Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મૉન્ટાજ:‘ઓલ્ડબોય’: બદલો, નૈતિકતા અને અપરાધબોધની વાત

    17 hours ago

    પાર્થ દવે દક્ષિણ કોરિયાના મશહૂર ડિરેક્ટર પાર્ક ચાન-વૂકની ‘ડિસિઝન ટુ લીવ’ અને ‘નો અધર ચૉઇસ’ પછી હવે ‘ઓલ્ડબોય’ માત્ર બદલો લેવાની એક થ્રિલર ફિલ્મ નથી પરંતુ તેમાં નૈતિકતા, ઇચ્છા, અપરાધબોધ અને આખરે માનવી હોવાનો અર્થ શું છે તેની એક અત્યંત ક્રૂર અને ઊંડી રમત દેખાય છે! બદલો. ગુસ્સો. મનોવૈજ્ઞાનિક રમત. ક્રૂરતા. હિંસા: ‘ઓલ્ડબોય’ના આ તમામ પાસાંઓ વિશે એકાધિક વખત ચર્ચા થઈ ચૂકી છે. હશે. અઢળક વિવેચકોએ તેના પર લખ્યું હશે અને તે યોગ્ય જ હશે. કારણ કે ફિલ્મની શરૂઆતથી જ દિગ્દર્શક પાર્ક ચાન-વૂક દર્શકને પોતાની પકડમાં ખેંચી લે છે અને અંત સુધી છોડતા નથી. જોકે, ‘ઓલ્ડબોય’ અંતે માત્ર બદલો લેવાની વાર્તા કહેતી ફિલ્મ નથી રહેતી. તે નૈતિકતા વિશેના સવાલો કરતી ફિલ્મ છે. સેક્સ માનવીની સૌથી સ્વાભાવિક વૃત્તિઓમાંની એક છે. હવે કલ્પના કરો કે, એક માણસને સતત 15 વર્ષ સુધી સંપૂર્ણ એકાંતમાં કેદ રાખવામાં આવ્યો છે. કોઈ સંબંધ નહીં, કોઈ સ્પર્શ નહીં, કોઈ સ્વતંત્રતા નહીં અને પછી એક દિવસ તેને અચાનક મુક્ત કરી દેવામાં આવે છે. તેની સામે એક સ્ત્રી ઊભી છે. પછી શું થાય? આ પ્રશ્ન અસ્વસ્થ કરી નાખે છે, કારણ કે તેનો જવાબ માનવ સ્વભાવની અંદર ક્યાંક ઊંડે છુપાયેલો છે. યૂ જી-તે નામના અભિનેતાએ ભજવેલું ‘લી વૂ-જિન’નું પાત્ર માત્ર બદલો લેવાની યોજના નથી બનાવતું. તે એક એવી આખી ભ્રામક દુનિયા ઊભી કરે છે, જેમાં માનવીય વૃત્તિ અને નૈતિકતા એકબીજા સાથે અથડાવા લાગે છે. દરેક નિર્ણય જાણે ખૂબ જ સાવચેતીપૂર્વક રચાયેલા મનોવૈજ્ઞાનિક પ્રયોગનો એક ભાગ હોય છે. પરંતુ ફિલ્મ જોયા પછી મને એક બીજો પ્રશ્ન પણ સતત સતાવતો રહ્યો - જો ‘લી વૂ-જિને’ આ આખો ભ્રમ ઊભો જ ન કર્યો હોત તો? ‘લી વૂ-જિને’ અન્ય વ્યક્તિને 15 વર્ષ સુધી બંદી બનાવી રાખ્યો તેનું કારણ ભૂતકાળ છે. સ્કૂલમાં તે પોતાની બહેનની નિકટ હતો અને તે વાત જાહેર થઈ ચૂકી હતી. તે પોતાની બહેનને ખરેખર પ્રેમ કરતો હતો. તેની નજરે તેમના સંબંધમાં અનૈતિક કંઈ નહોતું. બંને પુખ્ત વયના હતા અને પોતાની ઇચ્છાઓને પોતાની રીતે જીવવા માગતા હતા. દુર્ઘટનાની શરૂઆત ત્યારે થાય છે જ્યારે ‘ઓહ ડે-સૂ’, એટલે કે ચોઈ મિન-સિકનું પાત્ર, તેમને જોઈ લે છે અને તેમનું રહસ્ય અન્ય લોકો સુધી પહોંચાડે છે. એક અંગત બાબત જાહેર શરમમાં ફેરવાઈ જાય છે. બહેન આપઘાત કરે છે. ‘લી વૂ-જિન’ દુઃખી થાય છે. અશ્વિની ભટ્ટે ‘ફાંસલો’ નવલકથામાં એક વાક્ય લખ્યું છેઃ ‘માનવી આદતી જાનવર છે.’ માનવી જાનવર છે, પણ સમાજે નૈતિકતાની એક રેખા દોરી છે, જેને માનવીય વૃત્તિનો - મર્યાદાનો આધાર લઈને ઓળંગી શકાતી નથી. અહીં પાર્ક ચાન-વૂક દર્શક સામે ફિલ્મના સૌથી અસ્વસ્થ કરી નાખતા પ્રશ્નોમાંથી એક મૂકે છે - નૈતિકતા નક્કી કોણ કરે છે? પ્રકૃતિ? કે આપણે? માનવીએ કાયદા બનાવ્યા. માનવીએ નૈતિકતાના નિયમો બનાવ્યા. માનવીએ નક્કી કર્યું કે ઇચ્છા ક્યારે પાપ બની જાય છે. આપણા મૂળમાં આપણે આજે પણ એ જ પ્રાણીઓ છીએ, જે ક્યારેક જંગલમાં જીવતાં હતાં, પરંતુ આપણને અન્ય પ્રાણીઓથી અલગ પાડતી એક મોટી બાબત છે - અપરાધબોધ. પ્રાણીઓ અપરાધબોધ અનુભવતા નથી. માણસ અનુભવે છે. જે ક્ષણે આપણને પોતાની માનવતાનું ભાન થાય છે, એ જ ક્ષણે આપણે શરમ, પસ્તાવો અને પોતાની જાતને જ દોષિત ઠેરવવાની ક્ષમતા પણ પ્રાપ્ત કરીએ છીએ અને ‘ઓલ્ડબોય’નો સાચો બદલો અહીં છુપાયેલો છે. ન હિંસામાં. ન હત્યામાં. ન ત્રાસમાં. સૌથી ક્રૂર બદલો એ છે કે કોઈ વ્યક્તિને આખી જિંદગી પોતાના જ અપરાધબોધની આગમાં સળગવા માટે મજબૂર કરી દેવી. એટલા માટે જ આ ફિલ્મમાં ખરેખર કોઈ જીતતું નથી. અભિનેતા ચોઈ મિન-સિકનું પરિવર્તન અદભુત છે - એક મૂંઝાયેલા કેદીથી લઈને ગુસ્સાથી ભરાયેલા જંગલી માણસ સુધી અને અંતે સત્ય સામે સંપૂર્ણપણે તૂટી પડેલા માનવી સુધીની તેની સફર અભિનયમાં દેખાય છે. ‘ઓલ્ડબોય’નો પ્રસિદ્ધ હૉલવે હેમર સિક્વન્સ આજે પણ સિનેમાના સૌથી પ્રભાવશાળી ઍક્શન દૃશ્યોમાંનો એક છે. ‘ઍનિમલ’ના પ્રિ-ટિઝરમાં રિલીઝ કરાયેલો રણબીર કપૂરનો સીન, જેમાં રણબીર કુહાડીથી હોટલની પરસાળમાં લોકોને મારી રહ્યો છે, ત્યારે લોકોને ‘ઓલ્ડબોય’ જ યાદ આવી હતી! ‘ઓલ્ડબોય’ ફિલ્મ પૂરી થાય છે ત્યારે ખરેખર પૂરી થતી નથી. એ જ ક્ષણે તે સાચા અર્થમાં શરૂ થાય છે. ફિલ્મ સ્ક્રીન પરથી ઊતરીને તમારા મનમાં પ્રવેશી જાય છે. પછી તે તમને એવા પ્રશ્નો સાથે સતત ઝઝૂમવા મજબૂર કરે છે, જેના કોઈ સીધા જવાબો નથી. કદાચ આ જ ‘ઓલ્ડબોય’ની સૌથી મોટી સિદ્ધિ છે. 2003માં આવેલી ‘ઓલ્ડબોય’ જૅપનીઝ મંગા (ગ્રાફિક નોવેલ) પરથી પ્રેરિત હતી. તેના પરથી હિન્દીમાં બિનસત્તાવાર રીતે ‘ઝિન્દા’ (2006) બની. અને 2013માં એ જ નામે સત્તાવાર અમેરિકન રિમૅક બની. શ્રીરામ રાઘવનની ‘બદલાપુર’ અને વિજય સેતુપતિની તમિળ ‘મહારાજા’ (2024) માં પણ ‘આવા જ કંઈક’ અપરાધબોધની વાત છે. }
    Click here to Read More
    Previous Article
    વિકાસની વાટે:સાચી મિત્રતા: સ્વાર્થ અને ખુશામતથી પર એક પવિત્ર સંબંધ
    Next Article
    મજાતંત્ર:40 વટાવ્યા પછીની મૂંઝવણ!

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment