Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મકરપુરા પોલીસ સ્ટેશન સામે ‘ડ્રિંક એન્ડ ડ્રાઇવ’:વડોદરામાં પૂરપાટ ઝડપે જઈ રહેલી બલેનો કાર ડિવાઈડર પર ચડી ગઈ, માંજલપુર પોલીસે આરોપીની ધરપકડ કરી

    13 hours ago

    વડોદરા શહેરમાં ‘ડ્રિંક એન્ડ ડ્રાઇવ’ સામે પોલીસની કાર્યવાહી વચ્ચે મકરપુરા પોલીસ સ્ટેશનની સામે જ દારૂના નશામાં કાર ચલાવવાનો કિસ્સો સામે આવ્યો છે. બલેનો કાર ડિવાઈડર પર ચડીને પલટી ખાઈ ગઈ હતી. ઘટનાની જાણ થતાં માંજલપુર પોલીસ સ્થળ પર પહોંચી હતી અને કારચાલક સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. તા. 29 ઓગસ્ટ, 2026ના રોજ બપોરના સમયે બ્લુ કલરની બલેનો કારનો ચાલક કિશોર રામાભાઈ રોહિત (ઉં.વ. 50) મકરપુરા પોલીસ સ્ટેશનની સામેના રોડ પરથી પસાર થઈ રહ્યો હતો. આ દરમિયાન કાર ડિવાઈડર પર ચડી જતાં પલટી ખાઈ હતી. અકસ્માતની જાણ થતાં માંજલપુર પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી તપાસ કરતાં કારચાલક દારૂ પીધેલી હાલતમાં હતો. અકસ્મતમાં ડિવાઈડર પર લગાવેલી લોખંડની જાળીની એંગલો કારમાં ઘૂસી ગઈ હતી. સદનસીબે અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નહોતી. માંજલપુર પોલીસે કારચાલક કિશોર રામાભાઈ રોહિત વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટની કલમ 66(1)(બી) મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    અમરેલીમાં ખેલો ઈન્ડિયા કાર્યક્રમ યોજાયો:યુવાઓએ PM મોદી સાથે ઓનલાઈન સંવાદ કર્યો, નશા મુક્ત ભારતના શપથ લેવાયા
    Next Article
    શ્રાવણમાં યોગા ગ્રુપે શિવભક્તિ સાથે યોગાભ્યાસ કર્યો:શારીરિક-માનસિક સ્વાસ્થ્ય માટે સકારાત્મક ઊર્જાનો સંદેશ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment