Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મહેસાણા બસપોર્ટ બહાર ધોળે દિવસે ઈકો ડ્રાઈવરની હત્યા:પેસેન્જર ભરવા બાબતે ત્રણ શખસોએ તીક્ષ્ણ હથિયારના ઘા મારી વેતરી નાખ્યો, હોસ્પિટલ પર લોકોના ટોળા ઉમટ્યા

    12 hours ago

    મહેસાણા શહેરના મોઢેરા એસટી બસ પોર્ટ બહાર ઇકો કારમાં પેસેન્જર ભરવા જેવી સામાન્ય બાબતે બે પક્ષો વચ્ચે અથડામણ સર્જાઈ હતી. સવારના સમયે થયેલી સામાન્ય બોલાચાલીની અદાવત રાખી ડ્રાઈવરે 3 શખ્સો સાથે મળીને યુવક પર છરી વડે હુમલો કરી તેની હત્યા કરી નાખી હતી. આ હુમલામાં અન્ય એક વ્યક્તિ પણ ગંભીર રીતે ઘાયલ થયો છે. સવારના સમયે પેસેન્જર બેસાડવા મુદ્દે થઈ હતી માથાકૂટ મૃતકના મોટા ભાઈ સૈયદ નઝીર હુસેને જણાવ્યા મુજબ, નાગલપુર ખાતે રહેતા તેમના નાના ભાઈ સાબિરહુસેન ગુલામ રસૂલ સૈયદ સવારે આશરે 6:00 વાગ્યાના સુમારે મોઢેરા ચોકડી ખાતે ઊભા હતા. તે સમયે ઇકો કારમાં પેસેન્જર બેસાડવા બાબતે નાગલપુરના સાકિર હુસેન રફીક મોહમ્મદ સૈયદ તથા હૈદરી ચોકના રહેવાસી ડ્રાઇવર ઇનુસ ખાન સાથે સાબિરહુસેનને બોલાચાલી થઈ હતી. જોકે, તે સમયે સ્થાનિક લોકોએ દરમિયાનગીરી કરી મામલો થાળે પાડ્યો હતો. બપોરે ત્રણ શખ્સોએ આવી છરીના ઘા ઝીંકી દીધા સવારે થયેલી તકરારનો અંત આવવાને બદલે સાકિર હુસેન રફીક મોહમ્મદ સૈયદે અદાવત રાખી બપોરના સમયે હૈદરી ચોક તરફથી 3 અજાણ્યા શખ્સોને બોલાવ્યા હતા. મોઢેરા ચોકડી પાસે ઊભેલા સાબિરહુસેન પર આ હુમલાખોરોએ અચાનક તૂટી પડી છરીના ઉપરાઉપરી ઘા ઝીંકી દીધા હતા. આ હુમલામાં ગંભીર ઈજાઓ થવાના કારણે સાબિરહુસેન લોહીલુહાણ હાલતમાં ઢળી પડ્યા હતા અને તેમનું મોત નીપજ્યું હતું, જ્યારે માજિદ નામના અન્ય 1 યુવક પણ ગંભીર રીતે ઘાયલ થયા હતા. ગંભીર ઇજાગ્રસ્ત અમદાવાદ સિવિલ ખસેડાયા હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા માજિદને તાત્કાલિક મહેસાણા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમની નાજુક સ્થિતિને જોતાં પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર અર્થે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યા છે. આ બનાવની જાણ થતાં જ મહેસાણા સિવિલ હોસ્પિટલ તેમજ ઘટનાસ્થળે બંને પક્ષના લોકોના મોટા ટોળેટોળાં ઉમટી પડતાં તંગદિલીનો માહોલ સર્જાયો હતો. મહેસાણા પોલીસે ઘટનાસ્થળે પહોંચી પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો અને હત્યાનો ગુનો નોંધી ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે નાકાબંધી કરી છે.
    Click here to Read More
    Previous Article
    મહીસાગર કેનાલમાંથી GRD જવાનનો મૃતદેહ મળ્યો:સોનેલા ગામ નજીક બાઇક સાથે મૃતદેહ મળતા તપાસ શરૂ
    Next Article
    સોનગઢમાં શાળા પાસે જુગારધામ પર LCBનો દરોડો:4 જુગારી રૂ. 47,660ના મુદ્દામાલ સાથે ઝડપાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment