Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    લવમેરેજ કરનાર બહેનનું રક્ષાબંધનના દિવસે જ અપહરણ:ઇન્સ્ટાગ્રામ પર મેસેજ કરી ભાઈએ રાખડી બાંધવા બહાર બોલાવી, અર્ટિગા કારમાં બળજબરીપૂર્વક બેસાડી લઈ ગયા

    12 hours ago

    વડનગર તાલુકામાં રક્ષાબંધને પ્રેમલગ્ન કરનાર બહેનને રાખડી બાંધવાના બહાને બોલાવીને સગા ભાઈએ જ નંબર પ્લેટ વગરની કારમાં તેનું અપહરણ કરાવી લીધું હતું. આ સમગ્ર મામલે ભોગ બનનાર યુવતીના પતિએ વડનગર પોલીસ સ્ટેશનમાં પોતાના સાળા અને 3 અજાણ્યા શખ્સો વિરુદ્ધ અપહરણની ફરિયાદ નોંધાવી છે. પ્રેમલગ્ન બાદ સાસરે રહેતી યુવતીને ભાઈએ ઇન્સ્ટાગ્રામ પર મેસેજ કરી બોલાવી વડનગર તાલુકાના છાબલીયા સીમ વખારપુરા ગામે રહેતા અને ખેતીકામ કરતા સચીનકુમાર ભરતજી ઠાકોરે આશરે 7 મહિના અગાઉ વડનગરના મલેકપુર ગામની વૈદેહી પટેલ સાથે પ્રેમલગ્ન કર્યા હતા. લગ્ન બાદ વૈદેહી પતિ સાથે સાસરીમાં જ રહેતી હતી. રક્ષાબંધનના દિવસે વૈદેહીના ભાઈ જેનિલ પટેલે તેણીને ઇન્સ્ટાગ્રામ પર મેસેજ મોકલી રાખડી બાંધવા માટે વડનગર આવવા જણાવ્યું હતું. જેથી સચીનકુમાર પોતાની પત્ની વૈદેહી અને નાની ભત્રીજી સાથે એક્ટિવા લઈને વડનગર પહોંચ્યા હતા, જ્યાં તોરણીયા વડ નજીક બહુચર પેટ્રોલ પંપ સામે વૈદેહીએ પોતાના ભાઈને રાખડી બાંધી હતી. વાતોમાં પરોવી રાખી અને નંબર પ્લેટ વગરની અર્ટીગા કાર ધસી આવી રાખડી બાંધ્યા બાદ દંપતી પોતાના ગામ પરત જવા નીકળતું હતું ત્યારે ભાઈ જેનિલે વધુ થોડીવાર વાતચીત કરવાના બહાને તેમને રોકી રાખ્યા હતા. આ દરમિયાન બપોરે આશરે 1:15 વાગ્યાના સુમારે વિસનગર તરફથી નંબર પ્લેટ વગરની સફેદ કલરની અર્ટીગા ગાડી પૂરપાટ ઝડપે આવી પહોંચી હતી. કાર ચાલકે સચીનકુમારના એક્ટિવા નજીક કાર રોકી અચાનક દરવાજો ખોલતાં એક્ટિવા નીચે પટકાઈ ગયું હતું. બૂમાબૂમ વચ્ચે બળજબરીપૂર્વક ગાડીમાં બેસાડી ભાઈ પણ સાથે નાસી છૂટ્યો ગાડીમાંથી ઉતરેલા બે અજાણ્યા શખ્સોએ વૈદેહીની બૂમાબૂમ અને વિરોધ છતાં તેને બળજબરીથી અર્ટીગા કારમાં બેસાડી દીધી હતી. આ નાટકીય ઘટનાક્રમ વચ્ચે ભાઈ જેનિલ પણ પોતાનું એક્ટિવા રસ્તા પર જ મૂકીને અપહરણકર્તાઓની કારમાં સવાર થઈ ગયો હતો અને તમામ આરોપીઓ વિસનગર તરફ પૂરઝડપે ફરાર થઈ ગયા હતા. પતિએ વડનગર પોલીસ મથકે સાળા સહિત 4 સામે ગુનો નોંધાવ્યો આ બનાવ બાદ પીડિત પતિ સચીનકુમાર ઠાકોરે તાત્કાલિક વડનગર તાલુકા પોલીસ સ્ટેશન પહોંચી સાળા જેનિલ પટેલ અને 3 અજાણ્યા અપહરણકર્તાઓ સામે કાયદેસરની ફરિયાદ દાખલ કરાવી હતી. પતિએ આક્ષેપ કર્યો છે કે પ્રેમલગ્નની અદાવત રાખીને સાળાએ પૂર્વ આયોજિત ષડયંત્ર રચીને આ અપહરણને અંજામ આપ્યો છે. વડનગર પોલીસે ગુનો નોંધી નાકાબંધી કરી અપહૃત યુવતીને મુક્ત કરાવવા અને આરોપીઓને ઝડપી લેવા કાર્યવાહી હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    Saif Ali Khan Stabbing Case Accused Wants To Plead Guilty, Seeks Leniency
    Next Article
    હળવદના સુસવાવમાં પોલીસનો દરોડો, 8 જુગારી ઝડપાયા:રૂ. 41,500 રોકડ જપ્ત, જુગારધારા હેઠળ ગુનો નોંધાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment