Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જામનગરમાં ખેલો ઇન્ડિયા સંવાદ કાર્યક્રમ યોજાયો:સિલ્વર મેડલ વિજેતા યશસ્વી સિંહ ચરકનું સન્માન કરાયું

    11 hours ago

    જામનગરની ડી.કે.વી. કોલેજ ખાતે "ખેલો ઇન્ડિયા સંવાદ – ખેલની વાત PM મોદી સાથે" કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય રમતવીરો અને યુવાનો સાથે રમતગમત ક્ષેત્ર અંગે વિશેષ સંવાદ કરવાનો હતો. આ પ્રસંગે સાઉથ એશિયન કરાટે ચેમ્પિયનશિપમાં સિલ્વર મેડલ વિજેતા જામનગરની પ્રતિભાશાળી કરાટે ખેલાડી યશસ્વી સિંહ ચરકનું ડી.કે.વી. કોલેજના પ્રિન્સિપાલ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. યશસ્વીની સફળતા માટે તેના કોચ ઉમાકાંત સેનાપતિ તેમજ KDARFS, RSCC, KDF અને KIOના સહયોગની પ્રશંસા કરવામાં આવી હતી. કાર્યક્રમમાં ભાજપ શહેર અધ્યક્ષ બીનાબેન કોઠારી, ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, ચેરમેન ધીરેનભાઈ મોનાણી સહિત ભાજપના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત, કોલેજના પ્રિન્સિપાલ પી.વી.બાણગોરીયા, શિક્ષકગણ, રમતવીરો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ પણ હાજર રહ્યા હતા. આ સંવાદ કાર્યક્રમ દરમિયાન રમતગમત ક્ષેત્રે યુવાનો માટે ઉપલબ્ધ તકો અને સુવિધાઓ અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી.
    Click here to Read More
    Previous Article
    એલસીબી વલસાડે વોન્ટેડ આરોપીને ઝડપ્યો:ભિલાડ પ્રોહિબીશન ગુનામાં નાસતો ફરતો આરોપી પકડાયો
    Next Article
    Nepal Flash Flood LIVE Updates: 3rd Flight With Assistance From India Reaches Kathmandu

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment