Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ખાંડના ભાવ વધારા સામે વાંસદા કોંગ્રેસનો વિરોધ:ધારાસભ્ય અનંત પટેલે 'ચીની પે ચર્ચા' કરી;સરકારની નીતિઓ પર સવાલો ઉઠાવ્યા

    9 hours ago

    નવસારી જિલ્લાના વાંસદા બેઠકના કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલે ખાંડના ભાવ વધારા સામે અનોખો વિરોધ નોંધાવ્યો છે. તેમણે વડાપ્રધાનના 'ચાય પે ચર્ચા' અભિયાનની જેમ 'ચીની પે ચર્ચા' કાર્યક્રમ યોજી સરકારની નીતિઓ પર સવાલો ઉઠાવ્યા હતા. આ અભિયાનની શરૂઆત વાંસદાના ઉનાઈ ગામેથી કરવામાં આવી હતી. ઉનાઈ ગામે યોજાયેલી બેઠકમાં ધારાસભ્ય અનંત પટેલે જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર દ્વારા પેટ્રોલમાં ઇથેનોલ ભેળવવા માટે ખાંડ ઉદ્યોગને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. આને કારણે શેરડીના રસનો મોટો હિસ્સો ઇથેનોલ ઉત્પાદનમાં વપરાઈ રહ્યો છે. પરિણામે, દેશમાં ખાંડના વાસ્તવિક ઉત્પાદનમાં ઘટાડો નોંધાયો છે, જેના કારણે બજારમાં ખાંડના ભાવ આસમાને પહોંચ્યા છે. આ ભાવ વધારો તહેવારોની સિઝન પૂર્વે થયો છે. અનંત પટેલે વધુમાં ઉમેર્યું હતું કે, આગામી જન્માષ્ટમી, ગણેશોત્સવ, નવરાત્રી અને દિવાળી જેવા મોટા તહેવારો આવી રહ્યા છે. આવા સમયે ખાંડ મોંઘી થવાથી મીઠાઈઓ અને અન્ય ખાદ્યપદાર્થોના ભાવ વધશે, જેની સીધી અસર મધ્યમ અને ગરીબ વર્ગના બજેટ પર પડશે. આ મુદ્દે જનજાગૃતિ લાવવા અને સરકાર સામે વિરોધ પ્રદર્શિત કરવા માટે વાંસદા વિધાનસભા મતવિસ્તારના તમામ ગામો અને નગરોમાં કોંગ્રેસ દ્વારા 'ચીની પે ચર્ચા'ના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. આ અભિયાન દ્વારા જનતાને મોંઘવારી અને સરકારની નીતિઓ અંગે માહિતી આપવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    સાયકલ પર રાઉન્ડ બાદ હવે જાતે સફાઈ:રાજકોટ સિવિલ અધિક્ષકે વાઈપર પકડી ઇમરજન્સી વોર્ડ બહાર જાતે સફાઈ કરી, દર્દીઓની સ્વચ્છતા અને સારવાર માટે કટિબદ્ધતા દર્શાવી
    Next Article
    દીવમાં ખરાબ હવામાનના કારણે ઈન્ડિગોની ફ્લાઇટ ડાઈવર્ટ કરાઈ:નવી મુંબઈ-દીવની ફ્લાઇટનું સુરત એરપોર્ટ પર લેન્ડિંગ, 42 મુસાફરો સુરક્ષિત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment