Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોડાસામાં જાયન્ટ્સની પ્રેરણાથી બે વડીલોનું દેહદાન:દાહોદ ઝાયડસ મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓના અભ્યાસ માટે મહત્ત્વનું દાન

    11 hours ago

    અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકામાં જાયન્ટ્સ મોડાસાની પ્રેરણાથી બે વડીલોએ દેહદાન કર્યું છે. આ દેહદાન દાહોદની ઝાયડસ મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓના અભ્યાસ અર્થે કરવામાં આવ્યું છે. જાયન્ટ્સ મોડાસા માટે આ પાંચમું અને છઠ્ઠું દેહદાન છે, જે સમાજ માટે પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડે છે. દેહદાન કરનારા વડીલોમાં મોડાસા તાલુકાના ધોલવાણી કંપાના સ્વ. મોઘીબેન સવગણભાઈ પારસીયા અને મોડાસા-ગણેશપુરા કંપાના સ્વ. અંબાલાલભાઈ કરમશીભાઈ પટેલનો સમાવેશ થાય છે. આ બંને દેહદાનની પ્રક્રિયા ઝાયડસ મેડિકલ કોલેજ, દાહોદ ખાતે સંપન્ન થઈ હતી. જાયન્ટ્સ મોડાસાના રક્તદાન, દેહદાન અને ચક્ષુદાન પ્રોજેક્ટના ચેરમેન નવીનભાઈ રામાણી અને પ્રમુખ અમરીશ પંડ્યા સહિતની ટીમ દ્વારા સમાજમાં દેહદાન જેવી સેવાભાવી પ્રવૃત્તિઓ માટે સતત જાગૃતિ ફેલાવવામાં આવી રહી છે. જાયન્ટ્સ પીપલ્સ ફાઉન્ડેશનની ઇન્ટરનેશનલ કમિટીના સભ્ય અને જીવદયા પ્રેમી નિલેશ જોશીએ જણાવ્યું હતું કે, દેહદાન માત્ર એક સેવાકાર્ય નથી, પરંતુ મેડિકલ શિક્ષણ અને સંશોધન માટે અત્યંત મહત્વપૂર્ણ છે. જાયન્ટ્સ દ્વારા સમાજમાં દેહદાન અંગેની ભય અને અંધશ્રદ્ધા દૂર કરી તેના વૈજ્ઞાનિક અને માનવતાવાદી મહત્વ અંગે જાગૃતિ લાવવાના પ્રયાસો કરાઈ રહ્યા છે. આ પ્રવૃત્તિના પરિણામે મેડિકલ વિદ્યાર્થીઓને માનવ શરીરની રચના અને તબીબી અભ્યાસ માટે અમૂલ્ય સહાય મળી રહી છે. આ સેવાકીય કાર્યમાં જાયન્ટ્સ કલ્પેશ પંડ્યા, પ્રદીપભાઈ ખંભોળજા, મંત્રી વિનોદભાઈ ભાવસાર અને પ્રવીણભાઈ પરમાર સહિતના સભ્યો સક્રિય રહી દેહદાન અને અન્ય સેવાકીય પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપી રહ્યા છે. દેહદાન કરનાર સ્વ. મોઘીબેન સવગણભાઈ પારસીયાના પરિવારજનો શાંતિલાલ પારસીયા અને પ્રકાશ પારસીયા, તેમજ સ્વ. અંબાલાલભાઈ કરમશીભાઈ પટેલના પુત્ર વિજયભાઈ પટેલ અને તેમના પરિવારજનોએ માનવતાની આ અનોખી સેવા માટે સંમતિ આપી સમાજ સમક્ષ પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડ્યું છે.
    Click here to Read More
    Previous Article
    નવસારીના દેવેશ્વર મંદિરે અમરનાથ પ્રતિકૃતિ:800 કિલો બરફથી બનેલું શિવલિંગ ભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર, 14 વર્ષથી ચાલતી પરંપરા
    Next Article
    ક્રિકેટ બોર્ડમાં સરકારી દખલગીરી શ્રીલંકાને ભારે પડી!:ICCએ 2027 વુમન્સ ચેમ્પિયન્સ ટ્રોફીની યજમાની આંચકી લીધી, જાણો શું છે અસલી વિવાદ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment