Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હળવદના સુસવાવમાં પોલીસનો દરોડો, 8 જુગારી ઝડપાયા:રૂ. 41,500 રોકડ જપ્ત, જુગારધારા હેઠળ ગુનો નોંધાયો

    13 hours ago

    હળવદ તાલુકાના સુસવાવ ગામે પોલીસે જાહેરમાં જુગાર રમતા 8 શખ્સો સામે કાર્યવાહી કરી છે. ગામ નજીક આવેલા વોકળમાં દરોડો પાડી પોલીસે કુલ 8 આરોપીઓને રૂ. 41,500 રોકડ રકમ સહિતના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા. હળવદ પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફને મળેલી બાતમીના આધારે આ દરોડો પાડવામાં આવ્યો હતો. સુસવાવ ગામ પાસેના વોકળમાં કેટલાક શખ્સો જાહેરમાં જુગાર રમી રહ્યા હોવાની પોલીસને માહિતી મળી હતી. પોલીસે સ્થળ પરથી લખમણભાઈ રણછોડભાઈ માલકિયા, દિવ્યેશભાઈ મનીષભાઈ માલકિયા, રવજીભાઈ હમીરભાઈ રાઠોડ, સબીરભાઈ ગુલામભાઈ ભટ્ટી, દિનમહમદ ગુલમામદ રાઉમા, મેહુલભાઈ મનસુખભાઈ માલકિયા, સુજલભાઈ નરેશભાઈ માલકિયા અને નરેશભાઈ ગોવિંદભાઈ માલકિયાને ઝડપી પાડ્યા હતા. પોલીસે ઝડપાયેલા આરોપીઓ પાસેથી કુલ રૂ. 41,500 રોકડ રકમ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. તમામ 8 આરોપીઓ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી હળવદ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    લવમેરેજ કરનાર બહેનનું રક્ષાબંધનના દિવસે જ અપહરણ:ઇન્સ્ટાગ્રામ પર મેસેજ કરી ભાઈએ રાખડી બાંધવા બહાર બોલાવી, અર્ટિગા કારમાં બળજબરીપૂર્વક બેસાડી લઈ ગયા
    Next Article
    ગોધરાના અંકલેશ્વર મંદિરે બ્રહ્મ સમાજ દ્વારા જનોઈ પરિવર્તન:શ્રાવણી પૂર્ણિમા નિમિત્તે વૈદિક વિધિ સંપન્ન, 21 વર્ષની પરંપરા જળવાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment