Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પોલીસેને પોલીસે સ્ટેશનમાં કાઠલો પકડી હુમલો:ફરજ પરના પોલીસકર્મી પર હુમલો કરી વર્દી ફાડી નાખનાર ઇસમ સામે ગુનો દાખલ, શખ્સ ની ધરપકડ કરાઈ

    6 hours ago

    "મારા ભાઈને છરી મારેલ છે અને સર ટી. હોસ્પિટલની પોલીસ ચોકીમાં કોઈ ફરિયાદ લેતું નથી" નિલમબાગ પોલીસ સ્ટેશનમાં PSO ની ટેબલ પર આવીને પોલીસને ગાળો બોલી, સરકારી ફરજમાં રૂકાવટ કરી અને વર્દીનો કાઠલો પકડી હુમલો કરનાર એક શખ્સ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે જેમાં પોલીસે મિહિર ટાંકને ઝડપી લઈ વધુ તપાસ હાથ ધરી હતી.. આ બનાવ અંગે નીલમબાગ પોલીસ મથકેથી જાણવા મળતી વિગતો અનુસાર ગઇકાલે રાત્રે આશરે નવેક વાગ્યાના સુમારે નિલમબાગ પોલીસ સ્ટેશન ખાતે મીહિર મુકેશભાઈ ટાંક નામનો અરજદાર આવ્યો હતો તેણે પી.એસ.ઓ. ટેબલ પર હાથ પછાડીને જોર-જોરથી બૂમાબૂમ કરી હતી કે, "મારા ભાઈને છરી મારેલ છે અને સર ટી. હોસ્પિટલની પોલીસ ચોકીમાં કોઈ ફરિયાદ લેતું નથી." આટલું કહીને તે બહાર જતો રહ્યો હતો. ત્યારબાદ આશરે દસેક મિનિટ પછી, રાત્રે સવા નવ વાગ્યાની આસપાસ તે ફરીથી પી.એસ.ઓ. રૂમમાં આવ્યો હતો અને હાજર પોલીસકર્મીઓને બિભત્સ ગાળો બોલવા લાગ્યો હતો. પોલીસ સ્ટાફે તેને ગાળો બોલવાની ના પાડતા અને નામ પૂછતાં તેણે પોતાનું નામ મીહિર મુકેશભાઈ ટાંક હોવાનું જણાવી વધુ ઉશ્કેરાઈ ગયો હતો. જ્યારે પોલીસે તેને ફરિયાદ કરવા માટે જણાવ્યું ત્યારે તે એકદમ ઉશ્કેરાઈ ગયો હતો અને ફરજ પરના પોલીસકર્મીનો વર્દી નો કાઠલો પકડીને ધક્કો મારી દીવાલ સાથે અથડાવી દીધા હતા, જેથી તેમને મુંઢ ઈજાઓ પહોંચી હતી, આ દરમિયાન રૂમમાં હાજર અન્ય પોલીસ સ્ટાફે વચ્ચે પડીને આરોપીને બહાર કાઢ્યો હતો., રૂમની બહાર નીકળ્યા બાદ પણ આરોપીએ પોલીસકર્મીને "તું પોલીસ સ્ટેશનની બહાર નીકળ એટલે તને મારી નાખીશ" તેવી જીવલેણ ધમકીઓ આપી હતી અને ફરીથી અંદર આવીને સરકારી સેવકને ગાળો આપી કાયદેસરની ફરજમાં રૂકાવટ કરી હતી., આ બનાવ અંગે પોલીસે રાજ્યસેવકની ફરજમાં રૂકાવટ, હુમલો કરવા અને ધમકી આપવા બદલ ગુનો નોંધી આગળની કાયદેસરની તજવીજ હાથ ધરી છે..
    Click here to Read More
    Previous Article
    બોટાદમાં રક્ષાબંધને ઘનશ્યામ મહારાજનું પૂજન-આરતી કરાઈ:લક્ષ્મીનારાયણ પાર્ક મહિલા સંસ્કાર કેન્દ્ર ખાતે હરિભક્તોએ દર્શન કર્યા
    Next Article
    Tragedy of World's Youngest Country #southsudan

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment