Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોરબીમાં ભાજપ હોદ્દેદારના આપઘાત કેસમાં બે ઝડપાયા:વ્યાજખોરોના ત્રાસથી યુવાને ફાંસો ખાધો હતો, પત્નીની ફરિયાદ બાદ પોલીસની કાર્યવાહી

    6 hours ago

    મોરબીની ભાગ્યલક્ષ્મી સોસાયટીમાં રહેતા મોરબી જિલ્લા યુવા ભાજપ મીડિયા સેલના સહ ઇન્ચાર્જ અમૃતસિંહ જાડેજાએ વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને પોતાના ઘરમાં ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આ બનાવ સંદર્ભે મૃતક યુવાનની પત્નીએ બે શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. ફરિયાદ મુજબ, અમૃતસિંહનો ધંધો બરાબર ચાલતો ન હોવાથી તેમણે મયુરભાઈ ડોડીયાના કહેવાથી યુવરાજભાઈ પાસેથી વ્યાજે રૂપિયા લીધા હતા. વ્યાજની રકમ ચૂકવી દીધા છતાં આરોપીઓએ તેમની કાર નંબર પોતાની પાસે રાખી લીધી હતી. કાર પરત માંગતા આરોપીઓએ વ્યાજે લીધેલા રૂપિયાની પઠાણી ઉઘરાણી કરી હતી અને વારંવાર ફોન કરીને તેમને હેરાન-પરેશાન કર્યા હતા. આ ત્રાસથી કંટાળીને અમૃતસિંહે આપઘાત કર્યો હતો. મૃતકની પત્ની ઇલાબા અમૃતસિંહ જાડેજા (28) એ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં મયુરભાઈ ડોડીયા (રહે. ચરાડવા) અને યુવરાજભાઈ ઉર્ફે લાલાભાઈ (રહે. કોંઢ) વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ ગુનામાં મહેશ ઉર્ફે મયુરસિંહ દિલીપભાઈ ચૌહાણ (31, રહે. ભરવાડ વાસ, ચરાડવા) અને લાલાભાઈ ઉર્ફે યુવરાજ ગોપાલભાઈ ખવાસ (26, રહે. કોંઢ) ની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    દારૂના ગુનામાં ફરાર આરોપી અમદાવાદથી ઝડપાયો:પેરોલ ફર્લો સ્કવોડે 9 વર્ષથી નાસતા ફરતા આરોપીને ચાંદખેડામાંથી ઝડપી ગંગાજળિયા પોલીસને સોંપ્યો
    Next Article
    बिजनौर के एसपी का बड़ा एक्शन, दरोगा सहित पांच पुलिसवाले सस्पेंड

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment