Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગુજરાતના પ્રથમ ‘બેલેન્સિંગ ગણપતિ’ ગોધરામાં તૈયાર:મુંબઈના પ્રસિદ્ધ મૂર્તિકાર અરુણ દત્તે વિશાળ મૂર્તિ બનાવી, આવતીકાલે ભવ્ય આગમન યાત્રા

    17 hours ago

    ગોધરા શહેરમાં આવતીકાલે ગણપતિ બાપ્પાની ભવ્ય આગમન યાત્રા યોજાશે. આ યાત્રા ગુજરાતમાં પ્રથમવાર ‘બેલેન્સિંગ ગણપતિ’ની મૂર્તિના આગમન માટે ખાસ બનશે. મુંબઈના પ્રસિદ્ધ મૂર્તિકાર અરુણ દત્તે દ્વારા આ વિશાળ અને અનોખી મૂર્તિ તૈયાર કરવામાં આવી છે. આ મૂર્તિ ગયા વર્ષે મહારાષ્ટ્રમાં ચર્ચામાં આવેલી ‘બેલેન્સિંગ ગણપતિ’ની થીમ પર આધારિત છે. મૂર્તિનું સંતુલિત સ્વરૂપ અને તેની વિશાળતા આગમન યાત્રાનું મુખ્ય આકર્ષણ બનશે. અરુણ દત્તે દ્વારા તૈયાર કરાયેલી આ મૂર્તિ સોશિયલ મીડિયા પર પણ ચર્ચાનો વિષય બની છે. આગમન યાત્રાને લઈને ગણેશ ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આવતીકાલે ગોધરા શહેરમાં યોજાનારી ભવ્ય યાત્રા દરમિયાન આ વિશાળ બેલેન્સિંગ ગણપતિના દર્શન માટે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડવાની શક્યતા છે. મુંબઈની કલા અને ગોધરાના ગણેશોત્સવનો આ અનોખો સંગમ શહેર માટે પણ વિશેષ આકર્ષણનું કેન્દ્ર બનશે.
    Click here to Read More
    Previous Article
    લીલીયામાં 60 ફૂટ ઊંડા કૂવામાં ખાબક્યો ઝેરી કોબ્રા:વસુંધરા નેચર ક્લબે સાહસિક ઓપરેશન પાર પાડી બચાવ્યો
    Next Article
    क्या चीफ़ जस्टिस का विरोध कोई अपराध है? बार काउंसिल के पत्र पर बवाल

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment