની પ્રતિમાઓના આગમનને લઈને શહેરમાં ઉત્સવનો માહોલ છવાઈ ગયો હતો. ગણેશ ભક્તો ઢોલના તાલે ગરબા અને નૃત્ય કરતા જોવા મળ્યા હતા, જેના કારણે સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. શ્રીજીના આગમન દરમિયાન મોટી સંખ્યામાં લોકો એકત્ર થતાં ટ્રાફિક વ્યવસ્થા જળવાઈ રહે તે માટે વલસાડ સિટી પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. પોલીસની ટીમો દ્વારા સતત તકેદારી રાખવામાં આવતા ટ્રાફિક વ્યવસ્થામાં કોઈ મોટી અડચણ સર્જાઈ ન હતી અને આગમન શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થયું હતું. મંડળ ખાતે વિઘ્નહર્તાની પ્રતિમા પહોંચતા જ સભ્યોમાં આનંદ અને ઉત્સાહની લાગણી જોવા મળી હતી. ગણેશ ભક્તોએ આગામી વર્ષ દરમિયાન વલસાડ જિલ્લા તેમજ સમગ્ર ગુજરાત રાજ્ય પર આવનારી તમામ મુશ્કેલીઓ દૂર થાય અને સુખ-સમૃદ્ધિ જળવાઈ રહે તેવી પ્રાર્થના કરી હતી.
    Click here to Read More
    Previous Article
    આનંદધામ ગ્રીન સિટીમાં રામધૂન યોજાઈ:સ્વ. પંખુબેન સરવૈયાની ત્રીજી પુણ્યતિથિ નિમિત્તે આયોજન કરાયું
    Next Article
    Hundreds Gather In New York For Mayor Zohran Mamdani Look-Alike Contest

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment