Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આર્થિક સંકડામણમાં માતા-પિતાએ નદીમાં ઝંપલાવ્યું, પુત્ર અનાથ:અંધારામાં પુલ પર એકલો અમ્મા..અમ્મા બોલતા રડી રહ્યો હતો, આંધ્રપ્રદેશમાં કાળજું કંપાવનારી ઘટના

    1 day ago

    માતા-પિતા સામાન્ય રીતે પોતાના સંતાન માટે ગમે તેવી મુશ્કેલીનો સામનો કરતા હોય છે, પરંતુ આંધ્રપ્રદેશના એક દંપતીએ મુશ્કેલીઓથી હતાશ થઈને ગોદાવરી નદીમાં કૂદીને આત્મહત્યા કરી લીધી. તેમણે પોતાના ત્રણ વર્ષના બાળકનો પણ વિચાર ન કર્યો. નદીમાં કૂદતા પહેલાં તેમણે તેમના માસૂમ બાળકને મધરાતે સ્કૂટર પર એકલું છોડી દીધું હતું. આ ઘટના ચોંકાવનારી છે. આવું પગલું ભરતા પહેલાં તે દંપતીએ એ વિશે જરાય વિચાર્યું નહીં કે તેમના ગયા પછી તેમના વહાલા સંતાનનું જે તેમની આંખનો તારો હતું તેનું શું થશે અથવા તે માસૂમ બાળક ક્યાં જશે. બાળકને સ્કૂટર પર છોડી માતા-પિતા નદીમાં કૂદી પડ્યા આ દુઃખદ ઘટના પશ્ચિમ ગોદાવરી જિલ્લાના ચિંચિનાડા વશિષ્ઠ પુલની છે. બાળક સ્કૂટર પર રડતો રહ્યો અને પથ્થર દિલ માતા-પિતા તેને એકલો ત્યાં છોડી નદીમાં કૂદી પડ્યા. ગુરુવારે મોડી રાત્રે બનેલી આ ઘટના કાળજું કંપાવનારી છે. 3 વર્ષનો બાળક હવે અનાથ થઈ ગયો છે. પતિ-પત્નીની ઓળખ 29 વર્ષના ડોડા સાઈ અને તેમની 28 વર્ષની પત્ની શિરીષા તરીકે થઈ છે. બંને તનુકુ મંડળના વેલપુરુ ગામના રહેવાસી હતા. પોલીસે જણાવ્યું કે આ દંપતી ગુરુવારે રાત્રે લગભગ 10 વાગ્યે પોતાના નાના બાળક સાથે સ્કૂટર પર પુલ પર પહોંચ્યું. ઉછળતી નદીમાં કૂદતા પહેલા તેમણે બાળકને સ્કૂટર પર જ છોડી દીધો હતો. અંધારી રાતમાં એકલો રડી રહ્યો હતો 3 વર્ષનો બાળક બાળક અંધારામાં અને ઠંડીમાં પુલ પર એકલો રડી રહ્યો હતો. રસ્તા પરથી પસાર થતા લોકોએ રડતા બાળકને જોયો તો પોલીસને જાણ કરી. બાળકને "અમ્મા... નાના" બોલતો સાંભળવામાં આવ્યો, જેનાથી નજીકથી પસાર થતા લોકોને અહેસાસ થયો કે તે તેના માતા-પિતા વિના ત્યાં બેઠો છે. પોલીસ તરત જ ઘટનાસ્થળે પહોંચી અને બાળકને સ્કૂટર પર પોતાની સાથે લઈ ગઈ. પછીથી બાળકને પરિવારજનોને સોંપી દેવામાં આવ્યો. નદીમાં કૂદેલા યુગલની શોધ માટે તરત જ શોધ અભિયાન શરૂ કરવામાં આવ્યું. બંનેનો હજુ સુધી કોઈ પત્તો લાગ્યો નથી, શોધ અભિયાન ચાલુ છે. આર્થિક તંગીના કારણે જીવ આપવાની આશંકા પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે બાળકના પિતા ડ્રાઈવર તરીકે કામ કરતા હતા. આંધ્ર પ્રદેશ પાછા ફરતા પહેલા તેઓ ખાડી દેશોમાં પણ રહ્યા હતા. માહિતી અનુસાર, તેઓ દેવા અને આર્થિક બોજથી પરેશાન હતા. તેમનું ઘર વેચવા પાછળ પણ આર્થિક તંગીની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે, પોલીસ સત્તાવાર રીતે માત્ર આર્થિક તંગીને જ તેનું એકમાત્ર કારણ માની રહી નથી. કેસની તપાસ ચાલુ છે. પોલીસે કેસ નોંધીને ઘટના સાથે સંકળાયેલી પરિસ્થિતિઓની તપાસ શરૂ કરી દીધી છે. મૃત્યુ પાછળ આર્થિક તંગીની સાથે પારિવારિક સમસ્યાઓની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
    Click here to Read More
    Previous Article
    How to Use AI to Summarise WhatsApp Chats: A Step-by-Step Guide
    Next Article
    ગ્રેટર નોઈડામાં 6 વર્ષની માસૂમની હત્યા, બળાત્કારની આશંકા:ઘરેથી ગુમ થઈ હતી બાળકી, બોરીમાં લાશ લઈ જતો દેખાયો પાડોશી; કસ્ટડીમાં લીધો

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment