Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    થેન્ક યૂ:શરૂ કરો તો પૂરું થાય

    6 hours ago

    ડો. જયેશ વાછાણી મોટા ભાગે આપણે સૌ બીજાની સફળતા કે તેમણે કરેલ ઉત્તમ કાર્યને જોયા જાણ્યા બાદ, મનમાં ને મનમાં એવું વિચારતા હોઈએ કે ‘માળું લે, આવું તો આપણે’ય કરી શક્યા હોત !’ આવું બોલવું પડે એ જિંદગીની મોટામાં મોટી કરુણતા છે. કોઇકે કશુંક સરસ કરેલું કામ, હું કરી શક્યો ન હોત માટે મે નથી કર્યું, તો એમાં કશો વાંધો નથી, કારણ એમના જેવી આવડત કે શક્તિ મારી પાસે નથી, માટે તેને જે કર્યું એ હું કરી શકું તેમ ન હતો, પરંતુ દૂખ ત્યારે થાય જ્યારે બીજા જે કરે છે એ આપણે કરી શકતા હોવા છતાં આપણે એ નથી કર્યું! મતલબ આપણી પાસે પણ એના જેટલી કે ક્યારેક તો એનાથી’ય વધારે આવડત કે શક્તિ હોવા છતાં એમણે જે કર્યું એ આપણે ન કર્યું! આપણી પાસે સ્કિલ, કેપેસીટી, વિજન, વિચાર, રિસર્ચ, એનાલિસિસ, સોર્સ બધું જ હોવા છતાં, આપણે જે માનીએ છીએ એ અમલમાં મૂકી શરૂ નથી કરતાં. હિમત કે સાહસના અભાવે તેમજ અંજામનો બહુ બધો વિચાર કર્યે રાખી, આપણે કશુંક સારું, સાચું, યોગ્ય કે મહત્ત્વનું કરવાની શરૂઆત જ નથી કરતાં. આપણે ખુદ એક્સપર્ટ હોઈએ છતાં ખુદ પર ભરોસો કે અમલની આવડત ન હોવાથી, હોય ત્યાં જ હોઈએ અને બીજા આપણી એક્સપર્ટ તરીકેની એડવાઇસ લઈને આગળ નીકળી જતાં હોય છે. ઘણા તો આપણી વાતો, વિચાર, રિસર્ચ કે એનાલિસિસ સાંભળી, સમજી, આપણામાં વિશ્વાસ રાખી, પોતે એનો અમલ કરી ફળ મેળવતા થઈ ગયા હોય અને આપણે હજુ પેલી વાતોના વડા જ કરતાં હોઈએ ! શરૂ કરીએ તો પૂરું થાય ને? શરૂઆત જ ન થાય તો પરિણામ કયાંથી મળે? મોટાં મોટાં સપનાઓ જોયાં બાદ તેને હકીકતમાં બદલાવવા સાચું અને સારું લાગે તેને અમલમાં મૂકવું પડે. નેગેટિવ પરિણામોના વિચારને દૂર ફગાવી, પોઝિટિવ પરિણામો માટે યોગ્ય વિચારનો યોગ્ય અમલ કરવો જરૂરી છે. બીજા જ્યારે એવું જ કરી સફળ થશે ત્યારે આપણે પણ એવું જ કરી શકતા હોવા છતાં ન કર્યાનો અફસોસ થશે, એના કરતાં દિલોદિમાગથી યોગ્ય લાગતું હોય એ હિમત રાખી શરૂ કરી દેવું જોઈએ. એકવાર શરૂ થશે પછી આપોઆપ સારું થશે. કઈ ન કરવા કરતાં કઈક કરવું સારું. અઘરું કે અશક્યની વાતો છોડી પ્રયત્ન તો કરીએ, પરિણામ મળી જશે. કદાચ અપેક્ષા મુજબનું પરિણામ ન મળે તો શીખવા મળશે. ભૂલોની ખબર પડશે, એને સુધારી આગળ વધાશે. આમ જ કે આવું જ કરાય એવું જાણતા સમજતા હોવા છતાં, એવું આપણાથી જ ન થાય ત્યારે એ આપણી મોટી ભૂલ ગણાય. સફળ અને નિષ્ફળ વચ્ચે તફાવત એટલો જ છે કે એક કંઈક કરે છે અને બીજો નથી કરતો. સારો વિચાર આવવો કે જડવો એ સારી વાત છે પણ આવેલા વિચારને અમલમાં મૂકવો એ મોટી વાત છે. મોડું થઈ જાય કે ભૂલાઇ જાય તે પહેલાં, સારું છે તેની શરૂઆત થઈ જવી જોઈએ. કશુંક પામવા, કશુંક કરવાની શરૂઆત કરવી જ પડે. વિચારજો. }
    Click here to Read More
    Previous Article
    હાઈડ્રો:બચ
    Next Article
    સફર:પાતા‌ળપ્રવેશ કરાવતું શહેર

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment