Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સાયકલ પર રાઉન્ડ બાદ હવે જાતે સફાઈ:રાજકોટ સિવિલ અધિક્ષકે વાઈપર પકડી ઇમરજન્સી વોર્ડ બહાર સફાઈ કરી, દર્દીઓની સ્વચ્છતા-સારવાર માટે કટિબદ્ધતા દર્શાવી

    8 hours ago

    રાજકોટ સિવિલ હોસ્પિટલની છબી સુધારવા અને દર્દીઓને યોગ્ય માળખાકીય સુવિધાઓ પૂરી પાડવા માટે નવનિયુક્ત સિવિલ અધિક્ષક કમલ ડોડીયા સતત કડક અને સક્રિય પગલાં લઈ રહ્યા છે. હોસ્પિટલ પરિસરમાં સ્વચ્છતા અને શિસ્ત જાળવવાના ઉદ્દેશ્યથી સિવિલ અધિક્ષક પોતે મેદાનમાં ઉતર્યા છે. અગાઉ સાયકલ પર રાઉન્ડ મારી દર્દીઓને અપાતી સુવિધાઓ અને તેમની સાથેનાં વર્તનની ચકાસણી કર્યા બાદ હવે ઇમરજન્સી વિભાગ બહાર જઈને સિવિલ અધિક્ષક કમલ ડોડીયાએ હાથમાં વાઈપર લઈ જાતે જ સફાઈ કામગીરી કરી હતી. હોસ્પિટલના સર્વોચ્ચ અધિકારીને જમીન પર ઉતરીને આ રીતે સફાઈ કરતા જોઈને સમગ્ર સિવિલ સ્ટાફ અને મુલાકાતીઓ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. ખાસ કરીને પોતાની કામગીરીમાં એકબીજા પર ખો આપતા અને જવાબદારીમાંથી છટકતા સફાઈ કામદારો અધિક્ષકની આ સફાઈ ઝુંબેશ જોઈને અત્યંત છોભીલા પડી ગયા હતા. હોસ્પિટલની શિસ્ત અને કામગીરી સુધારવા નિરીક્ષણ સિવિલ અધિક્ષક કમલ ડોડીયાએ દિવ્યભાસ્કર સાથેની ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, હોસ્પિટલ પરિસરમાં શ્રેષ્ઠ સ્વચ્છતા જાળવવા અને અહીં આવતા દર્દીઓને યોગ્ય તથા સમયસર સારવાર મળી રહે તે માટે સતત કટિબદ્ધ છે. હોસ્પિટલ તંત્રની પ્રથમ પ્રાથમિકતા દર્દીઓ અને તેમના સગા-સંબંધીઓને સ્વચ્છ, સુવિધાસભર અને આરોગ્યપ્રદ વાતાવરણ પૂરું પાડવાની છે. સિવિલ હોસ્પિટલનો પદભાર સંભાળ્યા બાદ નવનિયુક્ત અધિક્ષક દ્વારા હોસ્પિટલની શિસ્ત અને કામગીરી સુધારવા અવારનવાર આકસ્મિક નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. તાજેતરમાં જ સિવિલ અધિક્ષક પોતે સાયકલ લઈ સમગ્ર હોસ્પિટલ પરિસરમાં સરપ્રાઇઝ રાઉન્ડ પર નીકળ્યા હતા. તપાસમાં કેટલાક કર્મચારીઓ ફરજ ઉપર ગેરહાજર હતા અધિક્ષકનાં સાયકલ રાઉન્ડ દરમિયાન પણ હોસ્પિટલના વિવિધ વિભાગોમાંથી ગંભીર લાપરવાહી સામે આવી હતી. આકસ્મિક તપાસમાં કેટલાક કર્મચારીઓ ફરજ ઉપર ગેરહાજર હતા, જ્યારે અમુક તબીબો ચાલુ ફરજ દરમિયાન ટેબલ પર માથું નાખીને ઊંઘતા ઝડપાયા હતા. આ પ્રકારની શિસ્તહીનતા જોઈ સિવિલ અધિક્ષકે જે-તે સમયે જ તમામ વિભાગોની એક બેઠક બોલાવી હતી. અને આકરા પાણીએ થઈ ફરજમાં કોઈ પ્રકારની ગેરરીતિ કે બેદરકારી નહીં ચલાવી લેવા આદેશ કર્યો હતો. હોસ્પિટલની વ્યવસ્થામાં સકારાત્મક ફેરફારો આવશે અગાઉ સાયકલ રાઉન્ડ અને હવે જાતે વાઈપર પકડીને સફાઈ હાથ ધરી સિવિલ અધિક્ષકે તમામ વિભાગો અને કર્મચારીઓને ખૂબ કડક સંકેત આપ્યો છે. હોસ્પિટલની કામગીરીમાં પારદર્શિતા, નિયમિતતા અને સ્વચ્છતા જાળવવા માટે તંત્ર હવે કોઈ બાંધછોડ કરશે નહીં. જો કર્મચારીઓ પોતાની નિર્ધારિત જવાબદારી યોગ્ય રીતે નહીં નિભાવે તો તેમની સામે શિસ્તભંગના પગલાં લેવામાં આવશે. અધિક્ષકના સક્રિય વલણને કારણે સિવિલના સ્ટાફમાં દોડધામ મચી ગઈ છે અને આગામી દિવસોમાં રાજકોટ સિવિલ હોસ્પિટલની વ્યવસ્થામાં સકારાત્મક ફેરફારો જોવા મળશે તેવી ચર્ચા શરૂ થઈ છે.
    Click here to Read More
    Previous Article
    દીવમાં ખરાબ હવામાનના કારણે ઈન્ડિગોની ફ્લાઇટ ડાઈવર્ટ કરાઈ:નવી મુંબઈ-દીવની ફ્લાઇટનું સુરત એરપોર્ટ પર લેન્ડિંગ, 42 મુસાફરો સુરક્ષિત
    Next Article
    In Mojtaba Khamenei's Letter To Muslim Countries, A Call To "Recognise Real Enemy"

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment