Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમલપિયાલી:કોઈ ગમે તેટલું મથે પણ શબ્દ હંમેશાં અધૂરી અભિવ્યક્તિ જ રહે છે

    10 hours ago

    વિનોદ જોશી સંગમાં રાજી રાજી, આપણ એક્બીજાના સંગમાં રાજી રાજી; બોલવા ટાણે હોઠ ખૂલે નહીં! નેણ તો રહે લાજી... - રાજેન્દ્ર શાહ એકલાં હોવું અને એકલવાયાં હોવું એ બંને જુદી બાબત છે. કોઈના સંગ વગરનાં હોય તે એકલાં (અલોન) હોય છે અને અનેકની વચ્ચે હોય તો પણ કોઇની હાજરી ન અનુભવતા હોય તેઓ એકલવાયાં (લોન્લી) હોય છે. એકલવાયાં હોય તેઓ ઉદાસ પણ હોઈ શકે અને નિજમાં નિમગ્ન પણ હોઈ શકે. એકલાં હોવું એ પરિસ્થિતિ છે. એકલવાયાં હોવું એ ભાવસ્થિતિ છે. કોઈપણ પ્રકારનું એકલાપણું સાંસારિક મનુષ્યને માટે અકારું છે. પોતાનાં સુખદુ:ખ કહેવા અને અન્યનાં સુખદુ:ખ સાંભળવા એ આપણી રોજીંદી જરૂરિયાત છે. ઘણીવાર એક જ માણસનો સંગ આખી દુનિયાનો અનુભવ કરાવે છે અને ઘણીવાર અનેકની વચ્ચે પણ જાણે આપણું કોઈ નથી તેવું લાગે છે. હરીન્દ્ર દવેની એક પંક્તિ છે : `મેળો આપો તો એક માનવીની સંગ અને એકલતા આપો તો ટોળે.’ કવિ રાજેન્દ્ર શાહ તો એકબીજાંના સંગનો મહિમા કરે છે. એમને મન આ સંગ બહુ વિલક્ષણ છે. ઘણીવાર બહુ બોલવાથી નથી પહોંચાડી શકાતી તે વાત મૌનથી પહોંચાડી શકાય છે. સંગમાં હોવું એટલે પરસ્પર વાતો કરતાં રહેવું તેમ નહીં. એટલું તો સમજી શકાય છે કે સાંભળનારને કંટાળો ચડે એટલું બોલબોલ ન કરવું અને કહેવાનું સ્પષ્ટ ન થાય તેટલાં મિતભાષી ન બનવું. પણ અહીં તો કવિ `બોલવા ટાણે હોઠ ખૂલે નહીં’ તેનું કારણ આપતાં `નેણ તો રહે લાજી’ એમ કહે છે અને કશું ન બોલવા છતાં જાણે બધું જ કહેવાઈ ગયું તેવું રાજી થઈને કહે છે. વળી આ રાજીપો એકલો પોતાનો જ નથી પણ સહિયારો છે તેવું હોંશે હોંશે ઉમેરે છે. ભાષા વડે ભાવની સંપૂર્ણ અભિવ્યક્તિ કદી થઈ શકતી નથી. બોલવાનાં સમયે હોઠ ખૂલે નહીં ત્યારે એમ સમજવું કે ભાષા સધિયારો આપતી નથી. નૃત્ય અને નાટકના શાસ્ત્રીઓએ ભાવોની અભિવ્યક્તિનો ઘણો મહિમા કર્યો છે અને બોલવાને ઓછું મહત્ત્વ આપ્યું છે. કુદરતે આપણને આપેલું શરીર જ બધું કહી આપે છે. આમેય ભાષા તો હતી જ ક્યાં? એ તો આપણે રચી. આપણું રચેલું હંમેશાં અપૂરતું અને નાશવંત રહેવાનું. એટલે બોલાયેલા શબ્દો પર પૂરેપૂરો મદાર કદી રાખી શકાય નહીં. હા, આંખો જે કહે તે સાચું. મનોજ ખંડેરિયાની ગઝલનો એક શે’ર છે : `બીજમાંથી સીધી પૂનમ દઈ દે, સ્હેજ પાંપણ નમેલી ખોલી નાખ.’ લજ્જાભાવથી આંખો ઢાળીને બેઠેલી પ્રેયસીને પૂરી આંખો ખોલવાનું પ્રિયતમનું સૂચન અહીં બહુ સુંદર રીતે વ્યક્ત થયું છે. પોપચાં ઢાળવાથી બીજરેખા જેવી દેખાતી આંખો પૂર્ણ ચંદ્ર જેવી સુરમ્ય લાગે તે માટે પૂરેપૂરી ખોલવાનું જે કહેવાયું તેમાં પ્રિયતમાના અવ્યક્ત લજ્જાભાવનો નિર્દેશ આપોઆપ થઈ ગયો છે. પ્રિયતમાની લજ્જાનું વર્ણન કરવા માટે એને શબ્દોની જરૂર પડી નથી. કવિ નાનાલાલે ઉદીયમાન ચંદ્ર સાથે કોઈ લાવણ્યવતી લલનાના અશબ્દ લજ્જાભાવને બહુ સુંદર રીતે આલેખ્યો છે : `લજ્જાનમેલાં નિજ મંદ પોપચાં કો’ મુગ્ધ બાલા શરમાતી આવરે, ને શોભી રે’ નિર્મળ નેનની લીલા એવી ઊગી ચંદ્રકલા ધીરે ધીરે.’ કોઈ ગમે તેટલું મથે પણ શબ્દ હંમેશાં અધૂરી અભિવ્યક્તિ જ રહે છે. શબ્દ જ્યાં અટકે છે ત્યાંથી ભાવ આરંભાય છે. એકબીજાંના સંગમાં ભાવજગતની આ ભાષાવિહોણી અનુભૂતિ કરવામાં જ સાચો સંવાદ રચાતો હોય છે. માત્ર સાથે હોવાથી પણ સધાતા આ મૌન સંવાદનો મહિમા વેદ કે ઉપનિષદની સશબ્દ કારિકાથી લગીરે ઓછો નથી. અહીં તે કાવ્યરૂપે પ્રગટ થયો છે તેથી તેના પર અધિકૃતતાની એક વિશેષ મહોર લાગી છે. બધું સમજવાનું નથી હોતું, કેટલુંક માણવાનું પણ હોય છે. }
    Click here to Read More
    Previous Article
    Premier League: Bruno Fernandes Treble Inspires Manchester United Rout, Chelsea Beat Brighton In Thriller
    Next Article
    અક્ષરનો અજવાસ:સંધ્યા શ્રાવણની રમે હોળીયે રે લોલ…

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment