Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ખેડૂતોને આર્થિક રાહત આપવા માંગ:પોરબંદર જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા‎ જિલ્લા કલેક્ટર કચેરી સામે કોંગ્રેસના ધરણા‎

    15 hours ago

    પોરબંદર જિલ્લામાં નહિવત વરસાદને લઈને પોરબંદર જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા કોંગ્રેસના આગેવાનો દ્વારા કલેક્ટર કચેરી સામે ધરણા કરવામાં આવ્યા હતા. જેમાં નહિવત વરસાદ અને ડેમોમાં પાણીની અછતથી પાક સુકાવાની ભીતિ, ખેડૂતોને આર્થિક રાહત આપવા માંગ કરી હતી. પોરબંદર જિલ્લામાં ચાલુ વર્ષે પડેલા નહિવત વરસાદના પગલે ખેડૂતો પર સર્જાયેલા ગંભીર સંકટને ધ્યાને રાખી જિલ્લા કોંગ્રેસ દ્વારા કલેક્ટર કચેરી સામે ઉગ્ર ધરણા પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. કોંગ્રેસ દ્વારા સમગ્ર પોરબંદર જિલ્લાને તાત્કાલિક ધોરણે અછતગ્રસ્ત એટલે કે દુષ્કાળગ્રસ્ત જાહેર કરી જગતના તાતને વિશેષ આર્થિક રાહત પેકેજ આપવા સરકાર સમક્ષ બુલંદ માંગ ઉઠાવવામાં આવી હતી. જિલ્લામાં વરસાદ ખેંચાતાં ખેડૂતો દ્વારા કરવામાં આવેલું ખરીફ વાવેતર સુકાઈ જવાના આરે પહોંચ્યું છે, જેના કારણે ધરતીપુત્રો ભારે આર્થિક મુશ્કેલીમાં મુકાયા છે. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રામભાઈ મારૂંની આગેવાનીમાં ઈદની રજાના દિવસે પણ યોજાયેલા આ આંદોલન દરમિયાન કોંગ્રેસી આગેવાનો અને કાર્યકરોએ કલેક્ટર કચેરી સામે બેસી સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કર્યા હતા અને ખેડૂતોના હિતમાં ત્વરિત પગલાં ભરવા રજૂઆત કરી હતી. વરસાદની ઘટ અને ડેમોમાં તળિયાઝાટક પાણીની સ્થિતિ વચ્ચે તંત્ર દ્વારા આ રજૂઆત પર શું નિર્ણય લેવાય છે તેના પર સૌની મીટ મંડાઈ છે. ડેમોમાં પાણીના અભાવે સિંચાઈ સંકટ જિલ્લામાં વરસાદની ભારે અછત ઉપરાંત સ્થાનિક જળાશયો અને ડેમોમાં પણ પૂરતો જળસંગ્રહ ન હોવાથી સિંચાઈ માટે પાણી મળવું મુશ્કેલ બન્યું છે, જેને પગલે ખેડૂતોનો મોંઘોદાટ પાક બળીને ખાખ થવાની ભીતિ સેવાઈ રહી છે. તાત્કાલિક રાહત પેકેજની માંગણી કોંગ્રેસ દ્વારા રજૂઆત કરવામાં આવી છે કે સરકારે માત્ર વાતો કરવાને બદલે તાકીદે સર્વે કરાવી સમગ્ર જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવો જોઈએ અને ખેડૂતોને થયેલા આર્થિક નુકસાન સામે વળતર ચૂકવવું જોઈએ.
    Click here to Read More
    Previous Article
    ગીતા મંદિર પાસે રોંગ સાઈડમાં જતા એક્ટિવાનો રિક્ષા સાથે અકસ્માત:ધો-10ના વિદ્યાર્થીનું સારવાર દરમિયાન મોત, એક્ટિવા ચાલક ખાલિદ શેખ સામે ગુનો નોંધાયો
    Next Article
    Nepal Flash Flood LIVE Updates: Deaths Rise To 626, Nearly 2,500 Still Missing As Rescue Ops Enter Day 4

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment