Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આર્ટ ઓફ લિવિંગ અમદાવાદ દ્વારા શ્રાવણ માસની ભવ્ય ઉજવણી:કાલે શ્રી શ્રી જ્ઞાન મંદિર, સેટેલાઇટ ખાતે યોજાશે ભવ્ય સામૂહિક રુદ્રપૂજા

    1 day ago

    પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે આર્ટ ઓફ લિવિંગ અમદાવાદ ચેપ્ટર દ્વારા શહેરભરમાં વિવિધ શિવપૂજાઓ અને આધ્યાત્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ પાવન અવસરે સમગ્ર અમદાવાદમાંથી મોટી સંખ્યામાં લોકો શિવતત્ત્વની આરાધના સાથે જોડાઈ રહ્યા છે.આ શ્રાવણ માસની આધ્યાત્મિક ઉજવણીના ભાગરૂપે કાલે, 31 ઓગસ્ટ 2026ના રોજ સાંજે 7:00થી 9:00 વાગ્યા દરમિયાન શ્રી શ્રી જ્ઞાન મંદિર, સેટેલાઇટ, અમદાવાદ ખાતે ભવ્ય સામૂહિક રુદ્રપૂજાનું આયોજન કરવામાં આવ્યું છે. રુદ્રપૂજા ભગવાન શિવ, જેમને રુદ્ર તરીકે પણ ઓળખવામાં આવે છે, તેમની આરાધના માટેની એક પ્રાચીન અને શક્તિશાળી વૈદિક પ્રક્રિયા છે. આ પૂજામાં પવિત્ર વૈદિક મંત્રો, ખાસ કરીને રુદ્રમ્,ના ગાન સાથે શિવલિંગ પર જળ, દૂધ તથા અન્ય પવિત્ર દ્રવ્યો દ્વારા અભિષેક કરવામાં આવે છે.આર્ટ ઓફ લિવિંગમાં રુદ્રપૂજાનું વિશેષ મહત્ત્વ છે. આ પૂજા માત્ર એક કર્મકાંડ ન રહેતાં, વૈદિક મંત્રોના ગાનથી ઉત્પન્ન થતા પવિત્ર સ્પંદનો દ્વારા વાતાવરણમાં સકારાત્મકતા અને શાંતિનો અનુભવ કરાવવામાં મદદરૂપ બને છે. મંત્રોચ્ચાર, ધ્યાન અને ભક્તિનું આ સંયોજન વ્યક્તિને સહજ રીતે આંતરિક શાંતિ અને ગહન ધ્યાન તરફ લઈ જાય છે. આ શ્રાવણ માસ દરમિયાન આર્ટ ઓફ લિવિંગ અમદાવાદ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં સામૂહિક તેમજ વ્યક્તિગત રુદ્રપૂજાઓનું આયોજન કરવામાં આવી રહ્યું છે. વિવિધ આયોજનોમાં અત્યાર સુધીમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા છે અને આગામી સામૂહિક રુદ્રપૂજામાં પણ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહેવાની અપેક્ષા છે.કાલે યોજાનારી આ સામૂહિક રુદ્રપૂજા દ્વારા શ્રદ્ધાળુઓને વૈદિક મંત્રોચ્ચાર, શિવ આરાધના, ધ્યાન અને સત્સંગના માધ્યમથી ભક્તિ તથા આંતરિક શાંતિનો અનુભવ કરવાનો અવસર મળશે.
    Click here to Read More
    Previous Article
    ગઢડાના ગોરડકામાં રૂ.7 લાખના ખર્ચે મહિલા લાઈબ્રેરી બનશે:ધારાસભ્ય, સંતો અને આગેવાનોના હસ્તે ખાતમુહૂર્ત કરાયું
    Next Article
    સ્ટુડિયો ધૂમના ડિરેક્ટર્સને ભારતીય દૂતાવાસનું આમંત્રણ:મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અમેરિકા પ્રવાસ દરમિયાન સ્વાગત માટે બોલાવાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment