Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભારતની પ્રથમ LNG-ડીઝલ ડેમુ ટ્રેન સાબરમતીથી દોડશે:વાર્ષિક ₹24 લાખના ઇંધણ ખર્ચની બચત થશે, 4 સપ્ટેમ્બરે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પ્રસ્થાન કરાવશે

    7 hours ago

    ભારતીય રેલવેના ઇતિહાસમાં સૌપ્રથમવાર પર્યાવરણ અનુકૂળ ગ્રીન એનર્જી તરફ ઐતિહાસિક કદમ ઉઠાવતાં ભારતની પ્રથમ LNG-ડીઝલ ડ્યુઅલ ફ્યુઅલ ડેમુ ટ્રેન સાબરમતી રેલવે સ્ટેશનથી શરૂ થવા જઈ રહી છે. આગામી 4 સપ્ટેમ્બરના રોજ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા આ વિશેષ ટ્રેનને લીલી ઝંડી બતાવીને વિધિવત પ્રસ્થાન કરાવવામાં આવશે. આ અત્યાધુનિક ઇનોવેશનથી ભારતીય રેલવેને વાર્ષિક અંદાજે ₹24 લાખ જેટલા તોતિંગ બળતણ ખર્ચની બચત થવાની પ્રબળ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. એન્જિન પાવર ઘટ્યા વિના 40% સુધી ડીઝલની જગ્યાએ LNGનો વપરાશ આ વિશિષ્ટ ડેમુ ટ્રેન બળતણનો વપરાશ ઘટાડવા અને કાર્બન ઉત્સર્જન નિયંત્રિત કરવાના મુખ્ય ઉદ્દેશ સાથે ડિઝાઇન કરવામાં આવી છે. ટ્રેનમાં એન્જિનની કાર્યક્ષમતા સાથે કોઈપણ બાંધછોડ કર્યા વિના ડીઝલ અને LNG એમ બંને ઇંધણ પર ચાલી શકે તેવી આધુનિક ડ્યુઅલ-ફ્યુઅલ સિસ્ટમ ફીટ કરવામાં આવી છે. ટ્રેનમાં 1400-HP ક્ષમતા ધરાવતા 2 ડ્રાઇવિંગ પાવર કાર્સ (DPCs) ને હાઇબ્રિડ સિસ્ટમમાં રૂપાંતરિત કરાયા છે, જેના કારણે ડીઝલના કુલ વપરાશમાં 40% સુધી લિક્વિફાઇડ નેચરલ ગેસ (LNG) નો સીધો ઉપયોગ શક્ય બનશે. 2200 લિટરની ટાંકી અને ₹11.9 લાખ પ્રતિ પાવર કારની વાર્ષિક બચત રેલવે પ્રશાસન દ્વારા સફળતાપૂર્વક 2000 કિમીનું ટ્રાયલ રન પૂર્ણ કર્યા બાદ આ 8 કોચવાળી ટ્રેનને પાટા પર ઉતારવામાં આવી રહી છે. આ સિસ્ટમથી પ્રતિ પાવર કાર વાર્ષિક આશરે ₹11.9 લાખની બચત થશે, જે સમગ્ર ટ્રેન દીઠ વાર્ષિક ₹24 લાખ જેટલી થશે. ટ્રેનમાં લગાવવામાં આવેલી 2200 લિટરની ક્ષમતાવાળી LNG ફ્યુઅલ ટેન્ક એકવાર ફુલ કર્યા બાદ ટ્રેન સરળતાથી 222 કિલોમીટર સુધીનું અંતર કાપી શકે છે. જરૂરિયાત મુજબ એન્જિન પોતાની મેળે પાવરમાં સહેજ પણ ઘટાડો કર્યા વિના ડીઝલ અને LNG વચ્ચે સ્વિચ થઈ જાય છે. ઝેરી વાયુઓના ઉત્સર્જનમાં મોટો ઘટાડો આ ટેકનોલોજીના અમલથી વાતાવરણમાં ભળતા કાર્બન ડાયોક્સાઇડ અને નાઇટ્રોજન ઓક્સાઇડ જેવા હાનિકારક વાયુઓના ઉત્સર્જનમાં નોંધપાત્ર ઘટાડો નોંધાશે. પશ્ચિમ રેલવે દ્વારા પર્યાવરણ સંરક્ષણની આ સફળતા બાદ આગામી સમયમાં અન્ય 8 ડેમુ પાવર ટ્રેનોને પણ આ જ રીતે LNG ડ્યુઅલ ફ્યુઅલ મોડેલમાં રૂપાંતરિત કરવાની મહત્ત્વાકાંક્ષી યોજના તૈયાર કરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    અમરેલીના પીપળવા ગામમાંથી દીપડી અને બે બચ્ચા પાંજરે પુરાયા:વન વિભાગે જંગલમાં મુક્ત કરતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો
    Next Article
    નવસારીમાં PMની મુલાકાતને લઈ તૈયારીઓની CR પાટીલે સમીક્ષા કરી:તંત્રના વરિષ્ઠ અધિકારીઓ-પક્ષના હોદ્દેદારો સાથે બેઠક યોજી; 8 સપ્ટેમ્બરે ભાજપ કાર્યાલયનું લોકાર્પણ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment