Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમરેલીના પીપળવા ગામમાંથી દીપડી અને બે બચ્ચા પાંજરે પુરાયા:વન વિભાગે જંગલમાં મુક્ત કરતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો

    6 hours ago

    અમરેલીના ખાંભા તાલુકાના પીપળવા ગામમાં છેલ્લા કેટલાક દિવસથી દીપડી અને તેના બે બચ્ચાની લટાર જોવા મળી રહી હતી. જેથી વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો હતો. જોકે, વન વિભાગે દીપડી અને તેના બચ્ચાંને પાંજરે પૂરી સુરક્ષિત રીતે જંગલ વિસ્તારમાં મુક્ત કર્યા છે, જેનાથી ગ્રામજનોએ રાહત અનુભવી છે. ગામની વચ્ચે આવેલા એક મકાન નજીક દીપડીએ બે બચ્ચાંને જન્મ આપ્યો હતો. જન્મ આપ્યા બાદ દીપડી પોતાના બચ્ચાંની આસપાસ જ ગામની શેરીઓમાં સતત આંટાફેરા મારતી જોવા મળતી હતી. આ કારણે છેલ્લા ચાર-પાંચ દિવસથી ગ્રામજનોમાં ભારે ભય અને ફફડાટ વ્યાપી ગયો હતો. ઘટનાની જાણ થતાં જ ખાંભા વન વિભાગની ટીમ સક્રિય બની હતી. વન વિભાગે દીપડીને પકડવા માટે ગામમાં પાંજરા ગોઠવીને પ્રયાસો હાથ ધર્યા હતા. ચાર દિવસના સતત પ્રયાસો બાદ આખરે દીપડી તેના બંને બચ્ચાં સાથે પાંજરે પુરાઈ હતી. વન વિભાગની દેખરેખ હેઠળ દીપડી અને તેના બચ્ચાંને ગામમાંથી સુરક્ષિત રીતે દૂર લઈ જઈને જંગલ વિસ્તારમાં મુક્ત કરવામાં આવ્યા હતા. દીપડી અને તેના બચ્ચાં જંગલ તરફ ખસી જતાં પીપળવા ગામમાં ફેલાયેલો ભયનો માહોલ શાંત થયો છે, અને ગ્રામજનોએ હાશકારો અનુભવ્યો છે.
    Click here to Read More
    Previous Article
    ઘરે વપરાતી હિંગ ખોટી નીકળી:એવરેસ્ટ અને લાલજી ગોધૂની હિંગના વેચાણ પર પ્રતિબંધ, FSSAIની મોટી કાર્યવાહી; ગરમ મસાલા અને ચિકન મસાલામાં પણ ગડબડ મળી
    Next Article
    ભારતની પ્રથમ LNG-ડીઝલ ડેમુ ટ્રેન સાબરમતીથી દોડશે:વાર્ષિક ₹24 લાખના ઇંધણ ખર્ચની બચત થશે, 4 સપ્ટેમ્બરે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પ્રસ્થાન કરાવશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment