Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જાહેરમાં લઘુશંકા કરવા મુદ્દે સિકયુરિટી ગાર્ડ પર હુમલો:ખોડિયાર ગામ પાસે સમાધાનનું તરકટ રચી જનરક્ષકની ટીમને રવાના કરી દીધી

    7 hours ago

    ગાંધીનગરના દસક્રોઈ તાલુકાના ખોડીયાર ગામની સીમમાં સરદારધામ પાછળ આવેલી સ્કાયલીફ સોસાયટી પાસે જાહેર જગ્યા પર લઘુશંકા કરવા મુદ્દે અસામાજિક ઈસમોએ સિકયુરિટી ગાર્ડ પર હુમલો કરયો હતો. સિક્યોરિટી ગાર્ડે 112 ઈમરજન્સી હેલ્પલાઈન પર કોલ કરી પોલીસને સ્થળ પર બોલાવી લેતા જ આરોપીઓએ અંદરોઅંદર સમાધાન થઈ ગયું છે તેવું ખોટું નાટક રચાવીને પોલીસ ટીમને પરત મોકલી દીધી હતી. બાદમાં ગાર્ડને જાતિવાચક અપશબ્દો બોલી સોસાયટીના સેક્રેટરીને પણ જાનથી મારી નાખવાની ધમકી અપાતા અડાલજ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. દુકાનની દીવાલ પાસે જાહેરમાં લઘુશંકા કરવા લાગ્યો મૂળ કલોલ તાલુકાના ધાનજ ગામના વતની અને હાલ કલોલ રેલવે પૂર્વ સ્થિત દ્વારકેશ બંગ્લોઝમાં રહેતો ભાવેશ ચંદ્રકાન્ત પરમાર છેલ્લા દોઢ વર્ષથી ખોડીયાર ગામ ખાતે આવેલી સ્કાયલીફ સોસાયટીમાં સિક્યોરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવે છે. ગઈકાલે(28 ઓગસ્ટ) ભાવેશ સોસાયટીના ગેટ પાસે આવેલી રજવાડી ચાની દુકાને ચા પીવા ગયો હતો.તે જ સમયે એક્ટિવા (નંબર GJ-01-SU-9763) પર એક યુવક ચા લેવા આવ્યો હતો. ચા લીધા બાદ આ યુવક સોસાયટીના ગેટ નજીક આવેલી દુકાનની દીવાલ પાસે જાહેર જગ્યામાં લઘુશંકા કરવા લાગ્યો હતો. સેક્રેટરીએ દંડ વસૂલ કરવા કહ્યું જેને જોઈને સિક્યોરિટી ગાર્ડ ભાવેશને લાગ્યું હતું કે આ યુવક નશાની હાલતમાં છે. આથી જાહેર સ્થળે અસભ્ય વર્તન કરતા અટકાવી તેને ત્યાં લઘુશંકા ન કરવા સૂચના આપી ભાવેશે સોસાયટીના સેક્રેટરી અલ્પેશ પટેલને જાણ કરી હતી. સેક્રેટરીએ સોસાયટીના નિયમ મુજબ નિયત દંડ વસૂલ કરવા અથવા પૈસા ના આપે તો એક્ટિવાની ચાવી રાખી લેવા જણાવ્યું હતું. ગાર્ડને જાતિવાચક અપશબ્દો બોલી હુમલો કર્યો આથી ગાર્ડે એક્ટિવા ચાલક પાસે દંડની રકમ માંગી તો તેણે દંડ આપવાનો ઈનકાર કરી એક્ટિવા ત્યાં જ મૂકીને 'હું હમણાં પાછો આવું છું, તું અહીં જ ઊભો રહેજે' તેવી ધમકી આપી ચાલી ગયો હતો. થોડી જ વારમાં આ એક્ટિવા ચાલક સ્વિફ્ટ કારમાં અન્ય સાગરીતોને સાથે લઈને પાછો આવ્યો હતો. અને ગાર્ડનું નામ જાણીને જાતિવાચક અપશબ્દો બોલી હુમલો કર્યો હતો. આ સમગ્ર ઘટના સ્થળ પર હાજર રજવાડી ચા પાર્લરના માલિક તન્વીશ પટેલે નજરે જોઈ ગાર્ડને વધુ મારથી બચાવ્યો હતો. સમાધાનનું તરકટ રચી પોલીસને રવાના કરી દીધી બાદમાં ગાર્ડે તાત્કાલિક 112 ઈમરજન્સી પોલીસ હેલ્પલાઈન પર કોલ કર્યો હતો. અને તુરંત જ 112 પોલીસની ગાડી ઘટનાસ્થળે આવી પહોંચી હતી અને સોસાયટીના સેક્રેટરી અલ્પેશ પટેલ પણ ત્યાં પહોંચ્યા હતા. પોલીસ આવી પહોંચતા જ પરિસ્થિતિ વણસતી જોઈને આરોપીઓનો એક સાથી ભાવિક દેસાઈ ત્યાં આવ્યો હતો. તેણે 112 મોબાઈલના પોલીસ કર્મચારીઓને ફોન પર કોઈ સાથે વાત કરાવીને અમારે અંદરોઅંદર આ બાબતે સમાધાન થઈ ગયું છે તેવું કહી પોલીસ ટીમને ગેરમાર્ગે દોરી ત્યાંથી રવાના કરી દીધી હતી. 'તમારે જે કેસ કરવો હોય ત્યાં કરી દેજો' અને પોલીસના વાહન જતા જ આ શખ્સે સોસાયટીના સેક્રેટરી સાથે પણ ઉદ્ધત વર્તન કરી 'તમે અઠવાડિયાના જ છો અને તમારી સોસાયટીનું પાણી મેં માપી લીધું છે, તમારે જે કેસ કરવો હોય ત્યાં કરી દેજો' તેમ કહી ખુલ્લી ધમકી આપી હતી. મારી નાખવાની ધમકી આપીને શખ્સો ફરાર ત્યારબાદ આ શખ્સે ગાર્ડ ભાવેશને 'તું હવે પછી અહીં દેખાઈશ તો તને જાનથી મારી નાખીશ' તેવી ધમકી આપી તમામ આરોપીઓ ફરાર થઈ ગયા હતા. આ મામલે અડાલજ પોલીસ મથકે એક્ટિવા ચાલક હની ચૌધરી, ભાવિક દેસાઈ તથા અન્ય સાગરીતો સામે એટ્રોસીટી સહિતની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
    Click here to Read More
    Previous Article
    બોટાદ જૈન સંઘમાં પંચષષ્ટિ તપના પારણાં યોજાયા:ગુરુદેવના સાનિધ્યમાં તપસ્વી રત્નોનું સામૂહિક પારણું કરાયું
    Next Article
    6 Vegetarian Restaurants In Chennai For Benne Dose, Thatte Idli And More

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment