Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નવસારીના દેવેશ્વર મંદિરે અમરનાથ પ્રતિકૃતિ:800 કિલો બરફથી બનેલું શિવલિંગ ભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર, 14 વર્ષથી ચાલતી પરંપરા

    10 hours ago

    નવસારી શહેરમાં આવેલા દેવેશ્વર મહાદેવ મંદિરમાં પવિત્ર શ્રાવણ માસ દરમિયાન શિવભક્તોની ભીડ જોવા મળી હતી. પૌરાણિક અને સ્વયંભૂ શ્રી દેવેશ્વર મહાદેવ મંદિરે વહેલી સવારથી જ શ્રદ્ધાળુઓ દર્શનાર્થે ઉમટી પડ્યા હતા. શ્રાવણ માસમાં દેવેશ્વર મહાદેવ મંદિરમાં જમ્મુ-કાશ્મીર સ્થિત બાબા અમરનાથની બરફની પ્રતિકૃતિ મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બની છે. મંદિર ટ્રસ્ટ દ્વારા આશરે 800 કિલો બરફનો ઉપયોગ કરીને આ શિવલિંગ તૈયાર કરવામાં આવ્યું છે. ભક્તો સવારે 8:00 વાગ્યાથી રાત્રે 8:00 વાગ્યા સુધી આ પ્રતિકૃતિના દર્શન કરી શકે છે. આ બરફના શિવલિંગની સ્થાપનાની પરંપરા છેલ્લા 14 વર્ષથી ચાલી રહી છે. મંદિરના મુખ્ય પૂજારી શ્યામ મહારાજના જણાવ્યા અનુસાર, જે શ્રદ્ધાળુઓ આર્થિક, શારીરિક કે અન્ય કારણોસર જમ્મુ-કાશ્મીર સ્થિત અમરનાથ ધામ જઈ શકતા નથી, તેઓ નવસારીમાં જ બાબા બર્ફાનીના દર્શનનો લાભ લઈ શકે તે હેતુથી આ પ્રતિકૃતિ બનાવવામાં આવે છે. પૂર્ણા નદીના કિનારે આવેલું આ દેવેશ્વર મહાદેવ મંદિર આશરે 700 વર્ષ જૂનો ઇતિહાસ ધરાવે છે. સ્થાનિક માન્યતા મુજબ, અહીંનું શિવલિંગ સ્વયંભૂ પ્રગટ થયું છે. આ મંદિરનો વર્ષ 2007માં જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો હતો, અને વર્ષ 2024માં દર્શનાર્થીઓની સુવિધા માટે નવી વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી હતી. શ્રાવણ માસ દરમિયાન મંદિરમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સવાર-સાંજ વિશેષ આરતી, દરરોજ શિવલિંગનો શૃંગાર અને સાંજે શાસ્ત્રોક્ત વિધિથી મહાઅભિષેકનો સમાવેશ થાય છે. પ્રથમ સોમવારે સ્વયંભૂ શિવલિંગ અને બાબા અમરનાથની બરફની પ્રતિકૃતિના દર્શન માટે હજારો શિવભક્તો ઉમટી પડ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    નિકી તંબોલી અને અરબાઝ પટેલનું બ્રેકઅપ?:ઇન્સ્ટાગ્રામ પર એકબીજાને અનફોલો કર્યા, ચિટિંગ અને હાર્ટબ્રેકવાળી પોસ્ટ શેર કરી
    Next Article
    મોડાસામાં જાયન્ટ્સની પ્રેરણાથી બે વડીલોનું દેહદાન:દાહોદ ઝાયડસ મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓના અભ્યાસ માટે મહત્ત્વનું દાન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment