Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સફર:પાતા‌ળપ્રવેશ કરાવતું શહેર

    7 hours ago

    નિતુલ ગજ્જર ઓસ્ટ્રેલિયાના એડિલેડથી 846 કિલોમીટર દૂર વસેલું કુબર પેડી શહેર સાવ જુદી વિશેષતાઓ ધરાવે છે. કુબર પેડી સાવ નાનકડું શહેર. માંડ 2000 લોકોની વસ્તી, છતાં પ્રવાસીઓને આકર્ષે તેવું અહીં ઘણું છે. ઓસ્ટ્રેલિયામાં ઓપલ નામના કિંમતી પત્થર મળી આવે છે,. 1915માં વિલી હચિસન નામનો યુવક આ વિસ્તારમાં પાણીની શોધ કરતો હતો. તે વખતે કુબર પેડી ખાતે જ પ્રથમ વખત ઓપલ મળી આવ્યા હતા. ત્યારથી અહીં લોકો આવીને વસવા લાગ્યા અને તેમાંથી મોટા ભાગના લોકોનો મુખ્ય વ્યવસાય ઓપલ કાઢવાનો હતો. કુબર પેડીના વિષમ વાતાવરણે સ્થાનિકોને ભૂગર્ભમાં વસવા મજબૂર કર્યા. જોકે, તેનો ફાયદો હવે થાય છે. કુબર પેડી ઓસ્ટ્રેલિયાના સાવ દુર્ગમ વિસ્તારમાં સ્થિત છે. અહીં ઉનાળામાં તાપમાન 40 ડિગ્રી પાર કરી જાય છે, તો શિયાળામાં હાડ થીજવી નાખે તેવી ઠંડી પડે છે. આ જગ્યાએ ખાણકામ શરૂ થયું ત્યારે લોકોએ આકરા વાતાવરણથી બચવાના ઘણા પ્રયત્નો કરી જોયા, પણ તેમાં ફાવ્યા નહીં. છેવટે આ સમસ્યાના કાયમી ઉકેલ તરીકે અહીં વસતા લોકોએ ભૂગર્ભમાં વસવાનો અનોખો રસ્તો અપનાવ્યો છે. સ્થાનિકો આ રીતે વસવાના ઠેકાણાને ‘ડગઆઉટ’ તરીકે સંબોધે છે. આજે આ શહેરમાં ઘણા ડગઆઉટ છે, જેમાં મકાન, સ્કૂલ, ચર્ચ, હોટલ, બાર, કેફે, રેસ્ટોરન્ટ વગેરે બનેલાં છે. વર્તમાનમાં પણ કુબર પેડીમાં ઘણા લોકો વસે છે, જેમાંથી કેટલાક પરિવારો આજે પણ ઓપલ કાઢવાનું કામ કરે છે, જ્યારે બાકીના ટૂરિઝમ સાથે સંકળાયેલા છે. આ જગ્યા ક્યારેય શહેર વસાવવાલાયક હતી જ નહીં; છતાં ઓપલની લાલચે લોકો અહીં આવ્યા અને ખાણકામમાં જોડાયા. કેટલાય અકસ્માતો, પાણીની અછત, દુર્ગમતા વગેરે સહન કરી કુબર પેડી સ્થાપ્યું. ‘ઓલ્ડ ટાઈમર્સ માઈન’ છેક 1916માં મળી આવેલી ખાણ છે, જેમાં લોકો ઊંડે સુધી જઈ શકે છે. અહીં પાસે જ ‘ઉમુના ઓપલ માઈન અને મ્યુઝિયમ’ પણ છે, જ્યાં કુબર પેડીના જનજીવનને નજીકથી નિહાળવાનો મોકો મળે છે. ઉપરાંત ‘કુબર પેડી હિસ્ટોરિકલ સોસાયટી’ દ્વારા આ વિસ્તારમાં હેરિટેજ ટ્રેઈલ ચાલે છે, જેમાં સમગ્ર ટાઉનનો પ્રવાસ એક વારમાં કરી શકાય છે. કુબર પેડી લાલ અને સફેદ રંગનું ભૂપૃષ્ઠ ધરાવે છે, જેમાં રેતીલો અને પથરાળ પટ સામેલ છે. ‘કાન્કૂ-બ્રેકવેઝ કન્ઝર્વેશન પાર્ક’ તરીકે પ્રખ્યાત આ વિસ્તારમાં સમય અને વાતાવરણ અનુસાર રંગ બદલતી ટેકરીઓ આવેલી છે. એટલે જ તો ‘મેડ મેક્સ બિયોન્ડ થંડરડોમ’, ‘ધ એડવેન્ચર્સ ઓફ પ્રિન્સિલા, ક્વીન ઓફ ધ ડેઝર્ટ’, ‘પિચ બ્લેક’, ‘રેડ પ્લેનેટ’ સહિતની ઘણી જાણીતી ફિલ્મોનું શૂટિંગ પણ અહીં કરવામાં આવ્યું છે. કુબર પેડી રણમાં હોવાથી અહીંનું તાપમાન ભારે લાગી શકે. બહારનાં પ્રવાસન સ્થળોએ માથું ઢાંકવા કપડું, પાણીની બોટલ, વ્યવસ્થિત કપડાં તેમજ બૂટ, સૂરજ સામે રક્ષણ મેળવવા સનસ્ક્રીન વગેરે સામાન અવશ્ય પેક કરી લેવો. રોકાવા માટે કુબર પેડીમાં ઘણી હોટલો છે, જેમાંથી ડગઆઉટમાં સ્થિત હોટલમાં રોકાવાનો મોકો ચૂકવા જેવો નથી. ઓસ્ટ્રેલિયાના આ વિસ્તારમાં એપ્રિલથી ઓક્ટોબર દરમિયાન વાતાવરણ થોડું સહન થાય તેવું હોય છે. બાકીના મહિનાઓમાં અહીંનો ઉનાળો બીમાર પડાય તેવો હોય છે. આ શહેરનાં મોટા ભાગનાં રેસ્ટોરાં સામાન્ય મેનૂ ધરાવે છે. તેમાં ખાસ ફેન્સી ભોજન નથી મળતું. પરંતુ અહીં ભૂગર્ભમાં બેસી જમવાની મજા છે; માટે સ્વાદની ચિંતા છોડી જગ્યાની મજા લેવી. અહીં તમને કિંમતી પત્થરની બનેલી ઘણી સામગ્રી મળી રહે છે. યાદગીરી રૂપે તેમાંથી એકાદ વસ્તુ ખરીદી શકાય. }
    Click here to Read More
    Previous Article
    થેન્ક યૂ:શરૂ કરો તો પૂરું થાય
    Next Article
    નેપાળમાં ભારતીય ફોરેન્સિક અને ટનલ રેસ્ક્યૂ ટીમ તૈનાત:મૃતદેહોની ઓળખ માટે DNA તપાસમાં મદદ કરશે; પૂરમાં અત્યાર સુધી 804 મોત

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment