Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દેશ-વિદેશ:અમેરિકા શા માટે યુદ્ધો હારતું રહે છે?

    6 hours ago

    ડૉ. જય નારાયણ વ્યાસ અમેરિકા પાસે ખોટા હેતુ માટે ખોટાં યુદ્ધો લડવાનો એક લાંબો ઇતિહાસ રહ્યો છે. અમેરિકન નાગરિકો માટે આ એક ખૂબ રસપ્રદ અને નિરાશાજનક કોયડો છે કે દાયકાઓથી વિશ્વનો સૌથી શક્તિશાળી દેશ હોવા છતાં, જેનું લશ્કરી બજેટ અને ક્ષમતાઓ અજોડ છે, અમેરિકા તાજેતરના ઇતિહાસમાં મોટા ભાગે હારનો જ સામનો કરતું આવ્યું છે. આમાં તાજેતરનો ઈરાન સાથેનો સંઘર્ષ પણ સામેલ છે, જેણે ટ્રમ્પ વહીવટીતંત્રના જણાવેલા ઉદ્દેશોમાંથી હજુ સુધી કંઈ પણ હાંસલ કર્યું નથી અને સંભવતઃ ઈરાન માટે ઘણી મજબૂત વ્યૂહાત્મક સ્થિતિ સાથે સમાપ્ત થશે. અમેરિકાના લશ્કરી ઇતિહાસ પર નજર કરીએ તો, કોરિયન યુદ્ધ એક પ્રકારની ‘ડ્રો’ (અનિર્ણિત) સ્થિતિમાં રહ્યું હતું. વિયેતનામ યુદ્ધ સ્પષ્ટ પરાજય હતો, તેમજ 2003નું ઇરાક યુદ્ધ અને અફઘાનિસ્તાનનું ખૂબ લાંબું યુદ્ધ પણ હાર સમાન જ હતાં. 1999નું કોસોવો યુદ્ધ પણ કોઈ મોટો વિજય નહોતો, કારણ કે યુદ્ધ શરૂ થાય તે પહેલાં સર્બિયાને જે શરતો ઓફર કરવામાં આવી હતી, તેના કરતાં સારી શરતો તેને યુદ્ધના અંતે મળી હતી. જો આપણે 1983માં નાના ટાપુ રાષ્ટ્ર ‘ગ્રેનેડા’ પરના આક્રમણને બાદ કરીએ (જે ખાસ ગણતરીમાં નથી આવતું), તો આ લાંબા ગાળામાં અમેરિકાનો એકમાત્ર સ્પષ્ટ વિજય 1991નું ‘ખાડી યુદ્ધ’ હતો. અલબત્ત, અમેરિકા અને તેના સહયોગીઓએ ‘શીત યુદ્ધ’ જીત્યું હતું, પરંતુ તે એક અપવાદ છે કારણ કે તેમાં સોવિયેત યુનિયન સાથે શસ્ત્રોની કોઈ સીધી અથડામણ થઈ ન હતી. અમેરિકાનું પ્રદર્શન આટલું નબળું કેમ રહ્યું છે? નાણાંના અભાવનો પ્રશ્ન તો નથી જ, કારણ કે યુ. એસ. ડિફેન્સ બજેટનું કદ ખૂબ જ મોટું છે અને કોંગ્રેસ જ્યારે પણ કહેવામાં આવે ત્યારે વધારાના ભંડોળ માટે મતદાન કરવા હંમેશાં તૈયાર રહે છે. અમેરિકા પાસે શસ્ત્રબળનો અભાવ પણ નથી, કારણ કે તે પોતાના કિનારાથી દૂરના અંતરે પણ દુશ્મનોને તબાહ કરવામાં નોંધપાત્ર રીતે સક્ષમ છે. જોકે, હાલમાં તે ક્ષમતા થોડી ઓછી થઈ છે કારણ કે પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને સંરક્ષણ સચિવ પીટ હેગસેથે ઈરાન સામેના સંઘર્ષમાં દેશની અદ્યતન મિસાઇલોનો જથ્થો વેડફી નાખ્યો છે. તો પછી અમેરિકા માટે વિજય આટલો મુશ્કેલ કેમ સાબિત થયો છે? આ નબળાઈ યુ. એસ. સશસ્ત્ર દળોમાં શૌર્યના અભાવને કારણે પણ નથી, કારણ કે સૈનિકો વીરતાપૂર્વક પોતાને જોખમમાં મૂકવા તૈયાર રહે છે. તેના બદલે, અમેરિકા વારંવાર યુદ્ધો હારી રહ્યું છે તેનાં વાસ્તવિક કારણો વ્યૂહાત્મક અને માળખાકીય છે. આ દેશે હંમેશાં એવાં પસંદગીનાં યુદ્ધો લડ્યાં છે જેમાં તેના મર્યાદિત હિતો સાથે અત્યંત મહત્ત્વાકાંક્ષી લક્ષ્યો જોડાયેલાં હોય છે. પરિણામ એ આવે છે કે વિરોધીઓ અમેરિકા કરતાં ઘણા વધારે મક્કમ હોય છે, કારણ કે તેમની પાસે ગુમાવવા માટે ઘણુંબધું હોય છે. તેઓ પોતાના અસ્તિત્વ માટે અથવા ઓછામાં ઓછી પોતાની સ્વતંત્રતા અને સ્વાયત્તતા જાળવી રાખવા માટે લડી રહ્યા હોય છે, જ્યારે મોટા ભાગના કિસ્સાઓમાં અમેરિકા માત્ર બિનમહત્ત્વપૂર્ણ ઉદ્દેશો પાછળ લડી રહ્યું હોય છે. આવી સ્થિતિમાં, વિરોધીઓ અમેરિકા કરતાં વધુ બલિદાન આપવા તૈયાર જ રહેવાના. મોટા ભાગના સંઘર્ષોમાં નબળો પક્ષ રણમેદાન પર સીધો વિજય મેળવીને નહીં, પરંતુ હાર સ્વીકાર્યા વગર લાંબો સમય ટકી રહીને જીતે છે. આ સરળ સિદ્ધાંત આપણને તાજેતરનાં તમામ યુદ્ધોની વાસ્તવિકતા સમજાવે છે. કોરિયન દ્વીપકલ્પ પર અમેરિકા મહત્ત્વપૂર્ણ હિતોનું રક્ષણ કરી રહ્યું હતું, કારણ કે ત્યાં સામ્યવાદ સામેનો વિજય એશિયામાં શીત યુદ્ધ માટે મોટો આંચકો હોત. પરંતુ ચીને કોરિયન દ્વીપકલ્પને એક કરવાના અમેરિકાના પ્રયાસોને પોતાના અસ્તિત્વ માટેનું જોખમ માન્યું, અને તે પરિણામને અટકાવવા માટે ઓછામાં ઓછા 2, 00, 000 સૈનિકોનું બલિદાન આપ્યું. ત્રણ વર્ષની કડવી લડાઈ પછી પરિણામ માત્ર ‘ડ્રો’ રહ્યું. તેવી જ રીતે, વિયેતનામમાં અમેરિકાએ ત્યાંના ઉગ્ર રાષ્ટ્રવાદનો સામનો કરવો પડ્યો, જેને ખતમ કરવો અશક્ય હતો. અંતે જનતા કંટાળી ગઈ અને અમેરિકાએ પીછેહઠ કરવી પડી. આવું જ દુર્ભાગ્ય ઇરાક અને અફઘાનિસ્તાનમાં પણ જોવા મળ્યું. સદ્દામ હુસેન ભલે મુશ્કેલીઓ ઊભી કરનાર હતા, પરંતુ 2003 સુધીમાં તેમને નિયંત્રિત કરી લેવામાં આવ્યા હતા અને 9/11ના હુમલા સાથે તેમને કોઈ લેવાદેવા ન હતી. તેમને ઉથલાવી દેવામાં અમેરિકાનું કોઈ મહત્ત્વપૂર્ણ હિત પણ નહોતું. સદ્દામથી છુટકારો મેળવવો સરળ હતો, પરંતુ ત્યારબાદ વિદેશી આધિપત્ય સામે એક શક્તિશાળી બળવાખોર જૂથ ઊભું થયું જેને ઈરાન અને સીરિયાનું પણ સમર્થન મળ્યું. અફઘાનિસ્તાનમાં પણ અમેરિકા પશ્ચિમી શૈલીની લોકશાહી લાવવાના ચક્કરમાં એક એવા સમાજમાં ફસાઈ ગયું જેને ‘સામ્રાજ્યોની કબર’ કહેવામાં આવે છે. અંતે ટ્રમ્પ અને બાઇડને આ અર્થહીન સંઘર્ષનો અંત લાવવો જ પડ્યો. 1991નું ખાડી યુદ્ધ આ બધામાં એકમાત્ર અપવાદ અને શાનદાર સફળતા છે, કારણ કે તેમાં અમેરિકાનાં ઉદ્દેશો અને હિતો સંપૂર્ણપણે સુસંગત હતાં. ઇરાકને કુવૈતમાંથી હાંકી કાઢ્યા પછી રાષ્ટ્રપતિ જ્યોર્જ એચ. ડબલ્યૂ. બુશે બગદાદ પર કબજો કરવાનું ટાળ્યું અને યુદ્ધનો ત્વરિત અંત લાવ્યો. ટૂંકમાં, સમસ્યા એ નથી કે અમેરિકા યુદ્ધ લડવામાં ખરાબ છે, પરંતુ સમસ્યા એ છે કે તે ખોટા ઉદ્દેશો માટે ખોટાં યુદ્ધો લડી રહ્યું છે. જ્યાં સુધી વિદેશ નીતિના વર્તુળો પોતાની ભૂલો સ્વીકારવામાં અને જવાબદારી લેવામાં ખચકાતા રહેશે, ત્યાં સુધી અમેરિકન પ્રજાએ નિરાશા જ જોવી પડશે. }
    Click here to Read More
    Previous Article
    હિડન ટ્રુથ:બ્રહ્માંડ અથથી ઈતિ એકસાથે મોજૂદ છે!
    Next Article
    ग्रेटर नोएडा के यमुना एक्सप्रेस-वे पर भीषण सड़क हादसा, कार सवार चार लोगों की मौत

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment