Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વાઘેશ્વરી મંદિર પાસે બે સિંહની લટારથી કૂતુહલ સર્જાયું:​ભવનાથ વાઘેશ્વરી મંદિર નજીક શિકારની શોધમાં બે સિંહો આવી ચડ્યા ,લોકોના ટોળા ઉમટ્યા, વનવિભાગ અને પોલીસે સિંહોને જંગલમાં ખસેડી વાહનવ્યવહાર પૂર્વવત કરાવ્યો

    9 hours ago

    જુનાગઢના પ્રખ્યાત ભવનાથ વિસ્તારમાં આવેલા વાઘેશ્વરી મંદિર નજીક શિકારની શોધમાં બે સિંહો આવી ચડતાં સમગ્ર વિસ્તારમાં ભારે કૂતુહલનો માહોલ સર્જાયો હતો. ગીરના જંગલમાંથી અચાનક સિંહો રસ્તા પર આવી જતાં આ અદ્ભુત દ્રશ્ય જોવા માટે સ્થાનિકો અને પ્રવાસીઓના મોટા ટોળા ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા. લોકો રસ્તા પર એકઠા થઈ જતાં વાહનવ્યવહાર ઠપ્પ થઈ ગયો હતો અને ટ્રાફિકની ગંભીર સમસ્યા સર્જાઈ હતી. ​ઘટનાની જાણ થતાં જ ભવનાથ રાઉન્ડનો વનવિભાગનો સ્ટાફ તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યો હતો. ભવનાથ રાઉન્ડના ફોરેસ્ટર બી. બી. મકવાણા, વી. એમ. ડાભી તેમજ ટ્રેકરની ટીમે સ્થળ પર પહોંચીને ત્વરિત કામગીરી હાથ ધરી હતી અને બંને સિંહોને સુરક્ષિત રીતે જંગલ તરફ પાછા ખસેડ્યા હતા. વનવિભાગની સતર્કતાને કારણે મોટી હોનારત ટળી હતી અને સિંહોને કોઈ પણ પ્રકારની ઈજા પહોંચાડ્યા વગર જંગલમાં પરત મોકલી દેવાયા હતા. ​બીજી તરફ, સિંહોને જોવા માટે લોકોની ભારે ભીડ જામી જતાં ભવનાથ પીએસઆઈ ડામોર સાહેબ સહિતનો પોલીસ કાફલો પણ તુરંત સ્થળ પર દોડી આવ્યો હતો. પોલીસે સમયસૂચકતા વાપરીને રસ્તા પરથી લોકોના ટોળાને દૂર કરાવ્યા હતા અને જામી ગયેલા ટ્રાફિકને હળવો કરીને વાહનવ્યવહાર પૂર્વવત કરાવ્યો હતો. વનવિભાગ અને પોલીસ તંત્રની સંયુક્ત કામગીરીથી પરિસ્થિતિ પર સફળતાપૂર્વક કાબૂ મેળવાયો હતો.
    Click here to Read More
    Previous Article
    તાશ્કંદમાં મોદીએ યોગ સેશનમાં ભાગ લીધો:ઉઝબેકિસ્તાનના લોકોને યોગ કરવાનું શીખવ્યું, આજે રાષ્ટ્રપતિ મિર્ઝીયોયેવ સાથે દ્વિપક્ષીય બેઠક
    Next Article
    પાટણના સાંતલપુરના વૌવા ગામમાં વન્યપ્રાણીનો આતંક:10થી વધુ ગ્રામજનો પર જીવલેણ હુમલો; ગામમાં ભાગદોડ અને ચીસાચીસનો માહોલ, તમામને હોસ્પિટલ ખસેડાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment