Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ખંભાતના શકરપૂર ગામે હૃદયદ્રાવક ઘટના:તળાવમાં ડૂબી જતાં એક જ પરિવારની ત્રણ માસૂમ દીકરીઓનાં મોત

    10 hours ago

    આણંદ જિલ્લાના ખંભાત તાલુકાના શકરપૂર ગામે ખડઉ સીમ વિસ્તારમાં આવેલી તલાવડીમાં હૃદયદ્રાવક દુર્ઘટના સર્જાઈ હતી. તળાવમાં ડૂબી જવાથી એક જ પરિવારની ત્રણ માસૂમ દીકરીઓનાં કરુણ મોત થતાં સમગ્ર પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે. એકસાથે ત્રણ દીકરીઓ ગુમાવતાં પરિવાર પર આભ તૂટી પડ્યું છે. શૌચક્રિયા માટે ગયેલી ત્રણ બહેનો પરત ન ફરતાં શોધખોળ શકરપૂરના મોસમ ફળીયામાં રહેતા અને ખેતમજૂરી કરીને પરિવારનું ગુજરાન ચલાવતા અશ્વિનભાઈ બારૈયાની ત્રણ દીકરીઓ 13 વર્ષીય પ્રિયા, 11 વર્ષીય ઈશા અને 8 વર્ષની રીના સાંજના સમયે ખડઉ સીમ વિસ્તારમાં આવેલી તલાવડીના કિનારે શૌચક્રિયા માટે ગઈ હતી. દરમિયાન કોઈક કારણોસર ત્રણેય બાળકી તળાવના ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી. ત્રણેય દીકરીઓ ઘરે પરત ન ફરતાં પરિવારજનો અને સગા-સંબંધીઓએ આસપાસના ખેતરો તથા અન્ય વિસ્તારોમાં શોધખોળ શરૂ કરી હતી. આશરે બે કલાક સુધી શોધખોળ અને ભારે અફરાતફરી બાદ તળાવના કિનારે કાગળની બનાવેલી હોડીઓ તરતી જોવા મળી હતી. જેના આધારે પરિવારજનોએ તળાવમાં તપાસ શરૂ કરી હતી. સ્થાનિક તરવૈયાએ ત્રણેય બાળકીઓને બહાર કાઢી ઘટનાની જાણ થતાં સ્થાનિક એક તરવૈયા યુવકે તળાવના પાણીમાં ઉતરી શોધખોળ હાથ ધરી હતી. થોડા સમય બાદ તેણે ત્રણેય બાળકીઓને પાણીમાંથી બહાર કાઢી હતી. જોકે, દુર્ભાગ્યે ત્રણેય માસૂમ બાળકીઓ મૃત હાલતમાં મળી આવી હતી. બનાવની જાણ થતાં ઘટનાસ્થળે આસપાસના લોકોનાં ટોળાં એકત્રિત થઈ ગયાં હતાં. ત્રણેય બાળકીઓને 108 એમ્બ્યુલન્સ મારફતે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. હોસ્પિટલમાં ત્રણેય બાળકીના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. ત્રણ દીકરીઓનાં મોતથી પરિવાર શોકમાં ગરકાવ એકસાથે ત્રણ વ્હાલસોયી દીકરીઓનાં મોતથી બારૈયા પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. માતા-પિતાના આક્રંદથી હોસ્પિટલ પરિસરમાં ગમગીની છવાઈ ગઈ હતી. પરિવારજનોની રોકકળ જોઈને ઉપસ્થિત લોકોની આંખો પણ ભીની થઈ ગઈ હતી. પોલીસે અકસ્માતે મોતની નોંધ કરી તપાસ શરૂ કરી ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે અકસ્માતે મોતની નોંધ કરી સમગ્ર બનાવ અંગે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ત્રણ માસૂમ બાળકીના કરુણ મોતની ઘટનાથી સમગ્ર શકરપૂર ગામ અને આસપાસના વિસ્તારમાં શોકની લાગણી પ્રસરી છે.
    Click here to Read More
    Previous Article
    બિલપાવર લોન કૌભાંડમાં EDના મુંબઈ-વડોદરામાં દરોડા:12.20 કરોડની જ્વેલરી અને 43.90 લાખ રોકડ જપ્ત, SBIને 160.55 કરોડનો ચૂનો ચોપડવાનો મામલો
    Next Article
    સુરતમાં 5 વર્ષની બાળકી સાથે અડપલાં:સગીરા પર અવારનવાર દુષ્કર્મ અને લગ્નની લાલચ આપી શોષણના 3 ગુના નોંધાયા

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment