Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જડ્ડુસ હોટેલ પાસે ડોમિનોઝના ડિલિવરી બોયને કારચાલકે ટક્કર મારી:યુવકને માથામાં હેમરેજ થતાં બેભાન હાલતમાં હોસ્પિટલમાં દાખલ, પિતાએ ફરિયાદ નોંધાવી

    9 hours ago

    રાજકોટ શહેરના પોશ ગણાતા કાલાવડ રોડ પર આવેલી જાણીતી જડ્ડુસ હોટેલ નજીક મોડી રાત્રે કાર અને ઇલેક્ટ્રિક મોપેડ વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ માર્ગ અકસ્માતમાં ડોમિનોઝ પિત્ઝામાં ડિલિવરી બોય તરીકે ફરજ બજાવતો નિતિન પુંજાણી નામનો યુવાન ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. પૂરપાટ ઝડપે આવતી કારે ઇલેક્ટ્રિક મોપેડને જોરદાર ટક્કર મારતાં યુવક રોડ પર પટકાતાં તેને માથા, કાન, આંખ તેમજ પગના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. હાલ યુવકને માથાના ભાગે હેમરેજ થઈ જતાં તે બેભાન હાલતમાં હોસ્પિટલમાં જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે. રાત્રે 1 વાગ્યે ટર્ન લેતી વખતે કારે મોપેડને જોરદાર ટક્કર મારી પ્રાપ્ત વિગતો અનુસાર, ગત રાત્રિના આશરે 1:00 વાગ્યાના સુમારે કાલાવડ રોડ પર જડ્ડુસ હોટેલ નજીક નિતિન પોતાની ઇલેક્ટ્રિક મોપેડ (નંબર GJ-03-PF-6049) લઈને પસાર થઈ રહ્યો હતો. તે દરમિયાન ત્યાંથી પસાર થઈ રહેલી GJ-20-CA-4970 નંબરની ફોર વ્હીલર કારના ચાલકે ડાબી તરફ ટર્ન લેતી વખતે બેદરકારીપૂર્વક વાહન હંકારીને મોપેડને જોરદાર અડફેટે લીધું હતું. અકસ્માતનો અવાજ થતાં જ આસપાસના લોકો તાત્કાલિક સ્થળ પર એકઠા થઈ ગયા હતા. તે સમયે ત્યાંથી પસાર થઈ રહેલા કરીમભાઈ હેમાણી સહિતના રાહદારીઓએ માનવતા દાખવી ગંભીર રીતે લોહીલુહાણ હાલતમાં પડેલા નિતિનને તાબડતોબ સારવાર અર્થે વિરાણી વોકહાર્ટ હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો. યુવકને માથામાં હેમરેજ થતાં હાલત નાજુક, પિતાએ નોંધાવી ફરિયાદ હોસ્પિટલમાં ફરજ પરના તબીબો દ્વારા તાત્કાલિક તપાસ કરવામાં આવતાં નિતિનને માથાના ભાગે ગંભીર હેમરેજ થયું હોવાનું નિદાન થયું હતું. આ ઉપરાંત તેને કાન, જમણી આંખ અને જમણા પગના ગોઠણના ભાગે ઊંડી ઇજાઓ થઈ હોવાથી હાલ તે આઇસીયુમાં બેભાન અવસ્થામાં સઘન સારવાર હેઠળ છે. બનાવ અંગે ઇજાગ્રસ્ત યુવકના પિતા નિઝારભાઈ અબ્દુલભાઈ પુંજાણીએ અકસ્માત સર્જનાર કાર ચાલક વિરુદ્ધ કાયદેસરની પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધીને કાર નંબરના આધારે ચાલકની ઓળખ કરી આગળની કાનૂની કાર્યવાહી તેજ કરી છે. કપડાંની દુકાનમાં વેપારી સાથે ગ્રાહકે માથાકૂટ કરી માર માર્યો રાજકોટના ગુંદાવાડી મેઇન રોડ પર આસોપાલવ કપડાંની દુકાનમાં ખરીદી બાબતે ગ્રાહક અને દુકાનદાર વચ્ચે થયેલા વિવાદે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. ફરિયાદ મુજબ, મહિલાએ પસંદ કરેલા કપડાંનું બિલ બનાવવાના મુદ્દે બોલાચાલી થતાં મહિલા કાજલબેન, તેના પતિ મેહુલભાઈ ચૌહાણ તેમજ તેમના મળતિયાઓએ દુકાનમાં આવી પહોંચ્યા હતા અને દુકાનદાર પ્રશાંતભાઈ દેસાઈ અને તેમના ભાઈ આશિષભાઈ સાથે મારામારી કરી હતી.ફરિયાદમાં જણાવ્યા મુજબ, મારામારીમાં દુકાનદારને હાથ તથા ખંભાના ભાગે તેમજ તેના ભાઈને હાથ અને માથાના ભાગે ઈજા થઈ હતી. ઘટનાની જાણ થતાં પોલીસ સ્થળ પર પહોંચી હતી. ઈજાગ્રસ્ત બંને ભાઈઓને સારવાર માટે રાજકોટની પદ્મકુંવરબા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. દુકાનદારે મહિલાના પતિ, તેના સંબંધીઓ સહિતના લોકો સામે ધોરણસરની કાર્યવાહી કરવા ભક્તિનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. વૃધ્ધા પર્સની ખરીદી કરવા ગયા ને' સોનાનો ચેન ચોરાઈ ગયો શહેરમાં એક વૃધ્ધા પર્સની ખરીદી કરવા દુકાનમાં ગયા અને ત્યાં ગ્રાહકના સ્વાંગમાં રહેલી બે મહિલાઓ સોનાનો ચેન ચોરી ગયાની ઘટના સામે આવી છે. શહેરના શીતલ પાર્ક પાસેની દ્વારકા હાઈટમાં રહેતા 80 વર્ષીય નિરંજનાબેન ખાખરા 27 ઓગસ્ટના બપોરના સમયે એસ.કે.ચોક મેઈન રોડ પર આવેલી દ્વારકેશ ઝોન નામની કટલેરીની દુકાનમાં પર્સની ખરીદી કરવા માટે ગયા હતા જોકે આ દરમિયાન ત્યાં મોઢા પર દુપટ્ટો બાંધી આવેલી બે મહિલાઓએ નજર ચૂકવી વૃદ્ધાના ગળામાંથી રૂ.1.50 લાખની કિંમતનો સોનાનો ચેન સેરવી લીધો હતો. આ અંગે ગાંધીગ્રામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે સીસીટીવીના આધારે તપાસ શરૂ કરી છે. કાર હડફેટે એક્ટિવા ચાલક વેપારી વૃધ્ધનું સારવારમાં મોત રાજકોટના રેસકોર્સ રીંગરોડ પર એકટીવા પર જતા વૃદ્ધને પૂરપાટ ઝડપે જતી કારે હડફેટે લીધા હતા જેને લીધે વૃદ્ધને માથામાં ગંભીર ઇજા પહોંચતા તેનું 12 દિવસની સારવારના અંતે મૃત્યુ નિપજ્યું છે. જેથી વૃધ્ધના પિતા એવા વેપારીએ અકસ્માત સર્જતા કારચાલક સામે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. મળતી માહિતી મુજબ, શહેરની શ્રેયશ સોસાયટી મેઇન રોડ ઉપર રહેતા અને સ્ટાર પ્લાઝામાં મહાલક્ષ્મી એગ્રી કોમોડિટીઝ નામે ઓફિસ ધરાવતા વેપારી અભિષેક રાયચુરાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, અમે પિતા અને કાકા સાથે વેપાર કરીએ છીએ. ગત તા.8 ઓગસ્ટના સાંજના સમયે 63 વર્ષીય પિતા પ્રકાશભાઈ હમણાં આવું છું તેમ કહી એકટીવા લઈને ઘરે પડ્યા હતા. ત્યારબાદ રેસકોર્સ રીંગરોડ ઉપર પહોંચતા પાછળથી કાર ચાલક (નં.CH 01 AJ 7141) એ હડફેટે લીધા હતા. જે બાદ તેમને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેઓને આઇસીયુમાં પણ રાખવામાં આવ્યા હતા પરંતુ સારવાર કારગત નિવડી ન હતી અને તેમને ગત 20 ઓગસ્ટના દમ તોડી દેતા મૃત્યુ નીપજ્યું હતું. જોકે એ ડિવિઝન પોલીસે ગૂનો નોંધી કારચાલકને ઝડપી લેવા માટે તપાસ શરૂ કરી છે.
    Click here to Read More
    Previous Article
    क्या है NEET PG 2026 की मार्किंग स्कीम, Negative Marking और टाई-ब्रेकिंग नियम ?
    Next Article
    રાયગઢના વૈજનાથ મહાદેવને કાલ ભૈરવનો શણગાર:કાળા રંગ સહિત 10 કિલો વિવિધ રંગોનો ઉપયોગ કરીને કાલ ભૈરવનું સ્વરૂપ અપાયું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment