Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રક્ષાબંધનની ઉજવણી કરી પરત ફરી રહેલા પરિવારને અકસ્માત નડ્યો:સાસરીયામાંથી રાખડી બાંધીને પરત ફરતા પરિવારની રિક્ષાને બોલેરોએ ટક્કર મારતા મહિલાનું મોત, ચારને ગંભીર ઈજા

    6 hours ago

    બોટાદ જિલ્લાના દડવા ગામ પાસે ગત રાત્રે એક માર્ગ અકસ્માત સર્જાયો હતો, જેમાં સાસરીયામાંથી રક્ષાબંધનની ઉજવણી કરી પરત ફરી રહેલા એક જ પરિવારની સી.એન.જી. રિક્ષાને પૂરઝડપે આવી રહેલી પીક-અપ બોલેરો ગાડીએ ટક્કર મારતા બોટાદના એક જ પરિવારના ચાર સભ્યોને ગંભીર ઈજાઓ પહોંચી છે, જ્યારે અકસ્માતમાં પાણીમાં ફંગોળાઈ જવાથી મહિલાનું કરુણ મોત નીપજ્યું છે. આ બનાવ અંગે ઉમરાળા પોલીસ મથકે થી જાણવા મળતી વિગતો અનુસાર બોટાદના યમુનેશનગર ખાતે રહેતા અને હીરા ઘસવાનું કામ કરતા ભરત જીણાભાઈ વાઘેલાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી કે, તેમના નાના ભાઈ વિપુલભાઈ જીણાભાઈ વાઘેલા ઉ.વ.32 પોતાના પત્ની સેજલબેન અને ત્રણ બાળકો દ્રવ્ય ઉ.વ.11, નેન્સી ઉ.વ.7 અને ખુશી ઉ.વ.40 સાથે પોતાની સી.એન.જી. રિક્ષા નંબર GJ-04-AU-3506 લઈને પાલીતાણા તાલુકાના માંડવડા ગામે સાસરીમાં રાખડી બંધાવવા ગયા હતા. સાંજ પડ્યે પરિવાર સાસરીયામાંથી રિક્ષા લઈને બોટાદ પરત ફરી રહ્યો હતો, તે દરમિયાન રાત્રે આશરે સાડા નવેક વાગ્યે ધોળા-ગઢડા રોડ પર દડવા ગામ પાસે પહોંચતા સામેથી પૂરઝડપે અને બેફિકરાઈથી આવી રહેલી પીક-અપ બોલેરો ગાડી નંબર GJ-33-T-1743 ના ચાલકે રિક્ષાને જોરશોરથી ટક્કર મારી હતી. આ ગમખ્વાર અકસ્માતને કારણે રિક્ષાચાલક વિપુલભાઈ અને તેમના ત્રણેય બાળકોને શરીરે અને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. જ્યારે અકસ્માતની જોરદાર ટક્કરને કારણે રિક્ષામાં સવાર સેજલબેન ફંગોળાઈને રોડની બાજુમાં આવેલા પાણીમાં પડ્યા હતા, જ્યાં ડૂબી જવાથી તેમનું મોત નીપજ્યું હતું. ઘટના બાદ બોલેરો ગાડીનો ચાલક વાહન મૂકીને નાસી છૂટ્યો હતો, બનાવની જાણ થતાં જ ભરતભાઈ અને તેમના પરિવારજનો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. સ્થાનિક લોકોની મદદથી મૃતક સેજલબેનના શબને ઉમરાળા સરકારી હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા હતા, જ્યારે ઘાયલ વિપુલભાઈ અને ત્રણેય બાળકોને વધુ સારવાર અર્થે ભાવનગર સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે આ અકસ્માત મામલે બોટાદ પોલીસે નાસી છૂટેલા પીક-અપ બોલેરો ગાડીના ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે, પરિવાર પર આવેલી આ આફતને કારણે બોટાદ પંથકમાં ભારે શોકની લાગણી છવાઈ ગઈ છે...
    Click here to Read More
    Previous Article
    મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમેરિકા અને કેનેડાના પ્રવાસે:NRIના પ્રશ્નો અને રોકાણ મુદ્દે રજૂઆત કરાઈ, ગુજરાત–વૈશ્વિક ગુજરાતી જોડાણ વધુ મજબૂત બન્યું
    Next Article
    બોટાદ જૈન સંઘમાં પંચષષ્ટિ તપના પારણાં યોજાયા:ગુરુદેવના સાનિધ્યમાં તપસ્વી રત્નોનું સામૂહિક પારણું કરાયું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment